________________
શેઠ જોગી જનલાલને પિતે જેવા છે તેવા દેખાવાને તેઓ સદા પ્રયત્ન કરે. દંભને તેમણે કદી પોળ્યું નથી, અજ્ઞાનને છૂપાવ્યું નથી તથા લેકનાદને કાયમ અનુમોદન આપ્યું છે. પિતાના સમવય અને સમાન સ્થિતિના માણસો વચ્ચે તે ઠીક પણ મળર્ક સાથે પણ તેઓ હંમેશાં સરળતાથી જ વતવાનું પસંદ કરે છે. તેમના સ્વભાવમાં આ ભાવ સહજ છે, કદાચ એમના જીવનની આવી જવલંત સફળતાની એ જ ચાવી છે.
ભાવનગરના મહારાજા સાહેબ તથા દિવાન શ્રી અનંતરાય પટ્ટણી સાથે તેમને જે જાતને સંબંધ હતું અને એ ઉભય પાસે શેઠ ભેગીલાલભાઈનું માનભર્યું સ્થાન હતું તેમાં કશો ફેરફાર થયે નથી, પણ સૌરાષ્ટ્રનું એકમ થયા પછી એમનું સ્થાન સૌરાષ્ટ્રના પ્રધાનમંડળમાં પણ એવું જ રહ્યું છે, અને પ્રધાનમંડળના સભ્ય તેમના વ્યાપારી અનુભવે સંબંધી ખૂબ માન ધરાવે છે. છે તેમના મિત્ર શ્રી બળવત્તરાય મહેતાના આગ્રહથી તેઓ ભારતની મધ્યસ્થ રાજસભામાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ઉભા રહ્યા અને સર્વાનુમતે ચૂંટાયા. રાજસભાની બેઠકમાં તેઓ નિયમિત હાજરી આપે છે. રાજસભાની બીજી બેઠકને અંતે તેઓ રાષ્ટ્રપ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદને રાજભવનમાં જ્યારે મળવા ગયા હતા તે વખતે સરા ષ્ટ્રમાં પ્રવર્તતી દુષ્કાળની પરિસ્થિતિથી તેમને વાકેફ કર્યા હતા, અને તેમના અહેવાલથી રાષ્ટ્રપ્રમુખના મન ઉપર ઊંડી છાપ પડી હતી. રાજસભામાં ગયા પછી જે કે તેઓએ ભાષણે કર્યા નથી પરંતુ ભારતના વ્યાપાર-ઉદ્યોગને લગતી બાબતમાં તેમણે મક ફાળો જરૂર નેધા છે.
શેઠ ભેગીલાલભાઈનું આર્થિક અને રાજકીય જીવન જેટલું સહજદશી છે તેટલું જ પ્રેમાળ અને શિષ્ટ એમનું કૌટુમ્બિક જીવન પણ છે. જેને “સુધરેલાં ” કહેવામાં આવે છે તેવા આચાર-વિચારોથી તેમનું આખુંય કુટુંબ અલિપ્ત છે. શેઠ જોગીલાલભાઈ તે શ્રીમંત પિતાના પુત્ર નથી, પરંતુ એમના પુત્ર રમણિકલાલભાઈ તે ગભશ્રીમંતાઈમાં જ ઉછર્યો છે, છતાં ગભશ્રીમંતાઈના દથી તેઓ સંપૂર્ણપણે મુક્ત રહ્યાા છે. પિતાના ઓદાયને અને ધર્મશ્રદ્ધાને ગુણ પુત્રમાં અનેકગણો વિકસિત થયું છે. સમભાવ અને નમ્રતાથી શ્રી. રમણિકલાલે પિતાના ઉપરની ધંધાદારી જવાબદારીમાં પોતાની યોગ્યતા અને આવડત પુરવાર કર્યો છે અને તે રીતે પિતાના ઉપર
જે કુળો કર્યો છે, પરંતુ તે કરતાં પણ સવિશેષ યુવાવસ્થામાં દુર્લભ એવી આધ્યાત્મિક ભાવના તેમણે પોતાના જીવનમાં ઊતારી અને વિકસાવી છે. ખરેખર શેઠ ભેગીલાલભાઈ એક અત્યંત સુશીલ અને આજ્ઞાંકિત પુત્રના પિતા થવાને ભાગ્યશાળી બન્યા છે.
શેઠ ભેગીલાલના ધર્મપત્ની અ.સ. ચંચળબહેન એક આદર્શ ગૃહિણી છે. પતિના દરેક કાર્યમાં તેમને હંમેશા ભક્તિભર્યો સહકાર હોય છે. એમની પતિભક્તિએ, આર્ય ગૃહિણીને શોભે એવા એમના સદાચારે અને નમ્રતાએ તથા એમના ઘરરખુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com