________________
[ ૧૨૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૫ મે પછી શ્રી તીર્થકર ભાષિત દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ રત્નસારે રાજાને જણાવ્યું એટલે તેણે સમકિત ગ્રહણ કર્યું અને કહ્યું કે-“તું ખરેખર ઉપકારી જનોમાં શ્રેષ્ઠ છે, કારણ કે અપકારી એવા મને તું ચિંતામણિ રત્ન સરખા સર્વજ્ઞભાષિત ધર્મરનના આપવાથી તું મારા પ્રત્યે ઉપકાર કરી રહ્યો છે. તારા ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી, છતાં હું નરરત્ન ! હું કંઈક તમને કહેવા માં ગું છું આ મારી સમસ્ત રાજલક્ષમી તારી છે, કાણું કે તું મારા પુત્ર સરખો છે, તો વિવિધ પ્રકારના નૂતન મહોત્સવ પૂર્વક રાજલક્ષમી ભગવ.”
આ પ્રમાણે કહીને, તેને સ્નાન કરાવીને, સર્વાભરણાથી ભૂષિત રત્નસારને પટ્ટહસ્તી પર બેસાડીને પોતાના શ્રીમંદિર નામના નગરમાં પ્રવેશ કરાવ્યો. લોકો રત્નસારની પ્રશંસા કરવા લાગ્યા અને જિનશાસનની જયઘોષણા કરવા લાગ્યા. “ ધર્મ વિદ્યમાન છે અને તેનો પ્રત્યક્ષ પ્રભાવ જોવાય છે ” એ પ્રમાણે લોકોના જયજયારવને સાંભળો, પગલે પગલે સકારાતે, સાધર્મિક બંધુઓ દ્વારા જિનચૈત્યોમાં પૂજા કરાવતો, ચામરોથી વીંઝાતો, છત્રથી શોભત રત્નસાર, પિતાથી પણ અધિક વૈભવવાળા રાજાના સાત માળવાળા મહેલમાં પહોં
. રાજાની કૃપાથી તેને ઘણા વૈભવ પ્રાપ્ત થયા. કેટલાક દિવસો બાદ રત્નસારે રાજાને જૈનધર્મનું સ્વરૂપ સમજાવ્યું
કેટલાક મહિનાઓ શ્રીમંદિર નગરમાં સ્થિરતા કર્યા બાદ પિતાની પ્રતિજ્ઞા શ્રીવલ્લભ રાજાને જણાવીને, જવાની ઈચ્છાવાળા તેણે રાજાની રજા માગી. પિતાના નગર તરફ જતાં વિચક્ષણ રત્નસારને હર્ષ પામેલ રાજાએ અગણિત સુવર્ણ, દ્રવ્ય, માણિકય અને અલંકારો આપ્યા. સારા સાર્થની સાથે જતાં તે ભયંકર અરણ્યમાં આવી પહોંચ્યો અને તે સ્થળે ગજસેના નામની પહેલીના સ્વામીની ધાડ પડી. સમસ્ત પરિવાર વર્ગ નાશી જવાથી એકલો રત્નસાર અંધકારને આશ્રય લઈને, લૂંટારા ન જઈ શકે એવી તે રીતે એક વડલા પાસે જઈ પહોંચ્યો. શિકારી પશુઓના ભય કારણે તે વડલા પર ચઢીને બે લાંબી ડાળીઓની વચ્ચે લાંબો થઈને સૂત, નિદ્રારહિતપણે ધર્મ જાગરણ (સ્મરણ) કરતાં તેણે, પાપની શ્રેણિ જેવી તે રાત્રિ પસાર કરી. પ્રાતઃકાળે તે વિચારવા લાગ્યો કે-“મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવાને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે, અને બીજી બાજુ પવનથી વિખરાએલ વાદળાની માફક ધન નષ્ટ પામ્યું છે. જે ધન વિનાને હું સ્વનગરમાં જાઉં તે મારું માનભંગ થાય, જિનચૈત્ય પણ ન બંધાવી શકાય અને તેથી લોકો જૈનધર્મની નિંદા કરે. જે હું આ સ્થિતિમાં સ્વાગરે જાઉં તે મારો પરાજય થાય, તે હવે મારે શું કરવું?”
આ પ્રકારે મૂઢ મતિવાળા બનીને વિચારે છે તેવામાં વડલાની ટોચ પર રહેલા માળામાંથી, ઊગતા સૂર્યના જેવી કાંતિવાળી નીકળતી કે એક જાતિ તણે જોઈ; એટલે આશ્ચર્ય પામેલ રનમાર તે માળા પાસે પહોંચ્યો. તેણે તે માળામાં રત્નને હાર જઈને ભાગ્યની વિવિધ પ્રકારની ચેષ્ટાને વિચારતાં હર્ષિત બનીને તેણે તે હાર ગ્રહણ કર્યો. પ્રાપ્ત થયેલ હારને કારણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com