________________
પ્રસ્તાવના
- ઉપરોક્ત બતાવેલા દરેક પ્રકાશને માટે વિદ્વાન મુનિરાજે, અન્ય વિદ્વાન્ સાહિત્યકારે, શ્રદ્ધાળુ જૈન બંધુઓના તે તે વખતે આવેલા પ્રશસનીય અભિપ્રાયે શ્રી આત્માનંદ પ્રકાશમાં પ્રકટ કરવામાં આવેલ છે, તેટલું જ નહિ પરંતુ બાકી રહેલા સવતીથકર પ્રભુના પૂજ્ય પૂર્વાચાર્ય મહારાજકૃત આવા સુંદર ચરિત્રે પ્રકટ કરવા આજ્ઞા-સૂચના વગેરે સભાને વારંવાર કરવામાં આવે છે, તેથી જ આ અગિયારમા દેવાધિદેવના ચરિત્રનું પ્રકાશન આજે જન સમાજ પાસે અમો આનંદ સાથે મુકીએ છીએ. ” - આ ગ્રંથના રચયિતા પૂજ્ય આ. શ્રી માનતુંગસૂરિ મહારાજ છે. આ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના અપૂર્વ ચરિત્રની રચના ૫૧૨૫ લોકપ્રમાણ સંત ભાષામાં મહાકાવ્યરૂપે સં. ૧૨૩રની સાલમાં કરેલી છે. તે મૂળ ગ્રંથ પ્રતાકારે ચચાથ ભગવાન શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી તેઓશ્રીના વિદ્વાન શિવે મુનિરાજ વિમવિજયજી તથા મુનિ શ્રી ભાસ્કરવિજયજી મહારાજે સંશોધિત સંપાદન કરીને પ્રતાકારે પ્રસિદ્ધ થયેલ જાણવામાં આવતાં, આ સભાની ઈચ્છા તેને અનુવાદ કરાવી સચિત્ર પ્રકાશન કરવાની ભાવના થતાં, પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને તે માટે વિનતિપૂર્વક પૂછાવતાં, તેઓશ્રીએ ઉત્તમ કેટીને અનુપમ ચરિત્રને આ ગ્રંથ છે અને અનુવાદ કરી પ્રકાશન કરવા આ સભાને આજ્ઞા કરવાથી તેઓશ્રીને ઉપકાર માની, છાપેલી પ્રત મંગાવી તેનું ગુજરાતી ભાષાંતર સાદી સરળ ભાષામાં તૈયાર કરાવી આ ગ્રંથ સચિત્ર પ્રકટ કરવામાં આવેલ છે,
મૂળ ગ્રંથકર્તા આચાર્ય ભગવંતને સંક્ષિપ્ત પરિચય આ ચરિત્રની પાછળ આપેલ પ્રશસ્તિમાં આવેલ છે.
ભગવાન શ્રી શ્રેયાંસનાથ પ્રભુના ચરિત્રમાં દરેક ભવમાં પ્રાપ્ત થયેલ વૈભવ, સંપત્તિ અને પરોપકાર વૃત્તિ, પ્રાપ્ત થયેલી પદવીઓ, સામાજિક, વ્યવહારિક, નૈતિક, રાજકીય બાબતેનું વર્ણન, તે વખતની રાજ્યનીતિ, ધમનીતિ અને બીજા અનેક જાણવા લાયક વિષયે, અવાંતર સુબોધક રસપ્રદ કથાઓ વિસ્તારપૂર્વક આપવામાં આવેલ છે. તીથકર ભવમાં દે અને મનુષ્યોએ કરેલ ભક્તિપૂર્વકના પંચકલ્યાણક મહોત્સવ, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી દેએ કરેલી સમવસરણની રચના, પ્રભુએ કરેલી તીર્થસ્થાપના અને ગણધસદિ પરિવાર એ વગેરેના વિસ્તારપૂર્વક વર્ણને તેમજ પરમાત્મા શ્રી શ્રેયાંસનાથદેવ સમવસરણમાં બિરાજમાન થઈ સંસારતારિણી અમૃતમય દેશનામાં ધર્મના ચાર પ્રકારો-સુપાત્ર) દાન, શીલ, તપ અને ભાવ અને તેના ઉપર આપેલ હદયસ્પર્શી ઉપદેશ, અને તે ઉપર કહેવામાં આવેલી કથાઓ વગેરે શ્રવણ કરી અનેક આત્માઓએ સાધેલું આત્મકલ્યાણ-એ સર્વના મનનપૂર્વકના પઠન પાઠન ચિંતનવડે કઈ પણ શ્રદ્ધાળ મનુષ્ય આત્મકલ્યાણ જરૂર સાધી શકે તેવું આ અનુપમ ચરિત્ર છે. આ સભા તરફથી અગાઉ પ્રકટ થયેલ પરમાત્મા તીર્થંકર દેવોના ચરિત્રમાં જેમ સુંદર ફેટાઓ આપી અલંકૃત કરવામાં આવેલ છે તેમ આ ચરિત્રમાં વિવિધ રંગના સુંદર, આકર્ષક ફેટાઓ આપવામાં આવેલા છે.
'આટલું પ્રસ્તાવનારૂપે જણાવી હવે આ ગ્રંથનેક્ષિત પરિચય આપવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com