SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ–ભાગ ૭ મે નિપુણત્તા ધરાવનાર વ્યક્તિ જ મંડળની ઉચ્ચ શ્રેણીમાં પ્રવેશ કરી શકતી. મંડળના સભાસદ રાજનૈતિક વિષયે અને ક્રાંતિકારક કાર્યોમાં કદી ભાગ લઇ શકતા નહિ. તેઓ શાંતિમય અને પરોપકારી જીવન ગુજારતા. ઉચ્ચ શ્રેણીના સભાસદને ઈસીર કહેવામાં આવતો અને તે પૂજન્મ ગણાતો. ઇસીરે સત્યનું કડક રીતે પાલન કરતા અને તેઓ છળ, અધર્મ, ઈર્ષા, દ્વેષ અને હિંસાને પાપ સમજી તેનાથી દૂર રહેતા. - ઇશુ આવા આદર્શ મંડળના સભ્ય હોઈ તેનું જીવન અતિ પવિત્ર અને પરોપકારી હતું. તેણે આ મંડળના આશ્રય હેઠળ ધર્મોપદેશ કરવાનું કામ ઉપાડી લીધું. તે સત્ય અને અહિંસાના સિદ્ધાંતોને લોકસમુદાયની અંદર પ્રચાર કરવા લાગ્યો. પોતાના ઉચ્ચ ધર્મજ્ઞાન અને પવિત્ર જીવનને લીધે ઈશુ આખા મંડળમાં પૂજ્ય થઈ પડેલો અને લોકગણ પણ તેને પૂજવા લાગ્યો. દિવસે દિવસે તેવી ખ્યાતિ એટલી બધી વધી પડી કે ધર્મઢોંગી પૂજારીઓ તેનાથી ડરવા લાગ્યા અને તેના તરફ ઠેષભાવની નજરે જોવા લાગ્યા. ઈશુ લેખો સમક્ષ આત્મિક સામ્રાજ્યની સ્થાપનાની વાતો કરતે, પણ આ ધર્ષઢાંકીઓએ એવી વાત ઉડાવી કે, ઈશુ જેરૂસલેમના રાજાને ગાદીએથી ઉઠાડી મૂકીને પોતે તે ગાદી પચાવી પાડવા માગે છે. પિતાના માર્ગમાં કંટકરૂપ થઈ પડેલા ઈશુને દૂર કરવાની, કહેવાતા ધર્મગુરુઓની તથા પૂજારીઓની આ એક તરકીબજ હતી. તેઓએ ભેગા મળીને ઈશુના ઉપર રાજદ્રોહનો આરોપ મૂક્યો અને મુખ્ય પૂજારી અફસે ઈશુને પકડી આણવાનું ફરમાન કાઢયું. ઈશુના એક કૃતઘ શિષ્ય જુડાસે ઈશુને છેતર્યો અને તેને પકડાવ્યો. ઇશુને એક ચજદ્રોહીતરીકે રોમન સૂબા પાઈલેટની અદાલતમાં ખડે કરવામાં આવ્યો. ભરઅદાલતમાં ઈશુએ જણાવ્યું કે, પિતે લોકોને સત્ય અને અહિંસમિાજ ઉપદેશ કરતો હતો; છતાં કૅઆફસ તથા બીજા પૂરીઓની શેહમાં તણાઈને પાછલેટે ઇશુને દેહાંતદંડની સજા ફલ્માવી અને ઈશુને ક્રુસ પર ચઢાવવામાં આવ્યો. ફુસારહણ પછી ઇશુ મરણ પામેલ અને તેનું શબ જોસેફ લઈ ગયો, ત્યાર પછી તે સજીવન થયેલે અને જુદે જુદે સ્થળે દશ વાર તેણે પોતાના શિષ્યોને દર્શન આપેલાં એવું ઈછલોમાં લખેલું છે. પણ આગળ જણાવેલા ગુપ્ત મંડળના એક સભ્ય લખેલા પત્રમાં આ સંબંધી એવું જણાવેલું છે કે, ઈશુ વધસ્તંભ ઉપર મરણ પાઓ મ હતો. તે બેશુદ્ધ પડેલો હતો. એ વખતે ગુપ્ત મંડળના જોસેફ નામના એક સભાસદે રામન સુબા પાઈલેટની પરવાનગીથી ઈશુનું જન્મી શરીર મેળવી લીધું. પછી એ મંડળના નિકેદમસ નામના બીજા એક સભાસદે ઈશુની શુશ્રુષા કરી અને કેટલાક ઉપચારો પછી ઈશુ સાજો થયો. ત્યાર પછી ઈશુ પાછા ગુણ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy