SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૦ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૦ મે. આ હરિણસેનાપતિની પુત્રી નંદયંતી જણાય છે. આ વનમાં આપણને એકલી પ્રાપ્ત થઈ છે તેથી આપણે ધન્ય છીએ, કારણ કે હવે તેણીને ભેગવવી જોઈએ. “ હવે તે બંને પૈકી એકે વિચાર્યું કે-જે હું બીજાને હણી નાંખુ તે નંદયંતી મારી બને એટલે તેણે તેના પર પ્રહાર કર્યો. મરતા એવા બીજા ભીલે પણ તેના પર પ્રહાર કર્યો એટલે તેઓ બંને મૃત્યુ પામ્યા. ભયથી ત્રાસ પામેલી નંદયંતી પર્વત પર ચઢવા માટે જાય છે તેવામાં તેને હસ્તી ભેગે થયે. એટલે તેણે તેને ઉદ્દેશીને બોલી કે-“હે હસ્તિ ! તું મારા દુઃખને અંત લાવ.” તે વખતે તે હસ્તી તેણીની નજીક આવ્યો છતાં તેને પકડવાને અસમર્થ બનીને, ત્રણ વાર પ્રદક્ષિણા આપીને, નમસ્કાર કરીને, જેમ સ્વપ્નમાં આવ્યો હોય તેમ ચાલે ગયે. નંદયંતીએ વિચાર્યું કે- “ હજી મારું ભાગ્ય પ્રતિકળ જણાય છે. તે મને હજી ઘણું દુઃખ આપશે.” બાદ ભૂખ, તરસ અને થાકથી પીડિત થયેલી તેણી પર્વત પર ચઢવા લાગી, આ બાજુ, તે સ્થળે અરણ્યમાં પરિભ્રમણ કરતાં સમુદ્રદત્તે પહેલાં પગલાઓ જોઈને વિચાર્યું કે-“આ શું? રેખા યુક્ત આ ચરણપંક્તિઓ મારી પ્રિયા આ સ્થળે આવી હોય તેનું સૂચન કરે છે, તે નંદયંતી અહીં કઈ રીતે આવી હશે? હે દેવ! શું તમે ફક્ત મને આપવા માટે જ દુઃખ બાકી રાખેલ છે કે જેથી મને વારંવાર દુઃસહ્ય દુઃખની ઉપર દુઃખ જ આવી રહ્યું છે. (૧) સમુદ્રની સફર, (૨) વહાણનું ભાંગી જવું, (૩) ધનને નાશ થ() સમુદ્ર તરી બહાર નીકળવું, (૫) મિત્રને અસહ્ય વિગ, (૬) અરણ્યમાં આવી પડવું, (૭) અને આ સ્થળે પ્રિયાની પદ-પંક્તિ નિહાળવી-આ પ્રકારનું એક એક દુઃખ મારું શોષણ કરી રહ્યું છે; છતાં પણ મારા પ્રાણ ત્યાગ કરવો મુશકેલ બન્યો છે. જેને ખાતર મેં આ જીવિત ધારણ કર્યું છે તે મારી પ્રિયા મારાથી અળગી કરાઈ છે અને તેના વિયોગમાં બધી દિશાઓ મારા માટે શુન્ય જેવી બની ગઈ છે, છતાં પણ હવે, હું આ પદપંતિ કયાં સુધી જાય છે તેની તપાસ તે કરું.” આ પ્રમાણે વિચારીને સમુદ્રદત્ત આગળ ચાલ્યો તે સમયે શિયાળણીએ રૂદન કર્યું, ઘુવડ સન્મુખ આવ્યું અને ડાબી બાજુ કોયલ મધુર રીતે ટહુકવા લાગી એટલે તેણે વિચાર્યું કે “આ શુકન પહેલાં તે મને અનિષ્ટ અને ત્યારબાદ પ્રિય વસ્તુના મેળાપનું સૂચન કરે છે.” એટલે પહેલાં ભયભીત અને પછી હર્ષ પામેલ તે કંઈક આગળ ચાલે એટલે બે ભીલેએ જોઈને તેને જણાવ્યું કે-“અરે મૂર્ખ ! કહે કે તેં સંતાડેલું સોનું કયાં છે?” સમુદ્રદત્તે જણાવ્યું કે “મારી પાસે તે કંઈ નથી. ” એટલે એક ભીલે કહ્યું કે-“આને બાંધી લે.” સમુદ્રદત્તે તે ભીલને જણાવ્યું કે-“ શા માટે તમે મને ફેગટ દુઃખ આપે છે?” ત્યારે તે બંને ભલે બોલ્યા કે-“ આ મૂર્ખ બંધન વિના સત્ય હકીકત જણાવશે નહિં.” એટલે કેઈપણ એકાન્ત સ્થળમાં તેને લઈ જઈને વૃક્ષ નીચે બાંધ્યો. તે સ્થળે તેને મજબૂત રીતે બાંધીને તે બંને ભીલે નદીનું પાણી પીવા માટે ગયા તેવામાં તે સ્થળે એક બીજો ભીલ આવી ચઢ્યો. તે દયાળુ હતું. તેણે સમુદ્રદત્તના બંધને કાપી નાખ્યા એટલે સમુદ્રદરો આદરપૂર્વક કહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy