SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ નંતીના વાર્તાલાપથી અને મિત્રાને થયેલ રાષ. [ ૨૨૧ ] સમુદ્રદત્ત—( ખિન્ન થઇને)–પરપુરુષમાં આસક્ત બનેલી આ શ્રી પાપી છે. તેના વિષે અનુરક્ત અનેલ હું ખરેખર મૂખ છું. આ સ્ત્રી ભય કર સપથી વીંટળાયેલ મલયાચલ પવ તની ચ`દન—લતા સરખી છે. વળી મેાટા મોટા મગરમચ્છને કારણે ન તરી શકાય તેવા નિર્માળ જળવાળી વાવડી સમાન છે. હે મિત્ર! હવે તું શું કરીશ ? * વસુમિત્ર—હું પોતે તે શરમાઉં છું. જે મને આ સ્ત્રીના ચરિત્રમાં છિદ્ર જણાશે તે હું પૃથ્વીમાં પેસી જઈશ. સમુદ્રદત્ત-હજી તે ઘણું સાંભળવા લાયક છે. અશેાકદત્ત કાણુ છે તે તું જાણે છે ? વસુમિત્ર—ઉભય લેાકથી વિરુદ્ધ આચરણ કરનાર કોઇ અધમ ક્રિપુત્ર જણાય છે. દાસી—હૈ સ્વામિન ! શાકદત્તના નામ શ્રવણ માત્રથી તું ખરેખર સ્થિર લેાચનવાળી અની ગઇ છે. તું ખરેખર કહે કે-તારા સ્વામી અને અશેાકદત્ત મને પૈકી તને કાણ વિશેષ વહાલું છે ? સમુદ્રદત્ત—હે મિત્ર ! આ બંનેની પાપ-કથા શરૂ થઈ ગઈ છે. નયતી—હે સખી ! મારા સ્વામી પ્રત્યે મને જે સ્નેહ હતા તે અત્યારે તે અશોકદત્તમાં પરિણમી ગયેા છે. દાસી—કયા કારણથી ? નય'તી—વહાલા અશાકદત્ત લાંબા સમયથી મારી ઉપાસના કરી રહ્યો છે, એટલે તેના પ્રત્યે મને સ્નેહ પ્રગટ્યો છે. સમુદ્રદત્ત—(નિ:શ્વાસ નાખીને) હે મિત્ર ! ને કણ ને વિષે તપેલી,સેાયના સરખું વચન સાંભળ્યું ? નિરાશ થયેલી નદય તી ક્ષણમાત્રમાં મારા હાથથી બીજાના હસ્તમાં ચાલી ગઈ જાય છે. હું પવિત્ર હાવા છતાં સ્વેચ્છાચારી આ સ્ત્રીના સોંગથી કલકિત બનેલ મારા દેહને હું હણી નાખોશ, માટે હે મિત્ર ! તું ચંદ્રહાસ ખડૂંગ લાવ. વસુમિત્ર—ખરામ ને કારણે પેાતાની જાતના વિનાશ કરવા યેાગ્ય નથી. સમુદ્રદત્ત—તે હું તાપસ બનીને વનમાં ચાલ્યેા જાઉં છું. વસુમિત્ર—તું ફોગટ દુઃખી ન થા. આ ખગથી હું પાપી અશેાકદત્તનું મસ્તક છેદી નાખીશ. સમુદ્રદત્ત—હુ` મારા પેાતાના હસ્તેજ તેનું મસ્તક કાપીને, જે સ્થળે નીચ સ્ત્રીને નામ પણ ન સંભળાય તેવા વનમાં ચાલ્યેા જઇશ. જે સ્રીએ નેત્રાથી ચચળ છે, સ્તનાને લીધે કઠિન છે અને કેશને કારણે મલિન છે તેવી સ્ત્રીએ ખરેખર ત્યાજ્ય છે. • વસુમિત્ર—જો તું અશેાકદત્તનું મસ્તક કાપીશ તે હું લાકડીના પ્રહારથી દાસીનું મસ્તક ફાડી નાખીશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy