________________
સાગર એળંગવાને સેતુ ઉત્પન્ન થયું છે અને એનાથીજ એનું પાલનપોષણ થાય છે. માતાપિતાવડે એ પેદા થયું છે તે પણ એ માતાપિતાની શક્તિ પણ જાપાનની બહારની તો નથી જેને ?
વિદ્યાથી -નાજી.
શિક્ષક ત્યારે તો જાપાનને–આપણું માતૃભૂમિને પૂરેપૂરો અધિકાર છે કે જ્યારે યોગ્ય લાગે ત્યારે તારું શરીર એના ઉપયોગને માટે લઈ લે ! વિદ્યાર્થી-જી હા, એ વખતે મારું કોઈ પણ બહાનું ચાલેજ નહિ.
એટલીજ વાતચીતથી માતૃભૂમિ માટે પ્રાણસમર્પણ કરવાને ભાવ જાપાનીસ વિદ્યાથીની નસેનસમાં પ્રવેશ કરી જાય છે.
ખરેખર ધન્ય છે એ નાનાં નાનાં બાળકોને કે જેમની બુદ્ધિમાં બચપણથી જ આવી મહત્ત્વની વાત ઠસાવવામાં આવે છે, ઠસી જાય છે અને આચરણમાં ઉતારવા માંડે છે! આપણા દેશમાં તે એક બાજુ વિદ્વાન પંડિતજી અને બીજી બાજુ આલિમ ફાજિલ મોલવી સાહેબ, શતાબ્દીઓ વીતી ગઈ તે પણ એટલું વ્યાવહારિક સત્ય નથી સમજ્યા કે આપણે હિંદુ અને મુસલમાન એકજ માતા(ભારત)નાં સંતાન છીએ અને એકજ માતાનું દૂધ (અન્ન) પીએ છીએ એટલા માટે સગા ભાઈએ જ છીએ,
૩–સાગર ઓળંગવાનો સેતુ
(“નવયુગ”-શ્રી વસવાણુના લેખમાંથી) હિંદુસ્તાને ઘણુએ ગાઢ નિદ્રા લીધી છે; પણ આજે તે જાગે છે. એની આંખ જ્યારે ચેતનથી વિકસશે, એનું હૃદય જ્યારે આત્મજ્ઞાનથી ઝળહળશે ને એને જ્યારે સ્વરૂપનું આત્મભાન આવશે, ત્યારે સ્વરાજ એની હથેળીમાં હશે. આજે એની જાગૃતિમાં ઉણપ રહી છે; આજે હજી ગ્રામ્ય પ્રવેશ અધુરો રહ્યો છે. ગામેગામ રાષ્ટ્રને સંદેશ ફરી વળવો જોઈએ; ગામેગામ કુમારનાં સભ્યોએ રાવટીઓ નાખવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com