________________
કાગળ જણાવ્યું તેમ શરૂઆતમાં તેઓએ ઈતર પ્રવૃત્તિ તરફ ખાસ લક્ષ ન આપતા ગભગ એક દસકfસુધી મહાલક્ષમી મિલના વિકાસ માટે પિતાની સર્વશક્તિ ખચી, તેમાં સફળતા મળતાં ૧૯૪૦ની સાલમાં મહાલક્ષમી મિલની પાસે માસ્ટર સીક મિલ્સ લિમિટેડની સ્થાપના કરી. એમની કાર્યક્ષમતાએ શેઠ હરગોવનદાસને ખૂબ સંતુ કયાં એટલું જ નહિં પણ “મહાલક્ષમી” નામને તેમણે પૂરેપૂરું સાર્થક કરી બતાવ્યું. મિલઉદ્યોગને તેમને અનુભવ રાષ્ટ્રના બીજા સ્થળની મિલોને ઘણે જ ઉપયોગી નીવડે છે.
આ બધાની સાથે સાથે એમણે મિલના સંચાલન માટે એમના પુત્ર શ્રી. રમણિકલાલને તૈયાર કર્યો, અનુભવી સ્ટાફની ભેજના કરી, મિલની ચાલીમાં હરકેરબાઈ પ્રસૂતિગૃહ તથા મજુર કલ્યાણ કેન્દ્ર વગેરે સ્થાપ્યાં. મધ્યમ વર્ગ પ્રત્યે તેમને એક જાતને ખાસ પક્ષપાત છે અને તે પક્ષપાત અનેકવિધ રીતે અમલમાં મૂકે છે. તેઓએ મિલમાં કારકૂન ભાઈઓને તેમણે છેક ૧૯૭-૩૮ની સાલથી “બાળક ભથ્થુ” (Children allowance) આપવાનું શરૂ કરેલ અને તે રીતે ટૂંકા પગારવાળા કારકૂન ભાઈઓને એક યા બીજી રીતે રાહત મળે તેમ બંદોબસ્ત કરેલો. એ નોંધવા જેવું છે કે આ જાતનું ભથ્થુ આપવાને દાખલે પણ પ્રથમ જ છે.
જ્યારે પ્રસંગ મળે ત્યારે તેઓ કારીગર વર્ગ સાથે સીધા સંપર્કમાં આવવાનું ચૂકતા નથી અને પોતે તેમનામાંના જ એક છે તેવો દૃઢ છાપ કારીગર ભાઈઓના મન પર તેમણે પાડી છે. અત્યારના મૂડી અને મજૂરી વચ્ચેના વિસંવાદથી ભાવનગર કે સૌરાષ્ટ્રની મિલો મુક્ત રહી શકી નથી, પરંતુ જ્યારે જ્યારે વિસંવાદે ઉપસ્થિત થયા છે ત્યારે તે દરેક વખતે તેમણે ભૂતકાળ તરફ નજર રાખી, નિખાલસતા અને શુદ્ધબુદ્ધિથી કામ લીધું છે. પરિણામે તેઓ કામદારોમાં પોતાના પ્રત્યે એક જાતની કૌટુમ્બિક ભાવના ઉત્પન્ન કરી શકયા છે. આ રીતે તેઓશ્રીએ ધોગિક ક્ષેત્રમાં યુગને અને યુગના પ્રવાહ. ને બરાબર ઓળખી લીધા છે, તેમ કહેવામાં લેશમાત્ર પણ અતિશયોક્તિ નથી.
શેઠ ભેગીલાલભાઈએ તેમના પુત્ર શ્રી. રમણિકલાલને છેક ૧૯૩૬ની સાલથી મિલનાં કામકાજમાં પોતાની જાતિદેખરેખ નીચે તૈયાર કરવાનું શરૂ કર્યું હતું અને તેઓની તૈયારીથી તેમને સંતેષ થતાં ૧૯૪૪ના મે માસની પાંચમી તારીખે શ્રી. રમણિકલાલભાઈ ઉપર મિલના તમામ વહીવટને ભાર મૂકીને અને વ્યાપારી પ્રવૃત્તિઓમાંથી નિવૃત્તિ લઈને ધમ અને લેકસંગ્રહના કાર્યમાં પોતાની લગભગ તમામ શક્તિ રોકી. મનુષ્યની ઉત્તરાવસ્થામાં તેના અંગે પાંગો ઉપર અવશેષ રહેલા આયુષ્યનાં વરસેના સતત ઘા થયા કરે છે છતાં તે ધનાશા અને જિજીવિષાના કંદ્રમાંથી મુક્ત રહી શકતો નથી. જગતમાં સર્વત્ર આ પ્રમાણે જોવામાં આવે છે પરંતુ જ્ઞાન, ભકિત, વૈરાગ્ય અને સતપુરુષોની અને લોકની સેવા દ્વારા એ તંદ્રના મેહથી દૂર રહી શકાય છે. આ માટે શેઠ ભેગીલાલભાઈ સદા પ્રયત્નશીલ રહ્યા છે અને આ સંસારની ક્ષણિકતા, જીવનની અનિત્યતા અને મનુષત્વની ઉચ્ચ ભાવનાને લક્ષમાં રાખી એમણે છેલ્લા દસકામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com