SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પ્રસ્તાવના માતાપિતાની આવી ભક્તિ કરવી જોઈએ તે પુત્રધમ છે અને તેથી તેઓના ઋણમાંથી મુક્ત થતાં સુપુત્ર કહેવાય છે. અને દેવે પણ તેની જ પ્રશંસા કરે છે. હવે જયશેખર રાજા અપરાજિત કુમારને રાજ્ય સેંપી શ્રી તિમિરાચાય પાસે દીક્ષા લે છે. નિર. તિચાણે લાંબા વખત સુધી સંયમ પાળી કાળધર્મ પામી વૈમાનિક દેવ થાય છે, આ રીતે કલહંસ હંસીને અપરાજિત કુમાર જેવા પુત્ર માટેનો વાર્તાલાપ પોતાની ભાષામાં કરતાં જોઈ તે બન્ને મધુર વાર્તાલાપ સાંભળતાં ભુવનભાનુ રાજવીને ભાનુશ્રી રાણીએ કહ્યું કે આ બંને પક્ષીઓને પાંજરામાં આપણે રાખવા જોઈએ અને આપણે પણ પુત્ર પ્રાપ્ત કરી દેવારાધન કરવું જોઈએ. એમ વિચારી જેવામાં તે હંસયુગલને રાજા પકડવા જાય છે ત્યાં તે બને ઊડી એક કદલીમંડપમાં પ્રવેશ કરે છે. તેની પાછળ રાજા જતાં તેને સંતાપ પામેલો જોઈ તેની રાજ્યાધિષ્ઠાત્રી દેવી પ્રકટ થાય છે અને જણાવે છે કે-પુત્રની ઈચ્છાવાળી ભાનુબી બને તે માટે યુગલની માયાજાળ મેં રચી હતી, અને હવે જો તું અતિજાત પુત્રનાં વરદાનની માંગણી કરે છે તે છ માસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરી, નિરંતર જિનેશ્વર ભગવાનની પૂજા, જિનાલયમાં અફાઈ મહોત્સવ અને સંધનું સ્વામી. વાત્સલ્ય કરજે, અને આ જે કલ્પવૃક્ષ છે તેન ફળ ગ્રહણ કરે છે જેથી તેને પુત્રપ્રાપ્તિ થશે. જે સમયે ભાનુશ્રી સ્વપ્નમાં વિકસિત કમળસમૂહને જુવે અને ઉધાનમાંહેના વૃક્ષ, પુપ, ફળ પણ વિકસિત થાય ત્યારે અધિક પરાક્રમી પુત્ર પ્રાપ્ત થશે.” આ પ્રમાણે ફકત ભુવનભાનુને જણાવી તે દેવી અદશ્ય થાય છે. રાજ્યમહેલે રાજા આવી ભાનુશ્રીને જણાવતાં તે પણ હર્ષ પામે છે. રાજા દેવીના કહ્યા પ્રમાણે ધાર્મિક કાર્યો કરે છે. એક દિવસ રાત્રિના પાછલા પહેરે લક્ષ્મીદેવી યુક્ત વિકસિત નલિનીવન-કમલીનીનું વન અને અભિષેક કરાતી લમીદેવી તેણીના વિનાદ માટે એક મનહર હસે પિતાને આપે છે એવું સ્વપ્ન ભાનુશ્રી જોઈ ભુવનભાનુને તરત જણાવી શકુનની ગાંઠ રાણી બાંધે છે. રાજા કહે છે કે તમને સદાચારી પુત્ર થશે. પ્રાતઃકાળમાં રાજ સ્વપ્રપાઠકને બેલાવી ' સ્વમફળ ઉત્તમ પુત્રજાતિ જાણી, હર્ષ પામી રાણીને દૃષ્ટિ દોષ ન લાગે તે માટે જળ તથા મીઠું મસ્તક પરથી ઉતારી ફેંકી દેવામાં આવે છે. (દષ્ટિદેવ લાગવો ઘણું વહેમ માને છે તેમ નથી માટે તે કાળમાં પણ દષ્ટિદોષ નિવારવાના આવા પ્રયોગો થતાં ચરિત્ર જોવાય છે, જે વસ્તુ મિથ્યા નથી ) ગમના ત્રીજા માસે શાશ્વતાશાશ્વતા, તીર્થોની યાત્રા અને સંધભક્તિ કરવાની રાણીની ઈચ્છા થતાં રાજા રાણીને નંદીશ્વરદીપે તે માટે લઈ જાય છે. (ભુવનભાનુ અને ભાનુશ્રીને શુભાનગરીમાં પ્રવેશ મહોત્સવવન નામને . દેવકુમાર અને પરશુરામની કથા સહિતને આ ચોથે સંર્ગ પૂર્ણ થયો. ) . - સગઈ ૫ મો ( પ. ૧૧૧ થી પા. ૧૨૭ સુધી ). ગર્ભકાળ પૂરો થતાં સર્વ ગ્રહે ઉચ્ચ સ્થિતિમાં આવતા કાળીચતુર્દશીના દિવસે મધ્ય રાત્રિને વિષે ભાનુશ્રીએ પુત્રરત્નને જન્મ આપે. દાસીદ્વારા રાજાને વધામણું આપી તેથી ભુવનભાનુ રાજવીએ તેને દાસીપણામાંથી મુક્ત કરી, ગરીબોને દાન આપ્યું, કર માફ કર્યા, દેવપૂજાદિક મહેસૂવ કરી બારમે દિવસે સ્વપ્નને અનુસાર નલિની ગુમ પુત્રનું નામ પાડયું. મહાન તેજસ્વી સર્વાંગસુંદર અને વિશેષ પ્રકારે લલાટપ્રદેશમાં સુવર્ણને તિલકવાળા તે પુત્રને ક્રીડા કરતે જોઈ આવા પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy