________________
[ ૧૬]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે. બાદ બાહુશાલિની સાથે શ્રીદત્ત પિતાના ઘરે ગયે અને સખીવર્ગે રાજાને રાજપુત્રીની સ્થિતિ સંબંધી હકીકત નિવેદન કરી. રાજાએ કહ્યું કે-“હે પુત્રી ! તારું કષ્ટ દૂર થયું ? રાજકન્યાએ જણાવ્યું કે-“ આપના ચરણકમળના પ્રભાવથી મારી સમગ્ર પીડા નાશ પામી છે.” રાજાએ કહ્યું કે “જેણે ક્ષણમાત્રમાં વિષનો નાશ કર્યો તે સામાન્ય વ્યકિત' નથી.” એ પ્રમાણે બાલીને, રાજાએ બાહશાલિના પિતાને બોલાવી કહ્યું કે તું મારા વચનથી શ્રી દત્તને જણાવ કે-“તેં આજે મારા પર મહાન ઉપકાર કર્યો છે. મારી પુત્રીને જલ્દી મૃત્યુના મુખમાંથી બચાવી તે હું તને કરડ સોનામહોર, ઉત્તમ વસ્ત્રો અને હજાર ગામવાળો દેશ આપું છું.” આ પ્રમાણે રાજાને આદેશ તેણે શ્રીદત્તને જણાવ્યો ત્યારે શ્રીદત્ત જણાવ્યું કે-“મારે સોનામહેર કે દેશની જરૂર નથી. હે પૂજ્ય ! હું તે સર્વ આપને અર્પણ કરું છું.”
ઉપર પ્રમાણે બલીને, સૌથી ઉપલા માળે હીંડોળા પર જઈ સૂતો અને તે કન્યાના વિષથી જાણે પિતે સંક્રમિત થઈ ગયો હોય તેમ અત્યન્ત મચ્છ પામેલા તેને જોઈને
બાહશાલિએ પૂછયું કે-“હે સ્વામિન ! તમારી આવી સ્થિતિ કેમ થઈ? મૂર્છા પામેલા તમે * વારંવાર દીર્ધ શ્વાસોશ્વાસ કેમ લઈ રહ્યા છે? 7 શ્રીદત્તે જણાવ્યું કે-“ તેથી કામદેવના હસ્તમાં રહેલી નવી કટારી સરખી છે, કે જે જેના હૃદયમાં લાગવા છતાં તે રહે છે તે ખરેખર વીર પુરુષ છે. તેણી કેઈ નવીન ચંદ્રરેખા છે કે જેનું દર્શન નહીં થવા છતાં પણ મારો ચિત્તરૂપી સમદ્ર ઉછાળા મારી રહ્યો છે-વિહવલ બની રહ્યો છે. કોમલાંગી તેણીના સંગમ રૂપી જલ વિના વિનરૂપી નવીન અગ્નિથી દગ્ધ થયેલા મારા જીવિતને પણ સંશય જણાય છે.”
આ પ્રમાણે શ્રીદત્તનું કથન સાંભળીને તેના બધા મિત્રો ખિન્ન બન્યા એટલે બાહશાલિએ કહ્યું કે-“હે મિત્રો ! તમે ખેદ ન કરો, આ વિષયમાં હું એવો ઉપાય કરીશ કે જેથી આપણા સ્વામીને તેણીની સાથે સંગમ થાય.” ત્યારે શ્રીદત્તે નિઃશ્વાસપૂર્વક કહ્યું કે“તારુ આ વચન મારા આશ્વાસન માત્ર જ છે, કારણ કે જ્યાં સૂર્યના કિરણે પણ પ્રવેશ કરી શકતા નથી ત્યાં માણસનું શું ગજું?” એટલે બાહુશાલિ બે કે-“ રાજાને પણ પાંજરામાં પૂરીને હું તારી પાસે ચક્કસ રાજકન્યાને લાવીશ.”
આ પ્રમાણે તે મિત્રો પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં કોઈ એક સી બાહુશાલિના આવાસે આવી પહોંચી અને કોઈ એક વ્યક્તિને પૂછયું કે “ અત્યારે શ્રીદર કયાં છે ? ત્યારે તેણીને જણાવ્યું કે “હમણાં મિત્રની સાથે શ્રીદત્ત ઉપલા માળે રહેલા છે. ” એટલે તેણીએ તે વ્યકિતને કહ્યું કે-“તમે શ્રીદત્તની પાસે જઈને જણાવો કે-મૃગાંકલેખાની સંગમિકા નામની સખી તમને તમારી વીંટી પાછી આપવા માટે દ્વારે આવી છે.” તે વ્યક્તિએ તે સમાચાર શ્રીદત્તાને જણાવ્યા ત્યારે તે ખુશી થયો અને “ જલદી તેને પ્રવેશ કરાવ.” એમ કહ્યું ત્યારે તેણી અંદર દાખલ થઈ. શ્રીદત્ત તેને શીધ્ર આસન અપાવ્યું અને મૃગાંકલેખાના કુશળ સમાચાર પૂછયાં. એટલે સંગમિકાએ કહ્યું કે-“આપણે એકાન્તમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com