SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સિારાને સપૂત ૧૩૩ માન મૂકી, તેના ચરણનું શરણ નહિ શોધવું પડયું હેાય ? ધર્મના મર્મને જાણનાર એ ધર્મધુરંધરના ઉપદેશામૃતથી ક્યા આર્યનું હૃદય નિઃસંદેહ બની ઈશ્વરપરાયણ નહિ થયું હોય? કર્મયોગી કૃષ્ણ અને મર્યાદાપુરુષોત્તમ શ્રીરામના પુનિત ચરિત્રના ઉજજ્વલ આદર્શોનું સત્ય સ્વરૂપ સમજાવનાર એ સત્યમૂર્તિના ઉપદેશપર કાણુ મુગ્ધ નહિ થયું હેય ? આર્તનાદ કરતી ગૌમાતાના બલિદાનથી અપવિત્ર બનેલી ભારતની પુણ્યભૂમિને પુનઃ દેવભૂમિ બનાવવા અગકરુણાનિધિ” રચનાર એ કરુણાનિધિના પુણ્યકાર્યથી કોનું હૃદય પ્રસન્ન નહિ થયું હોય? દયા અને આનંદના સાગરસમા દિવ્ય ગુણયુક્ત એ દેવ દયાનંદના દર્શનમાત્રથી પરાજિત થઈ, કયા દુશ્મને તે ચરણરજને સ્વમસ્તકે નહિ ચઢાવી હેય? સ્વરાજ્યપ્રાપ્તિના સર્વમાન્ય સિદ્ધાંતને પ્રથમ પ્રચારક એ આવ રાષ્ટ્રનિર્માતાને કયો રાજગી (લીડર) પિતાના રાષ્ટ્રગુરુ કહી નહિ પુકારતો હોય ? લોકહિતને સત્યપદેશ કરતાં તેમના તરફથી પ્રસાદરૂપ મળેલા ઈટ અને પથ્થરાદિના પ્રહારો તથા વિષની વિષમ વેદનારૂપી પુષ્પમાળાને હસતે મુખે દેહપર ધારણ કરનાર એ આદર્શ સહિષ્ણુનું કાણ ઉદાહરણ નહિ લે? એવા એવા અનેક દિવ્ય ગુણેથી વિભૂષિત એ અધિતીય ગીના પ્રાતઃસ્મરણીય નામથી કયો અજ્ઞ અજ્ઞાત હશે ? ટંકારા(સૌરાષ્ટ્રમાં જન્મ લઈ વેદટંકાર કરવાને સરજાયેલા એ તપસ્વીનું નામ સાંભળી કયા સૌરાષ્ટ્રવાસીનું મસ્તક ગર્વથી ઉન્નત નહિ થતું હોય? છાતી વેત વેંત નહિ ફૂલતી હોય ? આંખ હર્ષાથથી નહિ ઉભરાતી હાય? સૌરાષ્ટ્રવાસીઓ! આજે ધર્માદીપર પિતાના આત્માનું બલિદાન દેનાર એ આપણી માતાના પનોતા પુત્રને આ અવની પર અવતર્યાને સે વર્ષ પૂરાં થાય છે. સૌરાષ્ટ્રને એ વીરપુત્ર સ્વદેશાબંધુનાજ હાથથી વિષપાન કરી સ્વર્ગે સીધાવ્યો છે. વીરપૂજામાં અપૂર્વ આનંદ માનતી સૌરાષ્ટ્રની પ્રજા શું એ પોતાના ધર્મવીરની પૂજા નહિ કરે? તેના આત્મામાં આરાધન નહિ આદરે? અને સૌરાષ્ટ્રના એ બધા તમે ? ઉચ્ચ ઔદીચ્ચ કુળમાં અવતરી સમસ્ત વ્યાયામને માવShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035269
Book TitleShubh Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1928
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy