________________
૪૭૪
શુભસંગ્રહ-ભાગ ૭ માં શાંતિલાલ-(મનમાં) આજે પેલું રિન્ટમેન્ટ (કરકસર) બીલ પાસ થયાનું સાંભળીને જ ધ્રાસ્કો પડે છે. કોને ખબર શું થશે ! આજે જ્યારે જ્યારે પ્રસંગ મળ્યો ત્યારે ત્યારે સાહેબને લળી લળીને સલામ કરી, પણ છેવટે ગરમ થવાને હતો તે તે થયાજ. ડેમ ફૂલ'ની પુષ્પવૃષ્ટિ પણ ચૂક્યું નહિ. અને પેલે ત્રીકમલાલ ત્રવાડી તો મારા સામું જોઈને ખી, ખી, ખી, ખી, હસતો જતો. કેણુ જાણે કયા જન્મનું મારે ને એને વેર હશે? હમેશાં તે હેડકલાર્કના કાન કરડતો જ હોય છે. શું કારસ્થાન ચાલે છે તે તો રામ જાણે! તે ......ની યાદ આવે છે કે તુરત શરીરમાં આગ થાય છે. પટેલની જગ્યાએ હું હેડકલાક થવાનો હતો પણપણુ-ઉહું હું (માથું દબાવે છે) સરવાળા બાદબાકી કરીને આજ તો માથું દુ:ખવા આવ્યું છે. હવે તો ચહા....(સીતા દૂધનો પ્યાલો લઈને આવે છે.)
શાંતિલાલ–શું લાવી આ ? સીતા–મારા વહાલા માટે દૂધ. શાંતિલાલ–(પ્યાલો હાથમાં લઈને) દૂધ! ગટરમાં નાખી તેને!
(પ્યાલો દૂર ફેંકી દે છે. આખા ઘરમાં દૂધ, દૂધ થઈ જાય છે. માથા પર હાથ અફાળા, પગ પછાડ અને ફેટ બગલમાં નાખતે શાંતિલાલ ગુસ્સામાં ને ગુસ્સામાં બહાર નીકળે છે. સીતાની આંખમાં પાછું આવે છે અને લાંબા નિસાસો મૂકે છે.)
સીતા–આજે તમને આ થયું છે શું ? શાંતિલાલ-તારું અને મારું કપાળ ! (બહાર ચાલ્યો જાય છે.)
પ્રવેશ ૨ જે. (સ્થળ–હેડકલાર્કનું ઘરઃ ચારપાંચ કારકુન નીચું મોટું કરી ટેબલ પાસે ઉભા છેઃ પગને અવાજ ન થવા દેતાં, બીતે બીતે શાંતિલાલ પ્રવેશ કરે છે.)
હેડકલાર્ક-શાંતિલાલ! આ બીજાઓની પેઠે, પહેલી તારીખથી તમને નેકરી પરથી કમી કરવામાં આવે છે. આ જુઓ સાહેબને હુકમ! (હુકમને કાગળ બતાવે છે.)
શાંતિલાલ-(ધ્રુજતો ધ્રુજતો હાથ જોડીને) પટેલ સાહેબહું-ગરીબ મા......મારા પર.. .
હેડકલાર્ક-મને શું કહે છે? કહે સાહેબને! હું કેણ? હું તો ફક્ત હુકમને તાબેદાર.
શાંતિલાલ–પણ...મારા પર જરા–સાહેબ પાસે શીકારસ-જરા......
હેડકલાર્ક –તે કાંઈ મને કહે નહિઃ આ રિચમેન્ટ(કરકસર)ને ધસારો મારા પર સુદ્ધાં ક્યારે આવશે તેને કાંઇ નિયમ નથી તે હું તમને કેવી રીતે બચાવી શકું? જાઓ, જાઓ, તમે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat