SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAA ૭૮ શુભસંગ્રહ-ભાગ ૧ લો ૫ ગરીબ માણસે ઉપર જુલમ-શીતળાની રસી ફરજીઆત મૂકવામાટે ગરીબ લેકે ઉપર જુલમ કરવામાં આવે છે. તે સંબંધમાં વખતોવખત આ દેશનાં વર્તમાનપત્રોમાં પિકાર છપાય છે, દાખલાતરીકે:-- (૧) “કાઠિયાવાડમાં નાનાં બાળકોને રાજ્યના શીળી કાઢનાર તરફ થી જે દુઃખ થાય છે તે દુ:ખ લખ્યું લખાય તેવું નથી.”-કાઠિયાવાડ ટાઈમ્સ, તા.૨૬-૯-૧૯૨૦. (૨) “મહુવામાં-શીળી ડોકટરોના પગારે વધ્યા, કોઇને ઘેર શીળી કાઢવા જવાની ફી ઠરી, વાહનનાં ભથ્થાં મળ્યાં, તોએ લાભને અંત નહિ. જેના હાથમાં છુરી આવી તે શું શું ઘાતકીપણું ન ગુજારી શકે ! પૈસાને ખાતર નાનાં બાળકે અને નિર્દોષ ઓરતો પર બસ સીતમજ ચાલે!” “સૌરાષ્ટ્ર” તા. ૧૦-૩-૧૯૨૩) ૬. પ્રાર્થના-(૧) ઉપર જણાવેલી લંડન ખાતેની પરમાર્થી મંડળીના સેક્રેટરીને માત્ર પાંચ શીલીંગ મેકલીને તેનું ઘણું જાણવાજોગ સાહિત્ય મંગાવીને વાંચવાની, (૨) શીતળાની રસીથી આ દેશમાં કેટલાં મરણે તથા ભયંકર દરદના કેસ થાય છે, તે જાણવા માટે ઘેર ઘેર જાતે તપાસ કરવાની, તથા (૩) ઉપર જણાવ્યા પ્રમાણે તે રસી ફરજીઆત મૂકવા માટે થતા જુલમથી ગરીબ લોકોને બચાવવાની આ દેશના દયાળુ અમલદારો તથા ડોકટરે મહેરબાની કરે, અને તેથી તેઓ લાખો આત્માઓના આશીર્વાદ મેળવે, એવી મારી પ્રાર્થના છે. ૭ બીજી પ્રાર્થના-લંડન ખાતેની ઉપર જણાવેલી મંડળીની એક શાખા આ દેશમાં સ્થાપવાની કોઈ દયાળુ આત્મા મહેરબાની કરે અને તેથી તેઓ મહાપુણ્ય કમાય, એ મારી બીજી પ્રાર્થના છે. જે માણસજાતના તેમજ જનાવરોના આશીર્વાદ લે છે, તેએને ઈશ્વરી ન્યાયાધીશ સ્વર્ગે મોકલે છે. જે માણસજાત તથા જનાવના શાપ લે છે, તેઓ નરકમાં પડીને ત્રાસદાયક પીડા ભોગવે છે. વાંચનાર! તમે શું લે છે?–માણસજાત તેમજ જનાવના આશીર્વાદ કે શાપ ? ઈશ્વરી ન્યાયાધીશને કેઈ ઠગી શકતું નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy