SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ • vy' + + "* * * - - - - - - - -vvvvvvv જગદ્ગુના છૂટાછેડા! ૪૮૭ જગતનાં વાતાવરણની બરાબર ખબર નથી. આજે તો કહેવાતા સુધરેલા દેશોમાંથી ધર્મની ઈમારતના કાંકરા, પાકેલ બેરડીનાં બોર ખરે તેમ, ખરવા લાગ્યા છે. ધર્મને નામે ચાલવા લાગેલાં ધતીંગેનું જ આ પરિણામ છે; અને “સૂકા પાછળ લીલું બળે ” એ ન્યાયે, અમને તો ભય છે કે, કહેવાતા સુધરેલા દેશોમાં ધર્મ ઢગને ઉચછેદ કરવા માટે એ પ્રબળ અગ્નિ ભભુકશે, કે જેમાં સત્ય ધર્મ પણ ઘડીભર તે ભસ્મીભૂત થયેલો દેખાયા વગર રહેશે નહિ. પાવકમાં બળી જળી ગયેલા ધર્મની ખાખ ઉડતી હોય, એવો ભાસ થશે, અને અત્યારે રૂશિયાના કેટલાક ભાગમાં બન્યું છે તેમ, ધર્મ જાણે કે પૃથ્વીના પટ ઉપરથી જડમૂળ ઉખડી ગયે હોય, એમ જણાશે; પણ “ફીનીસ” પક્ષીની માફક એ ધગધગતા અંગારમાંથી સત્ય ધર્મ પુનઃ ડોકિયું કરતો દેખાશે, અને તે જગતને તારશે. એમન ખાતે સ્ટાર કેમ્પને સાતમે વાર્ષિક મેળાવડો ખુલ્લો મૂકતી વખતે કરેલા ભાષણમાં શ્રીકૃષ્ણમૂર્તિએ કહ્યું હતું કે – સત્યના સાક્ષાત્કાર માટે કઈ ધાર્મિક સંસ્થામાં જોડાવાની જરૂર નથી.મનુષ્યજાતને માટે ધર્મ તો એક અને વ્યાપકજ હોઈ શકે; અને જ્યાં વાડા બંધાય ત્યાં સ્વાર્થ, પાખંડ અને ધતીંગ વધ્યા વગર રહે જ નહિ. આવા ઢોંગથી સુધરેલા દેશની પ્રજા કેટલી ત્રાસી ગઈ છે તેને આબાદ પડઘે શ્રી. કૃષ્ણમૂર્તિના શબ્દોમાં પડી રહ્યો છે. આ જ ફસા જ કંપનીની માફક દરેક ધર્મવાળા, અમારા વાડાનાં પશુ બને તે તમારે ઉદ્ધાર અવશ્ય થઈ જશે, એવી મધલાળ બતાવે છે; અને થીઓસોફીવાળાઓએ તો ધર્માંગને અખંડ રહેવા દઈ, પિતાની મહાત્મિક હંબગની જાળ કેાઈ અજબ રીતે બિછાવી છે, અને તેમાં તો સેંકડે ૯૫ ટકા જેટલાં કેળવાયેલાં માછલાંજ સપડાયાં છે ! પણ ગમે તેવો ચાલાક માણસ પણ આખી દુનિયાને હમેશને માટે ઠગી શકતો નથી, એવા અબ્રાહમ લિંકનના શબ્દોમાં ઘણું તથ્થાંશ રહેલું હોવાથી થીએસૈફીની જાળમાં કાણું પડવા લાગ્યાં છે, અને નાનાં મોટાં માછલાં તેના ઠગારાપણાથી સાવધ થઈને, તેમાંથી છટકી જવા લાગ્યાં છે. (આઉટર સર્કલ) જાહેર મંડળ” અને (ઇનર સર્કલ) “ગુપ્ત મંડળ” એવા બે ભાગમાં થીઓસોફીકલ સોસાયટી વહેંચાયેલી છે; અને ગુપ્ત-આંતર મંડળના ભેદી ચમત્કારોથી ચમકીને થીઓસોફીથી દૂર થનારાં માછલાંઓ, ફરીથી એ દિશા તરફ નજર કરવાની પણ ભાગ્યેજ તસ્દી લે છે ! શ્રી. કૃષ્ણમૂર્તિ ઢોંગી “જગદગુરુ” બનીને પૂજાવાને બદલે, સામાન્ય જીવન ગાળી, સત્યની શોધમાં રચ્યા પચ્યા રહે છે, તેને માટે તેમને ધન્યવાદ આપી, ડે.એની બીસેન્ટ અને થીઓસોફીસ્ટ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy