________________
[ ૨૪૬]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૧ મોર તે સ્થળે વિલાસ કરતાં તે રાજાને, કેઈપણ સ્થળેથી આવીને દુષ્ટ સર્ષે ડુંખ માર્યો. અંતઃપુરની સ્ત્રીઓના જેવા છતાં એ રાજા પૃથ્વી પર પડી ગયો. અને તેટલા જ ખાતર જાણે હોય તેમ તે સર્વ સ્ત્રીઓ મહાઆક્રન્દ કરવા લાગી. રાજાના સપ-હંસને નિવારવાને માટે ઘણા રાજાઓ સહિત મંત્રી તથા રાજકુમાર ઉતાવળા આવી પહોંચ્યાં. સર્પના તે ડંખને જોઈને મંત્રવાદીઓ બોલ્યા કે- “આ ડંસથી રાજા મૃત્યુ પામશે તો હવે તમને ઉચિત લાગે તેમ કરે.” રાજાના મૃત્યુ બાદ કમલાકર કુમારે રાજાની ઔર્વદેવિકી કિયા કરી. અતિસાર મંત્રીએ કુમારને શંકરહિત કર્યો.
કેટલેક કાળ વ્યતીત થયા બાદ કમલાકરે પિતાના સેવકજનોને ઉચિત અધિકારપદે સ્થાપ્યા તેમજ કમલગુપ્ત નામના શખને મંત્રી બનાવ્યું. ત્રીજનમાં આસક્ત યુવાન રાજવી કમલાકર જે જે સુન્દર અને યૌવનવતી કન્યાઓને જોવે છે તેની માગણી કરીને પરણે છે. કેઈએક દિવસે તેણે ગવાક્ષમાં બેઠેલી, સુન્દર અલંકાર ધારણ કરેલી, સર્વાગે મનહર. બિંબ ફલના જેવા રક્ત એછવાળી, આકર્ષક નેત્રવાળી અને પિતાના રૂપથી દેવીઓને પણ કાંતિ રહિત બનાવતી મતિસાર મંત્રીની કમલા નામની પુત્રીને જોઈ. તેને નિરખીને સનેહજાળા અનેલા રાજવીએ પિતાના સેવકોને પૂછયું કે–“ ગવાક્ષમાં બેઠેલ સ્ત્રી કોણ છે?” સેવ
એ કહ્યું કે તે કમલા છે.” એટલે આશ્ચર્ય પામેલા રાજાએ પૂછયું કે-“ શું મંત્રીના !"વરમાં શરીર-ધારણ કરેલી સાક્ષાત લક્ષમી જ વસે છે?” ત્યારે સેવકએ હસીને જણાવ્યું કે-“હે સ્વામિન! આ કમલ લક્ષ્મી નથી પણ મંત્રીની પુત્રી છે. ” * * આ પ્રમાણે સાંભળીને, તેણીમાં જ લયલીન ચિત્તવાળા રાજાએ પિતાના મહેલે પહોંચીને કમલાનું માગું કરવા માટે પિતાના સેવકોને મેકલ્યા. સેવકજનેએ જઈને મંત્રી પાસે કમલાની માગણી કરી એટલે મંત્રીએ પુત્રીને પૂછયું ત્યારે કમલાએ જવાબ આપે કહું પિતાજી! જે તમે મારું હિત ઈચ્છતા હો તે મિથ્યાત્વી અને અનેક પત્નીવાળા આ રાજા સાથે મને પરણાવશે નહીં.” આ રાજા મિથ્યાત્વી અને અનેક પત્નીવાળા છે. આ પ્રમાણેનું કમલાનું વચન સાંભળીને મંત્રીએ આવેલ માણસેને કમલાને અભિપ્રાય
. બાદ મંત્રીથી સન્માન કરાયેલા અને વિલખા બનેલા તે સેવક પુરુષે રાજા પાસે ગયા અને જણાવ્યું કે-“મંત્રી તમને કન્યા આપવા ઈચ્છતા નથી.”
તે સમયે જાણે વજથી હણા હેય તેમ તે મૂછ પામ્ય અને શીતપચાર બાદ મૂચ્છ રહિત બનેલ તેણે નિ:શ્વાસપૂર્વક સેવકેને પૂછયું કે-“શા માટે મંત્રીએ મને નિષેધ બં?” સેવકેએ કહ્યું કે “તમે ભિન્નધર્મવાળા અને અનેક પત્નીવાળા છે.” આ પ્રમાણે નિષેધ કરાવા છતાં પણ કેટલાક દિવસ બાદ કમલાકરે ફરીવાર કમલાની માગણી કરી. મતિસારે તે સમયે પણ નિષેધ કરવાથી રાજાએ પિતાની દૂતી(દાસી)ને કમલા પાસે મોકલીને જણાવ્યું કે “મારા સર્વ વૈભવ તારે જ છે. સેવકની માફક હું તારે અનુચર બનીશ, તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com