SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ ભોગીલાલ મગનલાલને પ્રવૃત્તિને પૂરતો ન્યાય ન પણ આપી શકાય. પોતે જ પોતાનું સર્જન કરે તેવા મનુષ્ય જગતમાં વિરલ જ હોય છે, અને એમાંનાં એક શેડ ભેગીલાલભાઈ છે. કિશોર વચમાં સામાન્ય રીતે પોતાની કારકીર્દિની શરૂઆત કરી આજે તેઓ શ્રીમંતાઈની સ્થિતિએ પાંગ્યા છે તેમ છતાં તેઓએ પોતાના મન ઉપર, આચરણમાં કે વહેવારમાં શ્રીમંતાઈની છાપ લેશ માત્ર પણ પડવા દીધી નથી, તેમજ શ્રીમંતાઈ સાથે સામાન્ય રીતે જે નબળાઈઓ જોડાએલી છે તેનાથી તેઓ સદંતર મુક્ત રહ્યા છે. શેઠ ભોગીલાલભાઈના પિતા શ્રી મૂળ વતની ઉત્તર ગુજરાતમાં કલ પાસે ટીટોડા ગામના. આજથી આશરે એક વરસ પહેલાં બ્રિટીશ સરકારે પોતાનો કેમ્પ ડીસામાં નાખે. તે વખતે તેઓ વ્યાપાર અર્થે ડીસાકેમ્પ જઈને વસ્યા. ત્યાં તેઓ પરચૂરણ વ્યાપાર કરતા. શેઠ ભેગીલાલભાઈને જન્મ ડીસાકેમ્પમાં થયો હતો. સ્વભાવમાં જ રહેલી વ્યવહારુ બુદ્ધિને શાળાને અભ્યાસક્રમ બહુ ન રુપે. તેમાં વળી કુટુંબની સ્થિતિ સામાન્ય. એટલે લગભગ પચાસ વરસ ઉપર એટલે કે માત્ર ૧૫–૧૬ વરસની કીશોર વયે તેમણે અભ્યાસ છોડી વીરમગામ જઈ પોતાની કારકીર્દિની શરૂઆત કરી. સહ પહેલાં તેઓ વીરમગામમાં પિતાના મામાની મિલમાં, માસિક રૂ. ૧૫]નાં પગારથી કારકૂન તરીકે જોડાયા પરંતુ બે એક માસમાં તે કારકૂની તેમને નિરસ લાગવા માંડી, એટલે મિલમાં તેમણે વણકર( વીવર )નું કામ શીખવું શરૂ કર્યું. આ કામમાં તેઓને ખૂબ ફાવટ આવી ગઈ. કામમાં ઉત્સાહ અને ચીવટ, પ્રારબ્ધને ગ અને દૈવની કૃપાથી ચાર પાંચ વરસનાં ટૂંકા ગાળામાં તે તેઓ ખૂબ ઝડપી રીતે આગળ વધ્યા. ૧૯૮૭માં તેમનાં મામાના પુત્ર શેઠ મણિલાલે અમદાવાદમાં સ્વદેશી મિલની સ્થાપના કરી ત્યારે તે મિલનાં સાચા જોડીને પોતાની તે બાબતની હૈબાઉકલત બતાવી બધાની ખૂબ તારીફ મેળવી જેને પરિણામે ૧૯૧૦ની સાલમાં તો બહુ લાંબા વખત સુધી કામ કરેલ નિષ્ણાતને જ પ્રાપ્ય તેવા વીવીંગ માસ્તરના દરજજે પહેંચ્યા. કાપડ વણવાની કળા-Technique-ઉપર તેઓએ એટલે કાબૂ મેળવ્યો કે તે ઉદ્યોગમાં તેમની સલાહ લેવાવા લાગી. તેમનાથી જૂને, અનુભવી અને સારા ગણાતા વીવીંગ માસ્તરે કરતાં તેમણે સારી નામના મેળવી. ૧૯૫૪માં અમદાવાદની બે મિલા અને વીરમગામની એક મિલ એમ ત્રણ મિલના વીવીંગ માસ્તર અને સુપ્રીન્ટેનડેન્ટ તરીકે તેઓએ સુંદર કામ કરી બતાવ્યું. ૧૯૧૬માં તેમના મિત્ર સ્વ. શ્રી ભગુભાઈ દેસાઈની સાથે રહીને તેમણે અમદાવાદની શેરબજારનું કાર્ડ લીધું અને તે રીતે એક વ્યાપારી પ્રવૃત્તિમાં વધારે કર્યો. તેમાં પ્રમાણમાં તેઓ સારું કમાયા અને આમ વિસ્તરતી જતી પ્રવૃત્તિને લઈને તેઓ મુંબઈના બજારના સંસર્ગમાં આવ્યા. તે સમયે ભાવીના ગર્ભમાં શું છુપાયું હતું તેને તાગ કોણ લઈ શકે ? અહીં તેમને મળ તળાજાના વતની અને વરસેથી વ્યાપારાથે મુંબઈ જઈને વસેલા શેઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy