________________
પ્રસ્તાવના
આવે છે. તે વખતે તેનું ડાબુ નેત્ર ફરકે છે. હાથણીથી નીચે ઉતરી સાસુ સસરાને પગે લાગી “ કોઈ પણ કારણે અવિનય થયો હોય તેની ક્ષમા માંગે છે. સર્વ રૂદન કરે છે તે જ વખતે જયશ્રી અગ્નિદેવને પ્રણામ કરી. “આ સાહસનું કંઈ પણ ફળ હોય તે અન્યભવમાં ભારે સ્વામી અપરાજિતકુમાર થાઓ.” (જુઓ આદશ સ્ત્રીરત્નની છેવટની ઉચ્ચ ભાવના) એમ બેલી અગ્નિને ત્રણ પ્રદક્ષિણે દઈ જવામાં જયશ્રી ચિતામાં ઝુંપાપાત કરે છે તેવામાં અપરાજિત કુમાર ખડૂગ લઈ ત્યાં આવી પહોંચે છે અને જયશ્રીને આ સાહસ નહિં કરવા તેના માતાપિતાના સોગન આપે છે. અતિ ધૂમાડાને લઈને મુખ દેખાતું નહિ હોવાથી “હે શુભેતું કોણ છે? કયા કારણથી આ સાહસ કરે છે. જયશેખર રાજા રાણી અને જે કુંવરી અહિં આવી હતી તે કુશળ છે? ” એમ પૂછે છે. ધૂમાડાથી નહિ દેખતી એવી તેણી “મારા કાર્યમાં કોણ વિદ્ધ કરે છે? જે કન્યા સંબંધી પૂછે છે તે જ હું છું. સર્વ પરિવાર કુશળ છે ' તેમ કહી રૂદન કરે છે અને સર્વસ્વ ત્યાગ કરી મારા હૃદયમાં અપરાજિતને કાયમ માટે સ્થાપિત કરીશ; એમ સાંભળી હે મૃગલોચને ! જેને માટે તું આ સાહસ કરી રહી છે તે જ અપરાજિત કુમારને તું તારી સન્મુખ ઉભેલો કેમ જોઈ શકતી નથી એમ કહે છે. તેવામાં ચંદ્રના અજવાળે કુમારને જોઈ તેને કઠે વળગી પડી રૂદન કરે છે. તે જ વખતે પ્રેમ રસ ઉત્પન્ન થતાં તે સ્થળે જ તે જ અગ્નિ દેવને સાક્ષી રાખી ગાંધર્વ વિવાહથી લગ્ન કરે છે, અને માતાપિતા સાથે સર્વ જ્યાં ઊભા છે ત્યાં આવી માતાપિતાને બનેને પ્રણામ કરે છે. સેવે દુ:ખ ભૂલી જવાય છે, પિતા વગેરેના કહેવાથી પિતે કયાં ગયો હતો ને શું બન્યું હતું તે સર્વ વૃતાંત અપરાજિત કુમાર જણાવે છે. ત્યારબાદ કુમાર અને પુત્રવધુને હાથીએ બેસાડી નગરપ્રવેશ કરાવે છે અને જયશ્રી પિતા પાસે પ્રધાને પુરૂષોને મોકલી સર્વ સમાચાર જણાવે છે.
એક દિવસ અપરાજિત કુમારની માતાને દાહવર ઉત્પન્ન થાય છે અને તમામ ઉપચારો નિષ્ફળ જતાં “તે નગરની બહાર દષ્ટિવિષ સર્પવાળા ઉધાનમાં એક વાવડી છે જેમાં રહેલાં કમળોની શવ્યા કરવામાં આવે તે દાહજાર મટી જાય,” એમ એક વિદ્યના કહેવાથી એ ઉધાનમાં ભરવા માટે કોણ પ્રવેશ કરે એમ પિતાના પિતાનું ચિંતાનું કારણ જાણું પિતાની માતાની ભક્તિ માટે “હું ન લાવું તે પુત્ર શાને ? “એમ કહી પિતાની નહિં જવા દેવાની ઈચ્છા છતાં (સત્વશાળી, પુણ્યભાવક અને ધર્મરૂપી કવચ જેમણે ધારણ કરેલું છે તેવા નરરત્નને સર્વ વસ્તુ સુલભ છે. વિદો પણ પણ દૂર થાય છે.) અપરાજિત કુમાર સર્વે નિદ્રામાં હતાં તેવે સમયે ઉધાનની નજીક આવી પ્રાત:કાળ થતાં નમસ્કારમંત્રનું સ્મરણ કરી વાવડીમાં જતાં તેના પૂણ્યયોગે દષ્ટિવિષ સર્પ વિષરહિત થઈ જતાં વાવડીમાંથી કમળે લઈ, તે સર્ષની પૂજા કરી, તેની માફી માંગી બહાર આવતાં તેના પિતાને ત્યાં આવેલા જાણે છે. તે રાજમહેલે આવી કમળોની શય્યા કરે છે, જેથી માતાને દાહજાર શાંત થાય છે. કુમારની પ્રશંસા થાય છે. નમસ્કાર મહામંત્રનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ, ધ્યાન, આરાધન સર્વ વિદને દૂર કરે છે, આવા ન કથા સાહિત્યમાં ઘણાં પ્રસંગે-દષ્ટાંતે જોવામાં આવે છે તેથી જ તેને અપૂર્વ મહિમા છે તે સિદ્ધ થાય છે.” કે તે જ દિવસ રાત્રિના પાછલા પહોરે સંતુષ્ટ થયેલ તે દષ્ટિવિષ સર્પ તે ઉદ્યાનમાં નિર્ભય રીતે પુષ્પ, ફળ વગેરે ગ્રહણ કરવાની રજા આપે છે અને તે પુપિવડે અપરાજિતકુમાર હાર ગુંથી માતાપિતાના કંઠમાં આરોપણ કરે છે. અપરાજિતકુમાર નિત્ય સર્પને પુખેથી વધાવી દુષ્પપાન કરાવે છે. એક દિવસ મસ્તક પીડા થવાથી ત્યાં ન જઈ શકે અને તે સર્પ દુધપાનમાં આસકત બનેલ કંઈ બીજું ભોજન નહિ લઈ શકવાથી ત્યાં કોઈ જઈ શકતું ન હોવાથી ઘણે દિવસ ભૂખ્યા રહેવાથી ચોથે દિવસે મૃત્યુ પામી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com