SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શુભસ ગ્રહું-ભાગ ૧ લા સત્ર ફેલાયું છે અને તેથી લકવા, અતિ વા તથા નબળાઇનાં દરદા હજારગણાં વધી પડયાં છે. ” ચાવિષે એક વિદ્વાને નીચેના એક સુંદર શ્લા બનાવ્યેા છે:प्रज्ञैरज्ञैस्तरुणजरठैर्ब्राह्मणैरन्त्यजातैः । पौरैग्रम्यैनरपतिवरैर्निर्गृहैर्निः स्वकैश्च ॥ प्रातः सायं नियमिततयाभ्यर्चितो भक्तिभावाद् । हा ! हा ! चाहा हत कलियुगे कर्षति प्राणवित्तम् ॥ અરે ડાહ્યા, મૂર્ખ, જુવાન અને વૃદ્ધ માણસા, બ્રાહ્મણ તેમજ સજો, શહેરી તથા ગ્રામ્યજના, રાજા અને ધરહીન તથા સાધનહીન લાકા ! તમારાથી નિયમિતપણે સવાર–સાંજ ભક્તિભાવથી આદરને પામતી ચા આ કલિયુગને વિષે પ્રાણ અને દ્રવ્ય બન્નેની હાનિ કરેછે! આ શ્લાક અક્ષરશઃ સત્ય છે, એમ વિચાર કરતાં સાક્ માલૂમ પડશે. ચાથી થતી આર્થિક ખરામી ચાથી આર્થિક ખરાખી પણ પારવગરની છે. સને ૧૯૦૬-૭ માં આ દેશમાં પાંચ લાખ અગીઆર હજાર એકરમાં ચા વાવવામાં આવી હતી અને તેમાંથી સાડીત્રેવીસ કરાડ જેટલી ચાના પાક થયા હતા. તે પાકમાંથી ભાગ ચા આ દેશમાં વપરાઇ હાય તેમ ગણીએ તેપણ કરાડે। રૂપીઆની ચા પીવાનુ` વિનાશકારક ધારણ ચાલુ થયું ગણાય. ચાની સાથે વાપરવામાટે કરેાડા રૂપીઆની ખાંડ પણ પરદેશથી મંગાવવી પડે છે. આ સવથી પૈસા તથા તંદુરસ્તીના નુકસાનને હિસાખ રહેતા નથી. આ સ` આર્થિક ખાજો આપણા ગરીબ દેશમાં વધારે પડતા છે, એમ કહેવામાં જરાએ અતિશયાક્તિ નથી. મહાત્મા ગાંધીજીના સદુપદેશથી આજકાલ કેટલીક Čાટલેા બંધ થઇ છે અને થતી જાય છે તથા ઘણી જ્ઞાતિમાં ચાના બહિષ્કારમાટે સખત પગલાં લેવાય છે અને ઘણાં કુટુ ખેામાંથી ચા પીવાના ચાલ નીકળી ગયા છે. આવા હાનિકારક ખેાજામાંથી મુક્ત થવામાટે ઉગતી પ્રજા સમક્ષ ચા-કારી તથા કેાકેાનાં પીણાં કેટલાં જોખમકારક છે તે સમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy