SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૪૩ પ્રાણીઓ ઉપર ઉપકાર કરતાં કરતાં પ્રસન્નચંદ્ર નામના શિષ્યને સ્વસ્થાને સ્થાપી, એક માસનું અનશન કરી, સત્તર સાગર૫મને આયુષ્યવાળા, અસાધારણ કાંતિવાળા મહાશુકદેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવ થાય છે. તે દેવલોકના દેવ પિતાના અવવિજ્ઞાનના બળ વડે ચાર નારકપર્વત અને ઊંચે પિતાના વિમાનની ધ્વજા સુધી જઈ શકે છે. સાડા સત્તર મહિને શ્વાસોશ્વાસ લેતાં તે દેવ સાડાસત્તર હજાર વર્ષે આહાર ગ્રહણ કરે છે. ચાર હાથના દેહ પ્રમાણુવાળા તે દેવો ધર્મ વિરોધી પ્રાણીઓને એક અંશ પણ માન આપતા નથી. શ્રી જિનનામકર્મના ઉદયથી ત્રણ જગતને હુ ઉપકાર કરીશ એમ જાણતા હોઈને તે સ્વર્ગમાંથી ચ્યવનક્રિયા તેમને દુ:ખદાયી બની નહિ. કોઈ એક વખતે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી જિનેન્દ્ર ભગવંતનું કેવળ કલયાણુક જાણી શકે ધંટારવ વગાડ્યો. તે સાંભળી અને કલ્યાણક ઉજવવા ઇદ્ર મહારાજ જાણે છે. તેની સાથે તે ઇન્દ્રને (નલિનીગુલમને જીવ ) સામાનિક દેવ ત્યાં જાય છે, ત્યાં સમવસરણની ભૂમિમાં આવ્યા બાદ વિમાનથી નીચે ઉતરી ભક્તિપુરસ્સર તે દેવ શ્રી જિનેન્દ્ર ભગવંતને નમસ્કાર કરી સર્વ ભાષામાં સમજાય તેવી પરમાત્માની દેશના સાંભળી “ બીજા દેવ કરતાં મારી સાથેના આ દેવની કાંતિ વધારે કેમ છે ? તેમ શક્રેન્ડે પૂછતાં જિનેશ્વર ભગવંત કહે છે કે આ નિષ્પા૫ દેવને જીવ તીર્થંકર પરમાત્માનો જીવ હોવાથી કાંતિ અને બીજી દરેક વસ્તુમાં બીજા દેવોથી ચઢિયાત છે. તીથ કરનામક ઉપાર્જન કયારે કર્યું? કયાં જન્મ - ધારણ કરશે? કેટલામાં તીર્થકર ભગવંત થશે ? વગેરે હકીક્ત કેન્દ્રના પૂછવાથી જિનેન્દ્ર દેવ કહે છે, જે સાંભળી પર્ષદ આનંદિત થઈ અને તીર્થંકરનામકર્મની પ્રાપ્તિમાં પ્રયત્નશીલ થાય છે. - ત્યારબાદ શકેન્દ્ર પોતાનું અધું સિંહાસન તે દેવને આપી સત્કાર છે અને તે પછી દેવ પણ પિતાના આવાસે (સાતમા દેવલોક ) જાય છે. ઉપર પ્રમાણે નલિની ગુલ્મ રાજર્ષિ અને દેવભવ એ બે ભવનું વર્ણન આ સર્ગમાં પૂર્ણ થાય છે. (આ છઠ્ઠા સગમાં કાંચનપુરમાં રાજ્ય પ્રાપ્તિ, રાધાવેધદ્વારા શશિપ્રભાની પ્રાતિ, પિતા ભુવનભાનુનું વ્રતગ્રહણ, પિતાને સંયમગ્રહણુપ્રાપ્તિ અને સાતમા દેવલોકમાં ઉત્પત્તિ આટલી હકીકત આવેલ છે.) – – સર્ગ સાતમે (પા ૧૪૫ થી ૫ ૧૬૫ સુધી) * શ્રી આંબૂદીપના ભરતક્ષેત્રમાં આવેલ સિંહપુર નામના નગરના વિષ્ણુ રાજ અને તેમની વિષ્ણુ રાણીના ઉદરમાં શ્રી નલિની ગુલ્મને જીવ મહાશક દેવલોકમાંથી એવી છ વદી છઠ્ઠના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યું છતે માતા ધિદેવીના ઉદરમાં આવે છે. તે સમયે અર્ધ નિદ્રાવસ્થામાં સૂતેલ તે વખતે ૧. સફેદ ચાર જંતુશળવાળો હસ્તિ, ૨. પુષ્ટ, સારા બાંધાવાળો ઉજજવળ વૃષભ, ૩. પાતળી કટીવાળો સિંહ, ૪. સુવર્ણ કળશેદ્વારા અભિષેક કરાતી લમી દેરી, ૫. વિકસિત પુષ્પવાળી યુગલ પુષ્પમાળા, ૬. હરણના લાંછનવાળો ચંદ્ર, ૭. અ ધકારને દૂર કરનાર સૂર્ય ૮. દિવ્ય પુષ્પમાળાથી વિંટાયેલ પુણકુંભ, ૯, મહાધ્વજ, ૧૦ ઉછળતા મેજવાળું ૫% સરોવર, ૧૧. તેવો જ સમુદ્ર, ૧૨. દિવ્ય સૂનના સમૂહથી સુશોભિત દેવવિમાન, ૧૩. અત્યંત કાંતિવાળો રત્નસમૂહ એને ૧૪. નિર્ધમ અગ્નિ એ ચૌદ સ્વ પિતાના મુખમાં પ્રવેશ કરતાં વિષ્ણુ માના જુએ છે. તે જોઈને જાગી વિષ્ણુ રાજા પાસે આવી જણાવે છે. પછી રાજા “દેવાદિથી પૂજાયેલ કલ્યાણરૂપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy