SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમશકિત અને શ્રીદત્તનું યુદ્ધ માટે મિલન | [ ૨૦૯ ] દ્વતાના મુખદ્વારા સઘળી હકીકત જાણીને શ્રીદરે હર્ષપૂર્વક તે બંને પત્નીએ પરત્વે અધિક આદરભાવ બતાવ્યો. હવે વિક્રમશક્તિને જીતવાને માટે શ્રીદરે પ્રયાણ કર્યું અને તેમાં સહાય કરવા માટે બને શ્વસુરને બોલાવ્યા. તે બંને શ્વસુર આવ્યા બાદ તેણે વિક્રમશક્તિ પાસે દૂત મેક. તેણે જઈને વિક્રમશક્તિને કઠોર વાણીથી જણાવ્યું કે “હર્ષદેવ અને શૂરસેન રાજાની સાથે શ્રીદર રાજા તમારું મસ્તક યમરાજને અર્પણ કરવા આવી રહેલ છે. શ્રીત્તના પિતા વરસિંહને મારીને હવે તું કેટલો લાંબો સમય જીવી શકીશ ? હમણાં જ તું તારા દુષ્ટાચરણું" રૂપી વૃક્ષના ફલને પ્રાપ્ત કર.” આ પ્રમાણે સાંભળીને રક્ત લેનવાળા વિક્રમશક્તિએ તે દતના કંઠમાં રુદ્રની માળા પહેરાવી, વિશેષમાં કહ્યું કે- ખડગને કારણે મદોન્મત્ત બનેલા તે પહેલીપતિ શ્રીદતને હું મારા પોતાના પશુની માફક હણી નાખીશ, તો તું તેને મારી પાસે લાવ.” આ પ્રમાણે કહીને વિક્રમશક્તિએ ભેરી વગડાવી, જેના ઇવનિથી ચતુરંગી સેના સજજ બનો. બાદ અપશુકનથી ખલના કરાતે, મંત્રીઓથી અટકાવાત, નિમિત્ત દ્વારા દુષ્ટ નિમિત્તને વારંવાર સાંભળો, અંતઃકરણમાં અત્યંત અભિમાનને ધારણ કરતે વિક્રમશક્તિ સમસ્ત સેના સહિત પોતાના નગરમાંથી નીકળીને સરહદે આવી પહોંચ્યો. તે સ્થળે પડાવ નાખીને, દ્વતને સમજાવ્યો કે-“તું પહલીપતિ શ્રીદત્ત પાસે જા અને મારી આજ્ઞા જણાવ કે-આ વિક્રમ શક્તિરાજવી તારી સમીપે આવી પહોંચ્યો છે તે તું સંધિ કરીને રાજ્ય ભોગવ અને મરણને શરણ ન થા. મારી પ્રસન્નતાને કારણે જંગલમાં રહીને, કેળાહળ કરનારા તેને અંગે અભિમાની બનેલ તું શા માટે રાજ્યને જોગવતે નથી? સ્ત્રીની મહેરબાનીથી મળેલા વૈભવને કારણે ભીલ સરખા તારી સાથે યુદ્ધ કરતાં મને શરમ આવે છે.” આ પ્રમાણે વિક્રમશકિતને આદેશ સ્વીકારીને નીકળેલા તે દૂતે શ્રીદત સમીપે આવીને પોતાના સ્વામીની કહેલી બીના બરાબર કહી સંભળાવી. એટલે ક્રોધ પામેલા શ્રીદને કઠોર વાણીથી તેને કહ્યું કે-“ આ પ્રમાણે બકવાદ કરવા છતાં તું ફતહેવાથી અવધ્ય છે, અને એટલા માટે જ હું તને પકડતું નથી. તું તારા નિર્લજજ રાજાને જણાવ કે-વનમાં સિંહ સમાન હું, હે માત ગ ( હરિ) ! તારી મૌકિતકરૂપી લકમીને ગ્રહણ કરીશ. વિશેષ શું ? પિતાના પુણ્યને લીધે પ્રાપ્ત કરેલ એશ્વર્યવાળા અને લક્ષમીન પતિ શ્રી કૃષ્ણ જેવી રીતે દૈત્યોને હણી નાખ્યા તેમ સૌભાગ્યરૂપી સંપત્તિવાળા અને ભીલ કન્યા(સુંદરી)રૂપી ધનવાળે હું પણ તને હણી નાખીશ.” દૂતના જવા પછી શ્રીદરે રણભેરી વગડાવીને સૈન્યને સજજ કર્યું, એટલે ગરવ કરતાં હરિત-સમૂહવાળું, હણહણાટી કરતાં અશ્વોવાળું, ક્વનિ કરતી ઘુઘરીઓવાળા રથ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy