________________
પ્રાત:કાળની શાંતિ-રાજ વહેલા ઉઠી.
૧૬૫
વેદનાને દાવાનળ સળગે છે. કારણ કે મારી માડીનાં બાળકા અકિચન છે, કારણ કે મારી જનનીનું ઘર લૂંટાય છે, કારણ કે મારા બંધુએ ઉપર દરિયાપારના વાસીએએ આક્રમણા આદર્યો છે.
છતાંએ, આ પુરાતન દેશના દુઃખના કિનારા દૂર નથી, એવી આશાની વાણી ગિરિશિખરાપરથી સંભળાય છે અને આપણી લડતને અંતે માતાને શિરે વિજયના મુગટ મડાશે એવાં પ્રેરણા–વચન ભારતના પયગંબરે ભણે છે.
ફરી વાર પક્ષીએ તેમનાં મધુર ગીત ગાય છે અને વન વનમાંથી કલ્લાલના સૂર ઉઠે છે, સુધાકર સુધા વસે છે અને તારકા તેમના સજનાના સંદેશ પ્રકારો છે. એ નીરખી મારા અંતરમાં આશા ઉભરાય છે, ઉત્સાહની ભરતી ચઢે છે, શ્રદ્ધા પ્રગટે છે.
આર્યાવત નાં એ પુત્રપુત્રીએ ! એ સ પુરાતન ભારતવષઁનાં સંતાના! જાગેા, અને પ્રભાતના પ્રકાશથી ઝળહળતા તમારી જનનીના-ભારતમાતાના તેજસ્વી મુખારવિંદનાં દર્શીન કરે; એ જગતકલ્યાણિની જગદંબાની પૂજા કરે.
૮૬–પ્રાત:કાળની શાંતિ–રાજ વહેલા ઉઠા.
( લેખકઃ-વેલજી દેવરાજ; “લેાહાણા હિતેચ્છુ”–તા ૧૭–૧૨–૨૫) પ્રાતઃકાળને સમય આખા દિવસમાં સૌથી અગત્યના, આપણા જીવ નની પ્રષુલ્લતા અને નિ`ળતાના નિયામક છે. પ્રાતઃકાળમાં આપણુ મન ક્રારા કાગળ જેવું ઉપાધિરહિત, ખીલતાં પુષ્પના જેવુ હાય છે.
જેવી રીતે માનવજીવનમાં બાલ્યાવસ્થા એ આખા જીવનના મીજારેાપણના ભાગ છે-મૂળ છે, તેવીજ રીતે આખા દિવસમાં પ્રાંતઃકાળ એ મૂળરૂપ છે. જેનું ખાણ્યજીવન સંસ્કારી ન થયું તેનું પછીનું જીવન જેમ મેાટે ભાગે નિરક જાય છે, તેમ જેણે પ્રાતઃકાળ ફેગટ ગુમા વ્યા તેના આખા દિવસ એળે જાય છે.
પ્રાતઃકાળમાં ઉઠતાંની સાથે એકાગ્રચિત્તે ઈશ્વરસ્મરણ કરી આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com