SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીદરનો વધ કરવાને થયેલ હુકમ [ ૨૦૩] ઠગાતે નથી. પૂર્વે કોઈ પણ નિરપરાધી પ્રાણને સંકટમાં પાડયો હશે અથવા તે કઈને કલંક આપ્યું હશે તેથી મને આવી કદર્થના પ્રાપ્ત થઈ છે. પ્રમાદરૂપી મદિરાનું પાન કરનાર પ્રાણીઓ છાપૂર્વક વિચારે છે-સ્વછંદી બને છે તેનું ફલ વિષમ હોય છે; તેથી વિવેકી પુરુષમુનિજને ત્રણ ગુમિ( મન, વચન અને કાયા)થી ગુપ્ત હોય છે” ઉપર પ્રમાણે વિચારણા કરતાં અને સુભટોથી લઈ જવાતા શ્રીદરે દુર્ગતિને આવતી રોકવામાં બે કપાટ (કમાડ) સમાન બે મુનિવરોને જોયા. ધમના સર્વસ્વરૂપ અને મોક્ષનગરીના દ્વાર સમાન છે અને મુનિવરને જોઈને, અત્યન્ત આનંદિત બનેલ તેણે હૃદયમાં વિચાર્યું કે “ આવા સંકટ સમયે પણ સાધુપુરુષનું દર્શન થવાથી હું ખરેખર કલકત્ય બન્યો છું, આ બંને મુનિવરોની પ્રસન્નતાથી મારું સર્વ પ્રકારે સારું થશે. સર્વ પ્રકારના રોગથી રહિત, વ્યસનથી દ્વર રહેનાર અને મહાવતેને ધારણ કરનાર આ મુનિવરો ખરેખર ધન્યવાદને પાત્ર છે. સર્વ જીવો પર દયા રાખવારૂપ આ જૈન ધર્મ ખરેખર એક ઉત્તમ છે. પૂર્વે મેં જીવહિંસારૂપી અધર્મને જ ધર્મ માનેલું હતું, તો જે હું આ સંકટમાંથી બચીશ તે સુખને આપનાર એ આ અહિંસારૂપી ધર્મ ગ્રહણ કરીશ.” આ પ્રમાણે વિચારતાં શ્રીદત્તને સુભટ લેકે કેટવાળ પાસે લઈ ગયા. તેનાથી પૂછાયેલા શ્રીદ જણાવ્યું કે-“હું ચાર નથી.” એટલે સુભટોએ પછયું- “જો તું ચોર નથી તે કહે કે તે કયાં ગયે કે જેણે તારા અને છેડે હાર બાંધી દીધે.” શ્રીદરે કહ્યું કે–“તે સંબંધમાં હું કઈ પણ જાણતો નથી.” “ આ અસત્યભાષી છે” એમ કહીને તેઓએ શ્રી દત્તને વધ કરવાનો હુકમ કર્યો. તે સમયે શ્રીદત્તની આકૃતિ જોઈને નગરવાસીઓ હાહાકારપૂર્વક બોલવા લાગ્યા કે “આની આક્રિત જેવાથી માલૂમ પડે છે કે-આ વ્યક્તિ ચોર નથી. મૂર્ખ અને પથ સરખા આ જડ સુભટે પાત્ર કે અપાત્ર (ચેર કે શાકાર ) જાણી શકતા નથી. જે આવા પુરુષ થી આવા પ્રકારનું અઘટિત કાર્ય થયું હશે તે તે જણાય છે કે-મૃત્યુલોકમાં કેઈપણ સદાચારી વ્યક્તિ હોઈ શકશે નહિ.” આ સમયે ગોખમાં બેઠેલ મૃગાંકલેખાએ અતિશય કેળાહળને સાંભળીને પિતાની દાસીને પૂછયું કે-“ નગરમાં કયા પ્રકારને કેળાહળ થઈ રહ્યો છે? પહેલાં મારું જમણું નેત્ર ફરકીને હમણું મારું ડાબું નેત્ર ફરકે છે. તેવામાં તે સમાચાર મેળવીને દાસીએ તેણીને જણાવ્યું કે-“રૂપથી કામદેવને પણ જીતી લેનાર કેએક પુરુષને વધસ્થાનમાં લઈ જવાય છે. તેને જોઈને નાગરિક લેકો હાહાર કરી રહ્યા છે. મને પણ એમ જણાય છે કે–તે ચાર હોઈ શકે નહિ, કારણ કે તમારું જમણું નેત્ર ફરકીને હમણું જે ડાબું નેત્ર ફરકી રહ્યું છે તે હે દેવી! તમારા પૂર્વના દુ:ખને દૂર કરનાર સુખને સૂચવી રહ્યું છે.” તેવામાં સેનાપતિના ઘર સમીપે, કોટવાલથી પરિવરેલ અને શરમને લીધે નેત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy