SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA મૃત્યુનો મહિમા અથવા કાણુ-મહેકાણ પાછળ પ્રેમ્િજનિત સદન તે રહેશેજ અને ભલે રહે. મૃત્યુ વિષેનું અજ્ઞાન દૂર થાય તેય ઓછું નથી. પ્રણયના પાલવે રદન નિર્માયલુંજ છે. પ્રેમાગી કલાપિ કહે છે કે –“કે પ્રીતિનું રુધિર સઘળું ઉષ્ણ અમૃતણું છે.” એ રુદનમાં કોઈ મહામૂલી મિઠાશ ભરી છે. એ રુદન આવકારલાયક છે. એ સદન જરૂર અહીં પૃથ્વીમાં સ્વર્ગને અંશ છે. કોઈ પણ હૃદયવાળી વ્યક્તિ એને વહાલથી વધાવ્યાવિના નહિ રહે. એથી શોકચિન્તા કે અન્ય દુઃખે ભારે થયેલાં હૈયાં હલકાં થાય છે. અંતરને અકળાવતો ડૂમો દૂર થાય છે. પ્રિય સ્મરણથી પાવન થયેલું હદય વધુ સ્નિગ્ધ, કમળ અને ભાવભર્યું બને છે. શોકાદિ ધૂમાડાથી રહિત છવ વધુ ઉજજવળ, ઉન્નત અને આનંદી બને છે. એકના એક પુત્રના વિયોગે અશ્રુને અભિનંદતાં કવિશ્રી નરસિંહરાવ પણ લખે છે કે – “જ્ઞાન બધે રેકિયાં અમુજળ રેલાવીને, સ્મરણ મોંધાં બાળનાં તાજાં નિરન્તર છો બને; અશ્રુ ઔષધ દુઃખનું સ્નેહ વધે આપિયું, અક્ષરૂપે વહી જતું વિષ ઉર વિષે જે વ્યાપિયું.” એ અમેલાં અશ્રુ ભલે હરકેાઈ સારે. એમના તરફ સર્વની સહાનુભૂતિ ઘટે છે; પણ જરા વિષયાન્તર વેઠીનેય આપણે પૂછીએ કે, એ શાન્તરસપ્રધાન કાર્યમાં હાસ્યપ્રધાન ફૂટવાના ફારસની શી જરૂર ? એ અંતર્ગત લાગણીનું માત્ર ક્ષુલ્લક પ્રકટીકરણ નથી? પ્રેમની સરભાવનાને નામે એ માત્ર બાહ્ય આડંબર નથી ? એથી તે પ્રેમ લજવાય છે. શુદ્ધ પ્રેમ કદી એવા દેખાડાની અપેક્ષા રાખે ખરે? વળી એ કુટણી ફારસમાં કાણુ–મેહેકાણના કૅમીક પ્રવેશને ઉમેરો શા કાજે? સગાં-સ્નેહીઓએ આશ્વાસન આપવા આવવું હોય તો એકલા નથી અવાતું? સારે સંધ સાથે લાવવાની જરૂર ? આવાસન લેનારથી ઘરને ખૂણે નથી લેવાતું ? આખા ગામને જાહેર કરી લેવાથી આવ્યાસનમાં કાષ્ટ અદ્દભુત ઉમેરે થાય છે? મરતાં સુધી મલાજો રાખનારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy