SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકાંતાકુમારીના દેહતું અનુપમ વન. [ ૧૫૭ ] આપ્યા. સૂચ' સરખા તેજસ્વી ગાત્રા અને ચ`દ્ર સરખા મુખને કારણે જાણે તેણી જન્મથી જ સૂર્ય તથા ચંદ્રયુક્ત હાય તેમ અદ્ભૂત રીતે શે।ભી રહી હતી. તેના જન્મસમયે રાજાએ એવા ભવ્ય મહાત્સવ કર્યો કે જેથી સમસ્ત નગરજને આશ્ચય પામ્યા. ૨જાએ સૂર્ય તથા ચદ્રદર્શન, ષષ્ઠી જાગરણ વિગેરે ભવ્ય મહેાત્સવા પુત્રજન્મની માફક કર્યા, ખારમે દિવસે સ્વજનોનો સત્કાર કરીને રાજાએ, તેણી ગભમાં આવવાને કારણે લક્ષ્યોની વૃદ્ધિ થવાથી તેમજ આનંદ થવાથી તેમજ આનંદશ્રી રાણીની કાયા અત્યંત મનોહર મનવાથી તેણીનું શ્રીકાન્તા નામ રાખ્યું, પાંચ ધાવમાતાથી લાલનાપાલના કરાતી શ્રીકાન્તા કલકરહિત બીજના ચંદ્રની માફક પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. હે વિષ્ણુ રાજા ! પુત્રીના બહાનાથી સાક્ષાત્ કલ્પલતા આવી જાય છે, કારણ કે તેણીના જન્મને લીધે સમસ્ત રાજલક્ષ્મી વૃદ્ધિ પામી છે. સમસ્ત જનતા તેણીનું કુલદેવી, લક્ષ્મી, કામધેનુ, વિદ્યા અને સરસ્વતીની માફક આરાધન કરે છે. તે કન્યાના અચિન્ય પ્રભાવને કારણે લેાકેાના સ પ્રકારનાં મનોવાંછિત પૂર્ણ થાય છે. દીર્ઘ સમય સુધી સમસ્ત અદ્ભુત ક્રીડાએ દ્ધારા પેાતાને કૃતા માનતા તેણીના માલભાવ (માલકાળ) વ્યતીત થઇ ગયા. જાણે પ્રિય સખીની માફક આદરપૂર્ણાંક કાઇપણ સ્થળેથી અચાનક આવીને યૌવનલક્ષ્મીએ તેણીને આશ્રય લીધા અર્થાત્ શ્રીકાન્તા યૌવનવતી બની. તેણીના મુખની સુવાસને કારણે જ સપ આળ્યેા હોય તેમ તેણીને અંજન સરખા શ્યામ કેશપાશ અત્યન્ત શાભી ઊઠયા. નેત્રરૂપી કમળના ભ્રમથી આવેલ ભ્રમરની શ્રેણિ સરખા તેણીના કેશસમૂહ વિષ્ણુના કંઠે કરતાં પણ અધિક સુન્દર હતા. અર્ધ ઉદય પામેલ સૂચના પ્રતિબિંબની જાણે હાંસી કરી રહ્યું હોય તેમ અતિ તેજસ્વી તેણીનુ ભાલસ્થળ શાલી રહેલ છે. મણિજડિત કું ડલના ભારને લીધે જાણે અધિક ખેદ પામ્યા હોય તેમ વિસામાની ઇચ્છાથી તેના ખને કર્ણો સ્ક ંધપ્રદેશના આશ્રય લઇને રહ્યા છે. “ અમારા શત્રુ સરખા કમળને તમે શા માટે ધારણ કરે છે ? ” એ પ્રમાણે ઠપકા આપવા માટે જ હોય તેમ તેણીના ખતે નેત્રા કણું પન્ત લખાયા છે. વક્ર મનુષ્યા મલિનતાને અનેસરલ મનુષ્યા ઉન્નતિ પામે છે.” એમ શ્રીકાન્તા કુમારી લેાકેાને પેાતાની ભૃકુટી તથા નાસિકાદ્વારા સૂચવી રહી છે. વિશ ળ બુદ્ધિવાળા બ્રહ્માએ કલંક રહિત ચંદ્રને બે ભાગમાં વહેંચીને તેણીના એ કપાલા બનાવ્યા જણાય છે. રાતા એછ તેમજ મેાગરાના પુષ્પ સરખી તપ કિતને કારણે તેણીના સૌભાગ્યરૂપી કલ્પવૃક્ષ તથાપ્રકારે વિકસિત અને પલ્લવયુકત બન્યા છે. તેણીના કઠપ્રદેશ પર રહેલ પ્રકાશિત ત્રણ રેખા એમ જણાવી રહી છે કે–આ ત્રણ ( ધર્મ, અર્થ અને કમ) વગ'નુ' મૂળ છે. હસ્તરૂપી પલ્લવથી શે।ભતી અને નખરૂપી પુષ્પથી યુકત તેણીની મને ભુજલતાએ પુણ્યની માફક તેણીનો સ`સગ પામીને વૃદ્ધિ પામે છે. પુષ્ટ અને ઊંચા અને સ્તનાના ભારથી તેણીના દેહનું અધિક સૌન્દર્ય જાણે પીંડાકાર બન્યુ હોય તેમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy