SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - -.-. - - - - - - - - - - કાર અધિકારી ના વાળ કેધથી માતાના ધાવણમાં ઉપજતું ઝેર ૮૧ ભાવની વિરુદ્ધ હોવાના કારણથી આપણે વાસ્તવિક ઉપકાર નથી કરી શકતી. આ માટે જ્યારે કદી ઔષધિ સેવવાની આવશ્યકતા હોય, ત્યારે આપણા દેશમાં ઉત્પન્ન થયેલા ઔષધનું સેવન કરવું જોઈએ. વિદેશી ડોકટરની યા વિદેશી ઔષધિનું કદાપિ સેવન ન કરવું જોઈએ. (૧૫) શરીરની રક્ષાને માટે મનને પણ ઉન્નત બનાવવું જોઈએ. મનમાં ખરાબ વિચારો કદી ઉત્પન્ન ન થવા દેવા જોઇએ. (૧૬) મન અને શરીરની ઉન્નતિ મનુષ્યના આચરણપર આધાર રાખે છે. સદાચારી મનુષ્યજ ઉત્તમ શારીરિક અને માનસિક સ્વાથ્ય પ્રાપ્ત કરી શકે છે અને સદાચારી મનુષ્યજ ઉત્તમ સંતાન પ્રાપ્ત કરવાનો અધિકારી થઈ શકે છે. (૧૭) માથાપર નાના વાળ રાખવાથી સ્વાથ્ય સારું રહે છે અને ઉત્સાહની વૃદ્ધિ થાય છે. ' (૧૮) સ્વાચ્ય ખરાબ થવાપર યા રોગના ઉત્પન્ન થવાપર દવા કરવા કરતાં પથ્યપર અધિક ધ્યાન આપવું જોઈએ. ૪૭–ોધથી માતાના ધાવણમાં ઉપજતું ઝેર (“હિંદુસ્તાન” તા.૩૧-૫-૨૪) વિદ્વાન ડોકટરોએ એવી પરીક્ષા કરી છે કે, જે માતા પિતાના બાળકને ધવરાવતી વખતે ક્રોધમાં આવેલી હોય છે, તે માતાના ધાવણમાં અમુક પ્રકારનું ઝેર પેદા થાય છે. એક વખત એક માતા તેની પડોશણ સાથે ખૂબ વઢવાડ કરીને ઘણીજ ગુસ્સે થઈ ગઈ હતી. એવી હાલતમાં ઘેર આવીને તરતજ પિતાના બાળકને ધવરાવવા છાતીએ વળગાડયું; બાળક ધાવ્યું કે તરત તેને આંચકી આવવા લાગી અને મરવા પડયું હોય તેવાં ચિહને દેખાયાં. આટલા કારણસર જ આપણું ડોસીએ જ્યારે જ્યારે બાળકને ધવરાવવા માતા બેસે છે, ત્યારે ત્યારે તેને શાંત મનથી નિરાંતે બેસીને બાળકને ધવરાવવાની સૂચના કરે છે. હાલના જમાનાની જુવાન માતાઓ આ ડોસીશાસ્ત્રને અર્થ સમજશે કે પિતાનું ડહાપણું ચલાવશે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy