________________
[૨૪૪]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૦ મે અલંકાર અને વસ્ત્ર વિગેરેથી આગતાસ્વાગતા કરી. સાગરદને સમુદ્રદત્તને જણાવ્યું કે-“હે પુત્ર! આ સેનાપતિ પિતા, બંધુ અને પરમ મિત્ર રૂપ છે કે જેમણે તારી વધુને જીવાડી તે ધન વિગેરેની તે વાત જ શી કરવી? પરંતુ આપણા સર્વના પ્રાણે પણ તેમને જ વશ છે.” સમુદ્રદત્તે જણાવ્યું કે “સેનાપતિને ઉપકાર વર્ણવી શકાય તેવું નથી. મને તે ચિન્તા થાય છે કે મારા જીવિતના ભોગે પણ તેમના ઉપકારને બદલે વળી શકે તેમ નથી, તો પછી હું અનુણી કઈ રીતે થઈશ?”સેનાપતિએ જણાવ્યું કે-“પારકાના અલ્પ ગુણને મહાન સમજનાર તમોએ આવા સુંદર વચનથી મને શરમાવો જોઈએ નહિ. દૈવે પહેલાં વિયોગ કરાવીને પછી સમસ્ત કુટુંબને એકત્ર કર્યું. આ ઘટના ખરેખર ઇંદ્રજાલ જેવી બની છે.”
સેનાપતિના આવાસે કેટલાક દિવસે રોકાઈને તેઓ સર્વ સહિત પિતાની તાઝલિસી નગરીએ ગયા અને તેથી સ્વજન વગમાં હર્ષ વ્યાખ્યો. લોકોને વિષે નંદયંતીની ઉત્કૃષ્ટ કીતિ પ્રસરી અને સ્વજને દેવીની માફક તેની આરાધના-ઉપાસના કરવા લાગ્યા. આ જ સમયે શંખદત્ત વણિકપુગનું વહાણ પણ મૂળ દ્રવ્યને હજારગણું વૃદ્ધિ પમાડી આવી પહોંચ્યું.
આ પ્રમાણે આનંદ યુક્ત બનેલા તેઓને કેટલાક સમય વ્યતીત થયા બાદ સાગરદત્ત અને ધનવતી મૃત્યુ પામવાથી સમુદ્રદત્ત લક્ષમીને માલિક થયો. લોકો પર ઉપકાર કરતાં તેને સુશ્રાવક જિનદત્ત સાર્થવાહની સાથે નિમળ મૈત્રી થઈએકદા તે નંદયંતી અને સમુદ્રદત્તને રત્નાકરસૂરિ પાસે લઈ ગયો અને ત્યાં તેમણે દેશના સાંભળી. નંદયંતી સાથે તેણે સમકિત સ્વીકાર્યું અને પોતાની જાતને કૃતાર્થ માનતાં તે પિતાના દ્રવ્યને સાધુ તેમજ સાધર્મિક ભક્તિમાં ઉપયોગ કરવા લાગ્યો.
પિતાના બંધન કાપનાર અને તે સ્થળે આવેલા ભીલને, સંતુષ્ટ ચિત્તવાળા અને સ્વજનને પ્રીતિ પમાડતાં સમુદ્રઢ કુબેર સરખે ધનપતિ બનાવ્યો. સાત ક્ષેત્રમાં સ્વ-દ્રવ્યને સદુપચોગ કરીને, સિન્ધદત્તને ઘરનો સ્વામી બનાવીને, સમુદ્રદત્તે પ્રિયા સાથે રત્નાકરસૂરિ પાસે સંયમ ગ્રહણ કર્યું. ક્રમશઃ સમુદ્રદત્ત મુનિ મૃતકેવલી થયા અને સાવી નંદયંતી પણ અગિયાર અંગની જ્ઞાતા થઈ. સંયમનું શુદ્ધ રીતે પાલન કરીને એક મહિનાનું અનશન સ્વીકારીને, આયુષ્યને અંતે મૃત્યુ પામીને તેઓ બારમા અશ્રુત દેવલોક ઉપજ્યા. ત્યાંથી રવીને મોક્ષે જશે.
આ પ્રમાણે શીલને પ્રભાવ જાણીને સજન પુરુષોએ શીલ પાલનમાં હંમેશાં સાવધાન રહેવું. શીલ-માહાસ્યથી સમસ્ત વિશ્વને આનંદ આપનાર નદયંતીનું આ પવિત્ર ચરિત્ર જાણીને કામ-વાસનાથી વિરામ પામ અને સદેવ શીલનું પાલન કરવું.
સમવસરણને વિષે, હર્ષિત મનવાળી પર્ષદામાં શ્રી શ્રેયાંસનાથ પરમાત્માએ સૂર્યના કિરણ સરખું તેજસ્વી અને શીલ-માહાસ્ય દર્શાવતું નંદયંતીનું ચરિત્ર વર્ણવ્યું.
છે નંદયંતીના શીલ માહાભ્યને સૂચવતો દશમે સર્ગ સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com