SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ vunnnnnnnnnnn vvvvvvvvvvvvvv - * - V * * * 5+vvvvv 11 : 15 શુભસંગ્રહ-ભાગ ૧ લો આપે છે; યાત્રીઓની સગવડ અર્થ-તેમની માલમત્તાની રક્ષા અર્થે રાત્રિદિવસના ઉજાગરા વેઠે છે. ખાદી પહેરનાર એ જાડી ધાબળીવાળા જુવાન! તું તારી જુવાની સાચી માણી છે. તારી જુવાની સફળ ઉતારી છે. તેં તારું જીવન જીવી જાણ્યું છે. વૌઠાના મેળામાં એવી જુવાની ઝળકતી હતી. અમારા એ જુવાન ! તમારે જુવાની સાચી માણવી હોય તે આવજે, આ માર્ગે અમારાં તમને આમંત્રણ છે! ૩૭–શિવાજી–મુક્તિના યુગનો પિતા (લેખક-સાધુ વાસવાણી—“હિંદુસ્તાન” તા. ૨૧-૪-૨૪) શિવાજી એ તે મહારાષ્ટ્રની અણમોલ દેલત છે. મહારાષ્ટ્ર નહિ, પરંતુ આખા હિંદને તે આત્મા છે. હું ધારું છું કે, એવો સમય આવી લાગ્યો છે, કે જયારે દૂરંદેશ પુના ચૂકાદાવડે મહારાજા શિવાજીને માનવસમાજના શૂરવીર પુરુષોને મેખરે મૂકવામાં આવશે. ટીકાકારો એનામાં ખામીઓ શોધે છે અને એની લડાઈઓને ખામીતરીકે આગળ ધરે છે; પરંતુ આ લડાઈએ પિતાની જાતિને સ્વતંત્ર કરવાની ભાવનાથી લડવામાં આવી હતી. એના વિગ્રહ લોકરક્ષણને કાજે હતા, એ માટે એને ધર્મના રક્ષક તરીકે ઓળખવામાં આવે છે, તે વ્યાજબી છે. હિંદુઓના એ નરવરે ઈસ્લામ ઉર આક્ષેપ કદી કર્યા નથી, એણે એક પણ મજીદ તોડી નથી. એ ભણેલો ન હતો, છતાં એણે હિંદુધર્મના સાર્વજનિક સિદ્ધાંત પચાવ્યા હતા. તે મેંગલોની આપખુદ સત્તાને વિરોધી હતો, પણ મુસલમાનધર્મને વિરોધી ન હતો. કેટલાકે તેને કાયદાને ઉછેદક ગણે છે, પણ કર્મવીરે કાયદાનાં બણગાં નથી ફુકતા. કર્મવીરે નવી સમાજરચના અને તેની સુધારણા માટે બનાવટી કાયદાનો ભંગ કરે છે. કેટલાક કહે છે કે, શિવાજી બળવાખોર હતું, પણ ત્યારે તે જ્યોર્જ વોશિંગ્ટન પણ એજ હતો. આવા બળવારે તો જાતના ઉદ્ધારકે હોય છે. હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy