________________
શુભસંગ્રહ-ભાગ ૧ લો એમ માની વખતોવખત અભ્યાસ કરી તેને ખાવાની ટેવ પડે છે.
તમાકુમાં પિત્ત વધારવાને, મદ ચઢાવવાનો, ભ્રમ કરવાનો તથા આંખના તેજને હરી લેવાનો ગુણ છે. તમાકુમાં ઝેર રહેલું હોવાથી જનાવરાનાં-કીડીઆળાં ઘરમાં તે દાબવાથી કીડા તથા જંતુઓ મરી જાય છે. તેનાં પાન અંડવૃદ્ધિ (વધરાવળ) ઉપર સીલારસ ચોપડી બાંધવાથી ફાયદો કરે છે. તેના પાણીથી જૂ મરી જાય છે. તેના નિત્ય સેવનથી શરીરમાં ટુંક વખત માટે તે જાતિ પેદા કરે છે; પણ પછીથી તેના વગર ચાલતું નથી અને તે પોતાનું છુપું ઝેર શરીરમાં દાખલ કરી શરીરના સારા અવયવોને પણ ઝેરી બનાવે છે.
તમાકુ પીનારાઓને સૂચના તમાકુનું વ્યસન દુષ્ટ છે. તેનાથી કોઈ પણ પ્રકારનો લાભ છે જ નહિ. ફક્ત થોડાક વખત સુધી તે શરીરને નિશામાં રાખે છે, પણ અંતે તે તમાકુથી શરીર ફિકકું પડી જઈ પાંડુરોગ અને ક્ષયરોગ થાય છે. તમાકુને લીધે જ દારૂ પીવાનું વ્યસન પડે છે. તે સંબંધમાં યુર્કમાં તમાકુ વિરુદ્ધ હિલચાલ ચલાવનારી મંડળી (યુર્ક એન્ટી ટૅબેકે સોસાયટી) પોતાના રિપોર્ટમાં જણાવે છે કે, થુંક પેદા થાય છે તે ગ્રંથિઓ (સૅલીવરી ગ્લાન્ડસ)માંથી તમાકુ પીવાથી તથા ખાવાથી થુંક ખૂટી જાય છે અને તેથી તમાકુ પીધા અગર ખાધા પછી (કેટલાકને) દારૂ પીવાનું મન થાય છે. તમાકુથી નાડી નરમ પડે છે, શરીર ફિક્કુ થઈ જાય છે, મેંમાં ચાંદીઓ પડે છે, પેટમાં ભયંકર વ્યાધિ થાય છે, લોહી અનિયમિત રીતે કરે છે અને આંખે અંધાપો આવી જાય છે. કેટલાક એમ કહે છે કે, તમાકુથી અમને ઝાડા તથા પેશાબને ખુલાસો રહે છે. વખતે તેમ હશે; પણ જે લોકે તમાકુ નથી પીતા તેને પણ ઝાડા તથા પેશાબને ખુલાસે રહે છે. એકંદરે જોતાં તમાકુ શરીરને બગાડનાર ચીજ છે. તમાકુ અનાજ નથી. તે નથી દૂધ કે નથી પુષ્ટિ આપનારો પદાર્થ. તમાકુ પીનારાઓએ આ સર્વ વાંચી-વિચારી તમાકને ધીમે ધીમે કાઢી નાખવા પ્રયતન કર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com