________________
*
* * *
*
- "
vvvvvvvvvvvvvvvvvvvvvv
શુભસંગ્રહ-ભાગ ૧ આવતાં હતાં. ધીમે ધીમે લોક અદશ્ય થઈ ગયા. સંત કબીર અને પેલી સ્ત્રી, એ બેજ હવે ત્યાં રહ્યાં. સંત કબીર પેલી સ્ત્રી પાસે આવ્યા અને તેને હાથ જોડીને કહ્યું કે “માતા ! તું પાછી ઘેર ચાલી જા. મારી ખાત્રી છે કે, હવે પછી તું કદીએ પાપ નહિ કરે.” - સ્ત્રીની આંખમાંથી આંસુની રેલ ચાલી. કબીરે તેને રડવા દીધી. આંસુધારા એનાં પાપ એસરી જતાં હતાં.
તે દિવસથી પેલી સ્ત્રી કબીરની પરમ ભક્ત બની. કબીરપંથીઓએ તે મહાભાગ્યશાળી સ્ત્રીના બહુ ગુણ ગાયા છે. ૬૮–મહર્ષિનાઅમર આત્માને વંદન છે!
(“ગાંડીવ”-સુરત, તા. ૧૪-૨-૧૬નું મુખપૃદ ). એ વાતને સો સો વરસ વીતી ગયાં. ગઈ સદીના એક સુધન્ય વરસમાં ટંકારાના પુણ્યતીર્થે એણે જન્મ લીધે. સનાતન ધર્મના તેજોમય કીર્તિ દીપકની ઝાંખી પડતી શિખાઓને સંકેરવાને–તેને સતેજ કરવાને કાજે એને અવતાર હતો-અને,—અને એ પુણ્યપુરાણુ સંસ્કૃતિનાં એાસરતાં પૂરને તેણે પાછાં વાળ્યાં !
એ હતો મહર્ષિ ! મહાનથીયે મહાન ઋષિમુનિઓથી ન પળાયલાં વ્રતના એણે પરચા બતાવ્યા. મહત્તમ વિભૂતિઓની પરમ મહિમામયી શક્તિઓના ભૂલાતા જતા ઈતિહાસને એણે પાછા સજીવન કર્યા. સદ્ધર્મના અંધકારપછેડા હેઠળ છુપાયેલા અધર્મના મહાપટલોને એણે દુનિયાની દૃષ્ટિએ આણ્યા. સનાતન હિંદુત્વના દેહ પર થતા જખમેને નિવારવાના એણે માર્ગ બતાવ્યા.
એ હતે એકનિષ્ઠ બ્રહ્મચારી. ઇતિહાસને ચોપડે સુવર્ણક્ષરથી ઝળહળતા ભીષ્મપિતામહના જીવનાદર્શોને અશક્ય માનવા લાગતી થયેલી પ્રજાને આંગણે એણે બ્રહ્મચર્યનાં ઓજસ ઉતાર્યા, સત્ય તપશ્ચર્યાનાં બ્રહ્મવર્ચસ્વ દાખવ્યાં. સંન્યાસીઓને પરમ સંન્યાસી, સંસારીઓને પરમ પૂજનીય, સનાતન હિંદુધર્મને મહા ઉદ્ધારક-હિંદુત્વના પુનShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com