________________
પ્રકાશકીય
આગાદ્વારકશ્રીના જીવનચરિત્રમાં અનેક પ્રકારના વિષયે અને અનેક પ્રકારના પ્રસંગે લખવાના હેય છે. તેમાં મુનિશ્રીકંચનવિજયજીએ આમોદ્ધારકશ્રીની શ્રુતઉપાસના થાને સાહિત્ય સેવા તૈયાર કરી સંપાદન કરી બહાર પાડવાને પ્રયત્ન કર્યો છે અને તેનું પ્રકાશન જે મને મલ્યું છે, તે મ૨ અહેભાગ્ય છે. વળી તેને પ્રકાશન અંગે જે મદદ મેળવી આપી છે તે અંગે મદદ આપનાર ભાગ્યશાળીઓને ઉપકાર માનું છું. તે મુરબ્બીઓની શુભ નામાવલી અત્રે આપેલી છે. સંપાદન અંગે વિસ્મૃતિથી, દૃષ્ટિદેષથી, કે પ્રિસદેપથી કંઈ ભુલ રહેવા પામી હોય તે વાંચકોને સુધારી લેવા અમારી નમ્ર વિનંતિ છે. વિદ્વછંદને આમાંથી આગોદ્ધારકશ્રીની કૃતઉપાસના અંગે ઘણું જ જાણવા મળે તેમ છે. વાચકે આ પુસ્તિકાને સદુપયોગ કરી અમારા ઉદ્યમને સફળ કરશે એજ અભિલાષા.
આમુખ લખી આપનાર છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાને હું આભાર માનું છું.
રમણલાલ જયચંદ શાહ
વિજ્યાદશમી કપડવંજ
૨૦૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com