________________
૨૪]
પ્રકરણ ૧
આગમખ્વારકની એમને ઉઠવાની મનાઈ હતી પણ બેસવાની તે છુટ જ હતી. તેથી જ્યારે જ્યારે કલમ ચાલી શકે તેવું હોય ત્યારે ત્યારે, અંતિમ આરાધના કરવાને માટે, એમને આ ગ્રંથની રચના કરી છે. આરાધના અને તેના મર્મને સમજાવનાર આ તારિક રચના છે. આરાધના કરનારે ખાસ આ ગ્રંથને લક્ષમાં લેવું જોઈએ. આમાં કેટલાંક વાક્યો છે, કેટલાંક અર્ધ લેક પ્રમાણ છે અને કેટલાંક લેક પ્રમાણ છે.
(ર૯) આયંત્રિભેદીવિચાર યાને આર્યાના વિચાર સં, ૫. ૨૫, ગ્રં. ૨૬, ૨.સં. ૧૯૮૬.
આર્ય અને અનાર્ય વ્યયવસ્થા જેવી રીતે ભારતમાં તેવી રીતે એરવત અને મહાવિદેહમાં પણ છે. સૌરાષ્ટ્રને અનાર્ય કહેવો તે વ્યાજબી નથી. કારણ કે જે મર્યાદા બાંધી છે તે કૌશંબી દેશથી બાંધેલી છે, પણ નગરીથી નહિ અને સંપ્રતિ મહારાજે આંધ્ર, દ્રાવિડ વિગેરે દેશમાં સાધુના વેશને ધારણ કરનારા મોકલીને તે દેશને સાધુના વિહારને
ગ્ય ક્ષેત્રો કર્યા છે, પણ સૌરાષ્ટ્ર નહિ. શ્રી વીર ભગવાન નથી પધાર્યા તે વાત મનાય તેવી નથી, કારણ કે ચંડપ્રદ્યોતને દીક્ષા દેવાના કારણે માળવામાં પધાર્યા છે. એ વાત જ્ઞાતાસૂત્રમાં છે અને શ્રીનેમિનાથ ભગવાનને છોડીને ત્રેવીશે તીર્થકર સિક્રગરીએ પધાર્યા છે. એ રીતે ક્ષેત્ર વિગેરે આર્ય ત્રિભેદીને વિચાર આ ગ્રંથમાં કરાયો છે.
(૩૦) આરક્ષિત યાને અનુગપૃથકૃત્વ
સં., લેખ, ચં. ૧૪૪, ૨.સં. ૨૦૦૩. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com