SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ શુભસંગ્રહ ભાગ ૧ લો રાખવું. વિંછીના ડંખ પર આ પાણીમાં રૂનું પિલિયું ભિંજવીને મૂકી દેવું તથા વિંછી ચડ્યો હોય ત્યાંસુધી એજ પાણી ચોપડીને જમણા હાથે ઉપરથી નીચેની બાજુ તરફ જરા ભાર દઈને ઘસવું તથા થોડુંક રૂ શીશીના પાણીમાં પલાળીને વિંછી જે બાજુ કરડ્યો હોય તેની સામેની બાજુના નસ્કોરામાં જેરથી તેમાંનું પાણી સુંઘાડવું તથા એજ (ઉલટી બાજુના) કાનમાં પણ એ શીશીમાંનું પાણી થોડુંક નાખવું. ૧૪-ઠીંકરામાં ઘોડા અંગારા મૂકી તેના ઉપર હળદરની ભૂકી ભભરાવીને તેને ધૂમાડો કરડેલા અંગની સામેના નઢેરામાં લેવરાવવો. ૫૩-ગુગળના ધૂપનો મહિમા (લેખક:-માસ્તર કાળીદાસ રાજાભાઈ બગસરાકર “ગુજરાતી કેસરી') જે સ્થળની હવા જરા પણ બગડેલી માલુમ પડે અને જ્યારે ચેપી રોગનું જોર વધતા પ્રમાણમાં આવે, ત્યારે વિદ્વાનો હવનહામ કરવા ભલામણ કરે છે. આથી વાતાવરણ શુદ્ધ થઈ ચેપી રોગનાં ૫રમાણુઓ નષ્ટ થઈ ઘણી વખતે રોગનાશક હુમલાઓ તરત બંધ થતા. જોવામાં આવેલ છે. જે ઘરમાં “વૈશ્વદેવ” યશ નિયમિત થાય છે, તે ઘરના લેકમાં કઈ પણ ચેપીરોગ લાગુ પડવાને ભય રહેતો નથી. સુગંધિત દ્રવ્યોના ધૂપથી વાતાવરણ શુદ્ધ થઈ તે મનુષ્યોને નિરોગી અને બળવાન તેમજ સુખી રાખે છે. વિશેષ કરીને ગુગળનો ધૂપ વાતાવરણને એકદમ સુધારે છે; કારણ કે ગુગળ જંતુઓને નાશકર્તા છે. ગુગળનો ધૂપસંબંધે અથર્વવેદના કાંડ ૧૯ ના મંત્ર ૩૦માં લખેલું છે કે – न तं यक्ष्मा अवरून्धत नैनं शपथो अश्नुते । यं भेषजस्य गुग्गुलोः सुरभिर्गन्धोऽश्रुते ।। ગુગળ સુગંધિત વાસ ફેલાવે છે, તેથી યમા, ક્ષય વગેરે વ્યાધિઓ પીડા કરી શકતા નથી. વળી શપથ (શાપ ) કે કોઈની બદદુઆ કે કાઈનું મારણ–મેહન, ઉચ્ચાટન અથવા મંત્રતંત્ર ગુગળને ધૂપ લેનારને સતાવી શકતાં નથી. વળી આર્યવૈદ્યક ગ્રંથમાં લખ્યું છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy