________________
પ્રસ્તાવના
વૈમાનિક દે તે સોનાના કિલ્લાની અંદર રત્નને કિલ અને પાંચ પ્રકારના મણિરત્નના કાંગરાવાળો ત્રીજો ગઢ બનાવે છે. તેના ઉપર ધ્વજાઓ અને ઇન્દ્રનીલમણિના તેર શોભે છે. તે કિલ્લાને બાર દરવાજા હોય છે. દરેક દરવાજે ધૂપધાની વાવડીઓ સાથે બનાવે છે. કિલ્લાની અંદર વ્યંતર દેવો રત્નની પાઇપીઠ સહિત રત્નનું સિંહાસન રચે છે. સિંહાસન ઉપર ભગવંતના દેહ કરતાં બાણે ઊંચે, સમવસરણને આવરી લેતે રક્ત પલવોથી સમસ્ત પાંદડાવડે પ્રફુલ્લિત અશોકવૃક્ષ રચે છે. સિંહાસન ઉપર ત્રણ જે બનાવ્યા બાદ તે સ્થળે એક હજાર ફુટ ઊંચે ઈ-ધ્વજ વેત પતાકાઓવાળે રચે છે.
વચ્ચેના બને કિલ્લાના મધ્યભાગમાં દેવ પરમાત્માના વિશ્રામ માટે ઈશાન ખૂણામાં મણિમય દેવછંધાની રચના કરે છે અને વ્યંતરદેવે સુવર્ણકમળને વિષે ધર્મચક્રનું સ્થાપન કરે છે. એ રચના કર્યા પછી પરમાત્મા નવ સુવર્ણકમળો પર ચરણું સ્થાપન કરતાં સ્તુતિ કરાતા પરમાત્મા પૂર્વદિશાઓથી સમવસ. રણમાં પ્રવેશ કરે છે. બાદ તીર્થંકર પ્રભુ કલ્પ–આચાર પ્રમાણે ચેત્યક્ષને પ્રદક્ષિણા આપી (“નો સિરાસ”) “ તીર્થને નમસ્કાર ” કરી પૂર્વાભિમુખે બિરાજ્યા અને તરત જ વ્યંતરદેવે પરમાત્માના પ્રભાવથી ત્રણ બિંબે વિકતાં ચાર રૂપવાળા બને છે. પરમાત્માના મસ્તકની પાછળ ભામંડળ પણ સૂર્યના બિંબ જેવું દેખાવા લાગે છે. - હવે તે સમવસરણના અગ્નિ ખૂણામાં સાધુ, દેવાંગનાઓ અને સાધ્વીઓ, નૈઋત્ય ખૂણામાં ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષી દેવીઓ, વાયવ્ય ખૂણામાં ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતર દેવો, અને ઈશાન ખૂણામાં વિમાનિક દેવ, મનુષ્ય અને સ્ત્રીઓ આ રીતે બાર પ્રકારની પર્ષદા બેસે છે. બીજા ગઢની અંદર નિત્યરી એવા પ્રાણીઓ પણ વેર રહિત થઈને પિતાના સ્થાને બેસે છે. ત્રીજા ગઢમાં દેવ, દાનવ અને મનુષ્યના વાહને રહે છે. ત્યારબાદ ઇન્દ્ર મહારાજ પરમાત્માને પ્રદક્ષિણ પૂર્વક પ્રણામ કરી પિતાના સ્થાને બેસે છે અને સોમચંદ્ર રાજવી પણ તે પ્રમાણે પ્રણામ કરીને ઈશાન ખૂણામાં બેસે છે.
હવે સીધમ ઇન્દ્ર અહિં પ્રથમ પ્રભુતુતિ કરે છે. પછી કહે છે કે “ સૂર્ય સમાન હે શ્રી શ્રેયાંસનાથ ભગવાન ! ( અહિં ઈન્દ્ર પ્રભુના પંચ કલ્યાણકોનો મહિમા અને તિથિઓની શ્રેષ્ઠતા અને બહુમાન કરતાં નીચે પ્રમાણે કહે છે. ) આ૫ના જન્મથી સિંહપુર સાર્થક બન્યું છે. આપના માનસિક કે વાચિક ભેદ તે દૂર રહે પરંતુ આ૫ના માતાપિતાને નામમાં ભેદ નથી. શ્રાવણ, જ્યેષ્ઠ, માધ અને કાગણ માસની પાંચ તિથિઓને આપે ઉજવલ બનાવી છે. જયેષ્ઠ માસમાં આપ સ્વર્ગનો ત્યાગ કરી આવ્યા તે માસ આ જગતમાં શ્રેષ્ઠતા કેમ પ્રાપ્ત ન કરે છે અને દિવસે આપને જન્મ થવાથી તે તિથીને આપે બહુમાન આપતાં લોકો છઠ્ઠીના લેખને બહુ જ આદરમાન આપે છે. ફાગણમાસમાં આપને જન્મ થવાથી પાંદડા ખેરનાર તે માસની નિષ્ફળતા દૂર થઈ છે. આપના જન્મના દિવસે દરેક પ્રકારની વૃદ્ધિ થવાથી તે કાદશી વડીબારશ તરીકે પ્રસિદ્ધ થઈ છે. તેરશને દિવસે આપની દીક્ષાથી તે દિવસને આપે નિર્મળ બનાવ્યો છે. માઘ માસની અમાવાસ્યાના દિવસે કેવળજ્ઞાન પ્રગટ થવાથી તે તિથિ ૫ણું ઉજવેલ બની છે. અવધિનાનધારા હું જાણું છું કે શ્રાવણ માસમાં આપનું નિર્વાણુ થવાનું હોવાથી તે શ્રાવણ માસને હું નમસ્કાર કરું છું. બે કલ્યાણકની તિથિ ત્રીજ હોવાથી સભામદાતા બની છે.
એ રીતે ચરિત્ર રચયિતા આચાર્ય મહારાજે સુંદર અલંકારપૂર્વક આ શ્રી શ્રેયાંસનાથ પ્રભુ ચરિત્રનો પરમાત્માને વિવાહમહોત્સવ, રાજ્યાભિષેક, દીક્ષા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને સમવસરણની રચના આટલી હકીકતનું આ આઠમે સર્ગમાં સુંદર વર્ણન કર્યું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com