SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય રાજકુમારીનું શ્રી કોયાંસકુમારના શરણે આવવું [ ૧૬૭ ]. પિતાને પ્રવાહ બીજી તરફ વાળ્યું. શ્રી શ્રેયાંસકુમારની સેનાએ તે સ્થળે પડાવ નાખ્યો. આ રીતે નરરત્ન શ્રી શ્રેયાંસકુમારે પોતાના પટમાં પ્રવેશ કરવાથી તે રત્નગર્ભા નદી ખરેખર સાર્થક નામવાળી બની. આ પ્રમાણે નદીએ આવ સ આપવાથી તેમજ ઇંદ્રના રથનું આગમન જાણીને આશ્ચર્ય પામેલા કેટલાક રાજકુમારો અભિમાન રહિત બન્યા અને કેટલાક નિરાશ બની ગયા. વળી કેટલાક મુખ્ય રાજકુમાર વિચારવા લાગ્યા કે “ આ સર્વ પૂર્વે કરેલા પુણ્યને જ પ્રભાવ છે, કારણ કે શ્રી શ્રેયાંસકુમાર પાછળથી આવવા છતાં પણ આપણા સર્વ કરતાં અગ્રણી બન્યા છે તે આ કુમારની ચરણસેવા સ્વીકારવી ઉચિત છે; કારણ કે ગુણવાન પુરુ પ્રત્યે કેપ કેમ હોઈ શકે ? એટલે તેઓએ અન્ય અભિમાની રાજકુમારોને પિતાના દ્વારા કહેવરાવ્યું કે-અભિમાનનો યોગ કરીને શ્રી શ્રેયાંસકુમારને પ્રણામ કરો, કારણ કે તેઓ ત્રણ ભુવનના પ્રાણીઓનું રક્ષણ તેમજ નાશ કરવા સમર્થ છે. ન માગવા છતાં પણ ઇંદ્રમહારાજે પોતાને રથ તેમને માટે મેકલેલ છે. વળી રત્નગર્ભા નામની આ મહાનદીએ પણ તેમને માટે આવાસ આપે છે. શ્રી શ્રેયાંસકુમાર દયાળુ હોવાથી અભિમાનીઓને કદી કષ્ટ આપતા નથી; તે તેમની સમક્ષ અભિમાન કરવામાં કોઈ પણ પ્રકારની કુશળતા નથી. તક્ષક નાગની ફણ પર રહેલ મણિને ગ્રહણ કરનાર શું કુશળ રહી શકે? પર્વતને પ્રહાર કરવામાં તો હસ્તીઓના દાંતનો જ નાશ થાય છે. અગ્નિની માફક અત્યન્ત તેજસ્વી અને જગતને વિષે દીપક સમાન શ્રી શ્રેયાંસકુમાર પ્રત્યે પતંગીયાની માફક પિતાની પાંખેને નાશ ન કરો. ત્રણ જગતના સ્વામી શ્રી શ્રેયાંસકુમાર પ્રત્યે વૈરભાવને ધારણ કરનાર અને અહ૫ બુદ્ધિવાળા તમારું સ્થાન કયાં રહેશે ? અર્થાત તમે કઈ રીતે જીવી શકશે ? તે છેષભાવને ત્યાગ કરીને તેમની ક્ષમા માગે અને નમસ્કાર કરો. ત્રણે ભુવનને પૂજનીય આ કમારને પ્રણામ કરવાથી લધુતા નહીં થાય. તેમને નમસ્કાર કરવાથી તે ઉભય લોકની લહમી પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણેનું કથન સાંભળીને તેઓ સર્વ શ્રીશ્રેયાંસકુમારને નમસ્કાર કરવાને તૈયાર થયા. પછી સંદેહ યુક્ત ચિત્તવાળા તેઓ સર્વ એકત્ર થઈને વિચારવા લાગ્યા કે-“ આપણે અત્યારે જે આચરણ કર્યું છે તે ઉચિત નથી, કારણ કે શ્રી કાંતાને શ્રીશ્રેયાંસ પ્રત્યે અનુરાગિણી જાણીને પણ આપણે અહીં આવ્યા છીએ તે હવે કયે મેઢે આપણે જગત સ્વામી શ્રી શ્રેયાંસકુમાર પાસે જઈએ ? આપણુ દુરાચરણની તેઓ કઈ રીતે માફી આપશે?” એટલે ચંદ્રચૂડ નામના રાજકુમારે જણાવ્યું કે-“તમે કોઈપણ પ્રકારની કુશંકા ન કરો; કારણ કે શ્રી શ્રેયાંસકુમાર નમસ્કાર કરનાર પ્રત્યે કરુણાળુ છે; તે સ્કંધ (ખભા ) પર કુહાડો રાખીને, જઈને તેમને નમસ્કાર કરીએ. ” ચંદ્રચૂડકુમારની સલાહ માન્ય રાખીને તે સર્વ રાજકુમાર શ્રીશ્રેયાંસકુમારના આવાસે આવી પહોંચ્યા અને દ્વારપાળે તેઓનું આગમન કુમારને જણાવતાં કહ્યું કે-“હે સ્વામિન્ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy