SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૦ ] . શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મે. . ' એ તર ( આશ્ચર્યજનક) છે, કારણ કે તેથી તે જ ભવમાં અક્ષય એવી ભુક્તિ (ભોગસામગ્રી) અને મુક્તિ પ્રાપ્ત થાય છે. પરમામાં તે સ્થળેથી વિહાર કરી ગયા બાદ નદડીએ પરમાત્માના ચરસ્થાપનને સ્થળે પીઠિકા બનાવી, જેથી લોકો તેમની ચરણપંક્તિનું ઉલંઘન ન કરે. દિવસે દિવસે વૃદ્ધિ પામતાં અસાધારણ જ્ઞાન, ચારિત્ર અને દર્શનદ્વારા આત્મધ્યાનમાં મગ્ન રહેતાં, અપ્રતિબદ્ધ વિહારથી મેહ રાજાને વિશેષ પ્રકારે જીતતા, કમના મર્મસ્થળને ભેદનાર તપશ્ચર્યાનું અવલંબન લેતા, વિહાર કરતાં કરતાં ફરીથી બે વર્ષે સિંહપુર નગરે આવી પહોંચેલા, સહસ્ત્રાબ્ર વનમાં દીક્ષાવૃક્ષ નીચે રહેલા, શુકલધ્યાનના બે પાયાના ચિંતવનવડે ઘાતકર્મોને નાશ કરતાં એવા પરમાત્માને માઘ માસની અમાવાસ્યાને દિવસે, ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવ્યું તે પૂર્વાન સમયે બાવાત રહિત, પૂર્ણ અને કાલેકને પ્રકાશિત કરતું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આસનપથી અવધિજ્ઞાનતા પરમાત્માનું કેવળજ્ઞાન જાણીને બધા ઇંદ્ર મહારાજાઓ આવી પહયા. પરમામાના સમવસરણની રચના કરવાને ઈરછતા વાયુકમારેએ એક જનપ્રમાણુ પૃથ્વીને સાફ કરી. બાદ મેઘકુમાર દેએ તે પૃથ્વીને ચંદન રસ, કેશર અને ઘનસાર(બરાસ)થી વાસિત જળવડે સીંચી. જળનું સિંચન થવાથી પૃથ્વી, જાણે પિતાને ખોળામાં વૃદ્ધિ પામેલ લિનું શમન થવાથી જ હેય તેમ અત્યંત અશુ સારવા લાગી, વ્યંતર દેવે એ રત્ન વિગેરેના ટુકડાઓથી પડઘાર બાંધે અને ઢીંચણ પ્રમાણ ચિત્રવિચિવ પુની વૃષ્ટિ કરી. વ્યંતરેંદ્રોએ તે સ્થળે ચાર પ્રકારના તાર બનાવ્યા. ભવનપતિ દેએ રૂપાને ગઢ બનાવે. હજારે મણિએથી ભૂષિત ફણાવાળા શેષનાગની માફક તે રૂપાના ગઢ પર સોનાનાં કાંગરા કરવામાં આવ્યા. તે રૂપાના ગઢની અંદર તિવી દેવોએ, જાણે મેરુપર્વતે દાફિયતાના કારણે દક્ષિણારૂપે આપે છે તે સેનાને કિલે રમે. તેના પર રત્નના કાંગરા બનાવ્યા તે જાણે કે કિલ્લામાં દાખલ થયેલા સૂર્યના પ્રતિબિંબને સ્થાપિત કરી દેવાયા હોય તેમ જણાતું હતું. બાદ વૈમાનિક દેએ તે સેનાના કિલ્લાની અંદર રત્નને કિલ્લો બનાવ્યો. તે જાણે કે-પ્રમુએ ત્યજી દીધેલ રાગ પ્રત્યક્ષ સ્વરૂપે આવ્યો હોય તેમ જણાતું હતું. તે રત્નના કિલ્લા પર પાંચ પ્રકારના મણિએવાળા કાંગરાએ મૂકવામાં આવ્યા તે જાણે કે પરમાત્મા પાસે પિતાના અવિરધીપણાને સૂચવતા હોય તેમ જણાતું હતું. પરમાત્માને પ્રાપ્ત કરીને જાણે અતિ હર્ષ પામ્યા હોય તેમ તે ત્રણે કિલ્લાએ પિતાની ધ્વજારૂપી ઊંચી ભુજાઓ થી નૃત્ય કરતા હોય તેમ જણાતું હતું. તે સ્થળે ઇદ્રનીલ મણિના તેર શોભતા હતા તે શ્રી જિને શ્વરની પાસે આવનારી શ્રી તીર્થંકરપણાની લમીનું ઉત્તરાસન હોય તેમ શોભતા હતા. તે કિલ્લાઓમાં બાર દરવાજાઓ શોભતા હતા તે જાણે કે બાર પ્રકારની પર્ષ દને પ્રવેશ કરવાને માટે માર્ગો હોય તેમ જાતું હતું. દરેક દરવાજે દેવાએ પાની તથા વાવડીઓ બનાવી તે જાણે કે આવનાર વ્યક્તિઓની ઠંડી અને ગરમીને દુર કરવાને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy