________________
શુભસંગ્રહ-ભાગ ૧ લે આપવા તથા ઉન્નત બનાવવાને માટે તમે શું પ્રયત્ન કરે છે ?”
“જે દેશમાં, જે પ્રજામાં નારીપૂજા નથી, તે દેશ, પ્રજા કોઈ કાળે મહાન કે ઉન્નત થઈ શકે નહિ. નારીરૂપી શક્તિ-મૂર્તિની અવગણના કરવાથી જ આજે તમારું અધઃપતન થયું છે.”
“અત્યારે પણ આ દેશની કન્યાઓમાં અને સ્ત્રીઓમાં જેવું સઃવર્તન, સેવાભાવ, સ્નેહ, દયા, સંતોષ તથા પતિભક્તિ જોવામાં આવે છે, તેવું પૃથ્વીના બીજા કોઈ ભાગમાં મેં જોયું નથી.”
“એકમાત્ર ભારતવર્ષની કન્યાઓને જોવાથી આંખો ઠરે છે. તેમનામાં લજજા-વિનય આદિ સગુણો હજી પણ જેવા ને તેવાજ રહી શક્યા છે. આવાં સરસ સાધનો હોવા છતાં તમે સ્ત્રી જતિની ઉન્નતિ કરી શકતા નથી !”
મહામાયાની સાક્ષાત્ પ્રતિમા જેવી સ્ત્રી જાતિને તમે ઉદ્ધાર નહિ કરો અને દેવતુલ્ય ગરીબ વર્ગને જાગ્રત નહિ કરે, ત્યાં સુધી તમારા દેશને ઉદ્ધાર નથી.”
તેઓમાં જ્ઞાનને પ્રકાશજ ફેલાવવાનું કાર્ય તમારે કરવાનું છે. યોગ્ય શિક્ષણ મળે તો તમારા દેશની સ્ત્રીઓ હજી પણ “આદર્શ સ્ત્રીઓ બની શકે તેમ છે.”
જે જે આદર્શ નારીઓ થઈ ગઈ છે, તે સર્વ પવિત્ર સન્નારીએનાં જીવનચરિત્ર કન્યાઓની નજર આગળ તરતાં રાખવાં જોઈએ.”
ડાજ સમયમાં એક અભુત નવું ભારત અપૂર્વ મહિમાવાન બનીને જગતને આશ્ચર્યચકિત કરતું આવિર્ભાવ પામશે. મારી દૃઢ ધારણા છે કે, એવો સુંદર ફેરફાર થવા લાગ્યો છે અને એ શુભ દિવસ થોડા જ સમયમાં તેજસ્વી ઉદયકિરણથી ચળકી રહેશે !”
(“બંકિમ નિબંધમાળામાંથી) સ્ત્રીઓ એ સાક્ષાત ક્ષમા, દયા અને સ્નેહની દેવી મૂર્તિઓ છે.” “ શાળાઓમાં ભણ્યાવિના પણ જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે.”
“ કથા અને હરિકીર્તન એ પૂર્વકાળે જ્ઞાનપ્રાપ્તિને એકમુખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com