SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦. પ્રસ્તાવના ફળ અવશ્ય ભોગવવું જોઈએ.” એમ સમજી અનેક પ્રકારના વિષયસુખને અંતરના અવિકારીપણે ભોગવતા પરમાત્મા શ્રેયાંસકુમારાવસ્થામાં એકવીશ લાખ વર્ષો ક્ષણમાત્રમાં વ્યતીત કરે છે. એક દિવસ ઈન્દ્ર ત્યાં આવી પ્રભુને નમસ્કાર કરી તેમના પિતાની અનેક રીતે પ્રશંસા કરે છે. પ્રભુના પિતા ઇન્દ્રને કહે છે કે-“તમારે કરેલ જન્માભિષેક વગેરે મેં જો પરંતુ આ કુમારને રાજ્યાભિષેક તમે કરે અને હું રાજ્ય ચલાવી કંટાળી ગયેલ હોવાથી રાજ્યને ભાર વહન કરવા કુમારને જણાવું છું છતાં કુમાર અને પ્રત્યુત્તર આપતાં નથી માટે તમે તેમને સમજાવી મારું મનોરથરૂપી વૃક્ષ વિકસિત બનાવો.” પછી ઇન્દ્ર પ્રભુને મસ્તક નમાવી, પિતાના લધુતા જણાવી, પિતાની આજ્ઞાને માન્ય કરવા અને પિતાને સંતોષ પમાડવા વિનંતિ કરતાં માતાપિતાને આગ્રહ અને ઇન્દ્રની વિનંતિથી પરમાત્મા રાજ્યાભિષેક કરવાની હા કહેતાં ઈન્દ્ર દેવદાર તીર્થજળ મંગાવે છે. વિષ્ણુ રાજાએ સમસ્ત સામગ્રી તૈયાર કરી અને નાગરિક તથા અન્ય રાજાઓ વગેરે ભકિતના કારણે એકત્રિત થતાં ઈન્દ્ર પ્રભુને રાજ્ય ભિષેક કરી પ્રસ્થાને જાય છે. અને પિતા “લાંબા વખત સુધી રાજ્યલક્ષ્મી ભાગો,તે પરમાત્માને આશીર્વાદ આપે છે. પ્રભુના પ્રતાપે સિંહપુરીમાં પ્રજા સર્વ પ્રકારે સુખ અનુભવે છે. કેટલોક સમય વિત્યાબાદ શ્રેયાંસનાથ પ્રભુની રાણી શ્રીકાંતાને ચંદ્ર સ્વપ્ન સૂચિત શ્રેષ્ઠ ભાગ્યવંત પુત્ર જન્મે છે, જેનું સેમચંદ્ર નામ રાખવામાં આવે છે. તેમના સુંદર દેહનું વર્ણન કરતાં ગ્રંથકાર મહારાજ જણાવે છે કે “ હે સૂર્ય સરખા, મુખથી ચંદ્ર સરખા, રૂપથી મંગળ સરખા, મનથી બુધ સરખા, બન્ને નેત્રોથી ગુરુ સરખા, સદાચારથી શુક્ર સરખા, તેજથી શનિ સરખા, નખની પંકિતથી તારા ચરખા” એ રીતે સર્વ ગ્રહની શોભાને ધારણ કરનાર છે. કુમારને પુયોગે કોઈપણ ગ્રહ નડતે નહતું અને શ્રેયાંસનાથ પ્રભુ યોગ્ય વયે પિતાના કુમારને ચંદયશા નામની અન્ય સનતકુમાર નામના રાજવીની કન્યા સાથે પરણાવે છે. અનુક્રમે પ્રભુના માતા પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં માતાપિતાને સ્વર્ગવાસ થતાં, પ્રજાજનોને થયેલ શેક નિવાણ કરવા, હૈયે ધારણ કરાવવા, સંસારી પ્રાણીઓનું આયુષ્ય, સ્નેહ, સંયોગવિયોગ, સંસારને પ્રેમ, કોઈપણ વસ્તુ વગેરે સર્વનાશવંત, અસ્થિર, અસાર કેવા છે તેનું સ્વરૂપ સમજાવી, મેહને ત્યાગ કરી વિવેક ધારણ કરવા પરમાત્મા શિખામણ આપે છે, જેથી સમસ્ત જનસમૂહ શાકને ત્યાગ કરે છે (પા. ૧૭૩-૭૪) હવે પરમાત્માની દીક્ષા લેવાની ઈચ્છા થતાં પ્રથમ સેમચંદ્ર કુમારને રાજ્યાભિષેક કરે છે અને પિતે દીક્ષા લેવાની સંમતિ માંગે છે. જે વખતે પ્રભુ સાથે એક હજાર રાજવી મિત્રો પણ દીક્ષા લેવા તયાર થાય છે. પ્રભુની દીક્ષા લેવાની ઇચ્છા થતાં આસનકંપઠારા તે જાણી લેકાંતિક દેવો ( જેઓને આચાર કઈ પણ તીર્થંકર પરમાત્માની દીક્ષા લેવાની ઈચ્છા વખતે) પ્રભુ પાસે આવે છે (જે સારસ્વત, આદિત્ય, વહિ, વરુણ, ગાય, તુષિત, અવ્યાબાધ, વાયુ અને અરિષ્ટક છે. તેઓ પ્રભુને વિનંતિ કરે છે. પોતાનો અધિકાર જણાવે છે અને ધર્મરૂપી તીર્થ પ્રવર્તાવવા વિજ્ઞપ્તિ કરી ચાલ્યા જાય છે. તે વખતે ઇન્દ્રનું આસન કંપે છે. જ્ઞાનધારા કારણું જાણી સિંહાસન પરથી ઉડી પરમાત્માને પ્રણામ કરી, કુબેરને પરમાત્માને મહેલ દ્રવ્યથી પરિપૂર્ણ કરવા આજ્ઞા કરે છે, અને દાન લેવાની ઉઘણું કરાવે છે, જેથી પ્રભુ વર્ષીદાન આપે છે, જે અનાથ, રોગી, વગેરે દાન લે છે, અને તેઓના દારિદ્રને નાશ થાય છે, સગી દાન લેતાં તેઓ રોગમુક્ત થાય છે. પરમાત્મા દિનપ્રતિદિન એક કરોડ અને આઠ લાખ સોનામહોરનું દાન દે છે. આ પ્રમાણે આખું વર્ષ વ્યતીત થાય છે અને મોક્ષ મહેલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy