________________
--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
...
ન,
મનનનનનનન
૧૦૦
શુભસંગ્રહ-ભાગ ૧ લે अस्मिन्सधस्थे अध्युत्तरस्मिन्विश्वेदेवा यजमानश्च सीदत । भने अयं त इध्म आत्मा जातवेदस्तेनेध्यस्व वर्धस्व चेद्ध वर्धय । चास्मान्प्रजया पशुभिब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा ॥
આમાં જાતવેદ અગ્નિને પ્રાથને કહ્યું છે કે, તું વધ અને અમને વધાર-પશુ, બ્રહ્મવર્ચસ્, અન્ન વગેરેથી. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી હવનનું ગુણવર્ણન “આર્યજીવન'માં શ્રી રામશરણદાસ સકસેના એમ. એસ. સી. એ કર્યું હતું. તેમાં બીજા પણ મંત્ર આપીને અગ્નિથી સો વર્ષના આયુષ્યની પણ માગણી બતાવી હતી. હવનમાં મુખ્યત્વે ઘી, ઔષધિએ, અન્ન અને સુગંધી પદાર્થો તથા સાકર વપરાય છે. તેના ગુણ બાબત તેમના લેખમાંથી નીચેનાં ટાંચણે લીધાં છે –
“મદ્રાસના સેનેટરી કમિશ્નર કર્નલ કીંગ આઈ. એમ. એસ. એ ૨૫ મી માર્ચ સને ૧૮૯૮ એ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ઘી, કેસર તથા ચેખા મેળવીને બાળવાને ઉપદેશ કર્યો હતે...રોગ વગેરેના જીવાશુઓ આ ચીજે બાળવાથી ઉત્પન્ન થતી ગેસની હસ્તીમાં નષ્ટ થાય છે. હૈનકિને પિતાની “ ખૂબેનિક પ્લેગ” નામની ચોપડીમાં એ વ્યાખ્યાનનું વર્ણન કર્યું છે. કાંસના ડોહાફકીનની પણ સંમતિ છે કે, ઘીને બાળવાથી જે ધૂમાડી ઉત્પન્ન થાય છે, તે હાનિકારક છેવાણુઓનો નાશ કરે છે. ડૉ. ટ્રિલવર્ટ બળતી સાકર ઉપર પરીક્ષા કરીને બતાવ્યું કે, સાકરને બાળવાથી જે બાષ્પ ઉત્પન્ન થાય છે, તેમાં ફેમેંટડીહાઈડનું વધારે પ્રમાણુ હોય છે. તેનાથી ક્ષયરોગ, શીળી, કોલેરા વગેરેના જીવાણુ નષ્ટ થાય છે. હવનદ્રવ્યમાં જે એરમેટીકસ-સુગંધી દ્રવ્ય આવે છે, તેમાંનાં વોલટાઈલ આઈસ-ગરમીથી વરાળરૂપ થઈ જનારાં તેલો જબરાં જંતુનાશક (જમીસાઈડસ) છે.” શ્રી. સકસેના માને છે કે, હવનથી ઉત્પન થતી ધૂમાડીમાં એલ્ડીહાઈડસ, ફીલ્સ, કિયેસેટસ, ટર્પેન્સ અને સાઈકિલક કમ્પાઉન્ડન્સ હોય છે. આ બધું એમણે પ્રયોગોથી સિદ્ધ કર્યું છે અને એ પ્રયોગો વાંચવા જેવા હોવા છતાં વિસ્તારભયથી અહીં ઉતારી લીધા નથી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com