SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શકરલાલ માહેશ્વરનાં સમરા ૧૦૭ નાટક, ભ્રાંતિભયભંજન અને છેવટનું બાલાચરત્ર. રવાજીરાજકીતિ –વિલાસ, વિશ્વાવિલાસ, મહેશપ્રાણપ્રિયા કથા, સ્તેાત્રસંગ્રહ, કૈલાસયાત્રા, ઝ ુવિરહ, ભાવનગરનરેશને મહારાજાનેા ખિતાબ મળ્યા તે સમયે કરેલું કાવ્ય, યુત પટ્ટણી સાહેબને સી. આઈ. જી. ના ખિતાબ મળ્યા ત્યારે કરેલું કાવ્ય, આદિ અનેક નાનાં કાવ્યાનેા સંગ્રહ કર્યો હતા. મિસિસ એનિ બિસેટ મેારખી આવ્યાં ત્યારે ધણજ રસિક કાવ્ય કર્યું હતું, રી વિશ્વન્ટ વિદુષી નહિ જ વંચા એ પદ હજી પણ યાદ છે. મહારાજા શ્રી લખધીરજીના લગ્નાત્સવ પ્રસ ંગે ઘણી ઉત્તમ પાદપૂર્તિએ તેમણે કરી હતી, તે અત્યારે મળે તા સાહિત્યમાં એર રસ આવે. આ ઉપરાંત ગુજરાતી ભાષાંતરે પણ તેમનાજ શ્રમનું પરિણામ હતું. શાસ્ત્રીજીના સ્નેહીઓમાં સ્વ. રણછેડભાઈ ઉદયરામ, સ્વ. મણિભાઇ જશભાઇ, શેઠ લક્ષ્મીદાસ ખીમજી, સર ચીનુભાઈ, ઝંડુ ભટ્ટજી, વૈદ્ય વિશ્વનાથજી, મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી, શ્રીયુત સર પટ્ટણી, કેશવકૃતિના સુપ્રસિદ્ધ કવિ કેશવલાલ અને કાર્ડિયાવાડના તમામ રાજા મહારાજાએ. લીંબડી, મેારી, ભાવનગર, પારખંદર, લખતર, વાંકાનેર આદિના રાજાએ શાસ્ત્રીજી તરફ અત્યંત પૂજ્યમુદ્ધિ ધરાવતા હતા. વળી મેારખીના મહારાજા સર વાઘજી બહાદૂરે હિમાલયની અને આખા હિંદની યાત્રામાં શાસ્ત્રીજીને સાથે રાખ્યા હતા, અને જ્યારે મેારખીમાં ૧૦૮ પારાયણા બેસાડી હતી ત્યારે અગ્રાસન શાસ્ત્રીનેજ આપવામાં આવ્યું હતું. અમદાવાદની સંસ્કૃત પાઠશાળામાં તેઓ હરવખત પરીક્ષક નીમાતા હતા. ઇ. સ. ૧૯૧૪ માં આપણા શહેનશાહ પચમ જ્ગ્યા તરફથી તેમને “મહામહેાપાધ્યાય’Öા ખિતાબ ચાંદ આપવામાં આવ્યા હતા; અને સંવત ૧૯૭૨માં ભારતધમ મહામંડળ, જેના સંચાલકા પંડિત મદનમેાહન માલવીયા અને દરભંગાનરેશ છે, તે મહામ`ડળ તરફથી શાસ્ત્રીજીને વિશર્મણ'ની પદવી મળી હતી. મારખીની આ હિતષિણી સભાએ શાસ્ત્રાજીને ધણું ઉચ્ચ કૅટિનું માનપત્ર આપ્યું હતું. તે ધણું મનનીય છે. શાસ્ત્રીજી ગુપ્ત દાનેા આપતા હતા, અને તે વિદ્યાપેાષક હતા. તેમને ધણી વખત પૈસાની ત`ગી રહેતી હતી. મુંબઇમાં વસતા મેરખીના શ્રીમંતા આ હકીકત જાણતા હતા, તેથી તેમને આગ્રહ કરી મુંબાઇમાં ખેાલાવ્યા, અને સરસ્વતીના અંગ સેવકના ચેાગ્ય સત્કાર અને બદલેા આપવા શતાવધાનના પ્રયાગેા કરાવ્યા. એકી સાથે સેા બીનાએ યાદ રાખવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy