SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શુભસંગ્રહ-ભાગ ૭ માં મકાન પાસે જતી ટ્રામની ઘંટડી કંડકટરે કેટલી વાર વગાડી, ટ્રામ કેટલી વાર આવી તથા ગઈ, અનેકવિધ કવિતાના પ્રયોગ, ગુણાકાર, છૂટા છવાયાં વાકયો, પાસે એક જણ ડંકા વગાડ્યા કરે તે ગણવા ઇત્યાદિથી તે વખતે આખું મુંબઈ છક થઇ ગયું હતું અને શાસ્ત્રીજીને એક ઉમદા પર્સ એનાયત કરી હતી. આ સઘળા દ્રવ્યનો ઉપયોગ શાસ્ત્રીજીએ પિતાના ગ્રંથો છપાવવામાં કરી દીધો હતો. મુંબઈના હરેક વર્તમાનપત્રે અને ખાસ કરીને ગુજરાતી પ આ સરસ્વતીના પુત્રની અત્યંત પ્રશંસા કરી હતી. મોરબીમાં આ વખતે જાણે કેમ તેના પૂર્વજન્મના સહગી ગુરુભાઈ જેવા કલાસમાંથી એક અખાડાના યોગી મૃત્યુલોકમાંથી જન્મ લેતા આવ્યા હોય, ત્યારે એક જ સ્થળે ભેગા થયા હોય એવા શ્રીમંત અને જ્ઞાની પોપટભાઈ મોતીચંદનામના મહાન ધમિષ્ઠ, ધનાઢય અને પરમ જ્ઞાતા, તેમના અનન્ય મિત્ર, નેહી અને ગુણાનુરાગી હતા. અહોનિશ પોપટભાઇ શાસ્ત્રીજીને ગુરુતરીકે પૂજતા અને મોટા સમારંભથી દરવર્ષે ગુરુપૂર્ણિમાએ ગુરુપૂજામહસવ શાસ્ત્રીજીને પૂછને કરતા હતા. આ પૂજન થયા પહેલાં શાસ્ત્રીજી પિતાના ગુરુશ્રી કેશવજી શાસ્ત્રીના ફેટાનું પ્રથમ પૂજન કરતા, અને તેના વંશજોને ગુરુદક્ષિપણ મોકલી આપતા. સાહિત્ય, વિદ્યા, નાટક, કાવ્ય વગેરે સેવા કરવા ઉપરાંત શાસ્ત્રીજી એક વેદાંતી હતા, અને વેદાંતના અનેક ગ્રંથનું વાચનવિવેચન પોપટભાઈને ઘેર શાસ્ત્રીજી કરતા હતા. આ તેમની ઉત્તરાવસ્થાનું મહાન ધાર્મિક વર્તન સાહિત્યસેવા ઉપરાંત હતું. હમેશાં સાંજે બે કલાકથી ત્રણ કલાક પોપટભાઈને ઘેર શ્રવણ થતું અને ૪૦ થી ૫૦ ભાવિક શ્રોતાઓ હમેશાં હાજર રહેતા. આવી વેદાન્તજ્ઞાનકથાથી કેટલીએ વિધવા બહેનો પિતાને વખત પ્રભુભજનમાં, જ્ઞાનપ્રાપ્તિમાં વ્યતીત કરતી હતી, તેનું મહાન પુણ્ય શાસ્ત્રીજીને હતું. તેમને ઘેર પણ પ્રભાતમાં નવથી દશ સુધી અને રાત્રે ત્રિકમરાયના મંદિરમાં નવથી દશ સુધી શ્રવણ કરાવતા. તેમની આ વેદાંતજ્ઞાન કીતિ એટલી બધી વધી, કે હમેશાં વીસેક પરમહંસો શ્રીમાન પોપટભાઈના મહેમાન થઈને છ છ માસ કે વર્ષો સુધી રહેતા, અને સર્વનું આતિથ્ય શ્રીમાન પોપટભાઈ પ્રેમ કરતા. આથી નવીન તથા અદ્દભુત જ્ઞાનને રસ મોરબીની પ્રજાને હમેશ મળ્યા કરતે; એ મહાન પુણ્ય પણ શાસ્ત્રીજીના પ્રતાપથી હતું. શાસ્ત્રીજીનું નામ સાંભળીને ઘણાએ સંન્યાસીઓ, દંડીઓ, પરમહસે મોરબીમાં આવતા હતા. એ બધો શાસ્ત્રીજીને પ્રતાપ હતા, હવે તે મોરબીમાં એવા મહાત્માઓનાં દર્શન દુર્લભ થયાં છે. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy