SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૧૨૨ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૫ મે જય તથા યશ વિસ્તાર પામ્યા. સરસ આશયવાળા રત્નસારે અનેક ધર્મસ્થાન બનાવ્યા અને લાંબા સમય સુધી પવિત્ર શ્રાવક ધર્મનું પાલન કર્યું. બાદ હર્ષયુકત ચિત્તવાળા તેણે પ્રસન્નચંદ્ર નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરીને, નિષ્પા૫ બુદ્ધિવાળા તેણે સર્વાર્થસિદ્ધ વિમાનની પ્રાપ્તિ કરી જ્યારે જિનશાસનના શત્રુ શિવદતને અતિદુઃખદાયી ભવસાગરમાં ભ્રમણ કરશે. - શ્રીઆનંદસૂરિ મહારાજે ભુવનભાનુ રાજાને કહ્યું કે “હે રાજન ! કષ્ટદાયી સમયમાં પણ રત્નસારની માફક અંતઃકરણમાં કઈ પણ પ્રકારની ખિન્નતા ધારણ કરવી નહીં.” પછી રાજાએ સૂરિ ભગવંતને પૂછ્યું કે-“કયા કારણને લીધે મારો પુત્ર સૌભાગ્યશાળી, દાનવીર અને વિષયે પ્રતિ વિરક્ત બન્યો છે?” ત્યારે સૂરિમહારાજે જણાવ્યું કે-“ડા સમયમાં મોક્ષે જવાવાળા જ આવા પ્રકારના સ્વભાવવાળા હોય છે, અને તે પ્રજાનું રક્ષણ કરવાપૂર્વક લાંબા સમય સુધી રાજ્ય કરશે. પછી મારા શિષ્ય વદત્ત નામના સૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરીને, બારમાં અશ્રુત નામના દેવલોકમાં જશે. ત્યાં બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને, ત્યાંથી ચવીને જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામના નગરમાં વિષ્ણુ રાજાને ત્યાં વિશ્વને આનંદ આપનાર પુત્ર તરીકે જન્મશે અને તીર્થંકરનામકર્મનું પાલન કરીને સિદ્ધિ પદને પામશે. આ ઉપરાન્ત પૂર્વે કરેલા પુણ્યના પ્રભાવને કારણે શ્રી તીર્થંકર ભગવંતના બીજા અતિશયવાળા ગુણે પણ તેને ચક્કસ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે ગુરુમહારાજની દેશના સાંભળીને આનંદાથવાળી સમસ્ત સભા કુમારના વિયોગજન્ય સમસ્ત દુઃખને ભૂલી ગઈ. વળી લોકો પ્રશંસા કરવા લાગ્યા કે-“ભુવનભાનુ રાજા ધન્યવાદને પાત્ર છે, કે જેને ત્યાં નલિની ગુમ જે પુત્ર જન્મેલ છે. પછી ભુવનભાનું રાજવીને કુમારને જોવા માટે અત્યંત ઉત્કંઠા થઈ. ગુણહીન પુત્રને પણ જોવાની ઈચ્છા પિતાને હોય છે, તો પછી ગુરુશાળી પુત્રને માટે તે પૂછવું જ શું? ભુવનભાનુએ સૂરિમહારાજને પ્રણામ કરીને પૂછયું કે-“કુમારના આગમન બાદ હું દીક્ષા ગ્રહણ કરીશ, પરંતુ હમણાં તે આપ મને ગૃહસ્થ–ધમ અંગીકાર કરાવો.” પછી રાજાએ રાણીઓ અને અન્ય લોકો સાથે સમકિત સહિત દેશવિરતિ ધમ (બાર વ્રત) ગ્રહણ કર્યા. કુમારના સમાચાર મળવાથી તેમજ દેશવિરતિ ધમની પ્રાપ્તિ થવાથી હર્ષ પામેલ ભુવનભાનુ રાજા સૂરિને પ્રણામ કરીને પોતાના મહેલે ગયે. આ બાજુ વિવિધ આશ્ચર્યવાળી પૃથ્વીને વિષે ભ્રમણ કરતાં નલિની ગુલ્મ કુમારે વિવિધ પ્રકારનાં સ્વરૂપ ધારણ કરીને એક ભવમાં જ અનેક ભવનું (જન્મનું) આચરણ કરી બતાવ્યું. લહમીદેવીથી આજ્ઞા અપાયેલ દેવીઓ દ્વારા અર્પણ કરાયેલ વસ્ત્ર, આભૂષણ, તાંબૂલ, આહાર, શમ્યા તેમજ આસન વિગેરેનો ઉપયોગ કરતે, દુશ્મનોનાં નગરમાં પણ દેવમંદિરો, વપન પ્રસંગે તેમજ ઉત્સવ સમયે પિતાના ગુચુત ગીત સાંભળીને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy