________________
[ ૧૧૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૪ થે પામી. યોગ્ય આહાર-વિહારથી, પુષ્ટિ કરનાર ઔષધથી અને રક્ષાબંધનરૂપ માદળીઆના બંધનથી તેણે દેહલાઓ પૂર્ણ કર્યો. ભાનુશ્રી પ્રત્યે દૃષ્ટિદોષ ન પડે તે માટે વૃદ્ધ સ્ત્રીઓ પગલે પગલે તેણીના પરથી જળ તથા મીઠું ઉતારીને ફેંકી દેવા લાગી.
ગર્ભ રહ્યા બાદ ત્રીજે મહિને ભાનુશ્રીને શાશ્વત તેમજ અશાશ્વત જિનાલયની અને ચતુર્વિધ સંઘની પૂજા કરવાનો દેહદ ઉત્પન્ન થયો. નંદીશ્વર આદિ શાશ્વત દ્વીપમાં તેમજ વિમલાચલાદિ તીર્થોમાં ભુવનભાનુ રાજા વિમાન દ્વારા તેણીને લઈ ગયો અને હર્ષથી પરિ પણ મનવાળા રાજાએ પણ યાચિત સંઘ-પૂજા કરી.
હંસીએ હંસને સુપુત્ર એવા અપરાજિત કુમારની કથા એવા પ્રકારે કહી કે જેથી ભાનુશ્રીને તથા પ્રકારના ગર્ભની પ્રાપ્તિ થઈ.
ભાનુશ્રીને થયેલ ગÈત્પત્તિના કારણરૂપ ચોથે સર્ગ સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com