SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ યુને અને તેની વપરાશના લાભ કઈ જનાવર કે માણસ તેમાં જતાંજ મરી જાય. ઘણી વાર જમીન પર ખાડા હોય છે અને ઘીચ વસ્તીને લીધે કે બીજા કોઈ કારણથી જમીનમાંથી કારબોનિક એસિડ ગેસ બહાર નીકળતી હોય તો ખાડામાં ભરાઈ રહે. આવા ખાડામાં સ્વાભાવિક રીતે નાનાં જનાવર જઈને બેસે કે તરતજ બેશુદ્ધ થવા માંડે. આવી આ કાર્બન ડાઈએકસાઈડ અથવા જેને કારબોનિક એસીડ ગેસ કહે છે, તેની અસર છે. આ કારબોનિક એસીડ ગેસને ચુને અને કોસ્ટીક સોડા જલદીથી ખેંચી લે છે; ન્યુમનીઆવાળાને શુદ્ધ ઑકિસજન આપવામાટે જે લોખંડના નળા ડોકટરના કહેવાથી આપણે લાવીએ છીએ, તે નળામાં ઓકિસજન ભરતી વખતે તે ચુના કે કોસ્ટીકમાંથી પસાર કરીને પછી ભરાય છે, જેથી કંઈપણ કારબેનિક એસિડ ગેસ ઑકિસજનમાં રહી ગઈ હોય તો પકડાઈ જાય. આપણે જેમ દરદીને ઓકિસજન આપીએ છીએ, તેમજ તે વખતે ભીંતે તાજો તાજો ચુનો ચોપડવાનું પણ રાબીએ, તે આખા ઓરડામાં ઑકિસજનજ ઑકિસજન થઈ રહે; કેમકે જે હવા આવે અને ભીતે અડે તે બધી શુદ્ધ થઈ જાય અને કારનિક ઍસિડ ગેસ ભીંતમાં શોષાઈ જાય તથા વાયુમાંના કિસજન વગેરે બીજા ભાગે રહી જાય, જે દરદીને ઘણો ફાયદો કરે. માથા આગળ યુનાના ગાંગડા રાખવાથી પણ ફાયદો થાય. નવા ઠેકાણે રહેવા જતાંજ આપણે સૌથી પ્રથમ ચૂનો ચોપડાવવાજ જોઈએ, જેથી હવા શુદ્ધ થતાં જે જંતુઓ ખરાબ હવામાં જ જીવી શકે છે અને રોગ પેદા કરે છે, તે નષ્ટ થાય અને ખરાબ હવા કે ભેજને લીધે રહેઠાણ કરનારાં જીવજંતુ આવીને રહે નહિ. આથી ઘણું ભયથી આપણે મુક્ત થઈએ છીએ. આ રીતે ચુનો આપણને માત્ર એકલો સફેત દેખાતી ચેખી ભીંતને સુંદર દેખાવ નથી પૂરે પાડતે, પણ હવાને ચેખી રાખીને રહેનારની તંદુરસ્તીને સંભાળે છે. આપણે ચુને વર્ષમાં એકાદ વાર લગાડીએ છીએ, તે ઠીક નથી. ત્રણ-ચાર વાર જરૂર લગાડવું જોઈએ; અને તેમાં સરસ, ગોળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy