SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ * પિતાનું મિલન અને માતાના વરની શાંતિ માટે સપધિષિત કમળો માટે કુમારનું સાહસ [ ૧૦૩ ] પંક્તિ ન લખી હોત તે જયસુંદરીના જીવનને પણ સંશય થયો હોત.” રાજાએ તે પ્રધાન પુરુષોને એક કરોડ સુવર્ણ મહોર પ્રસન્નતાપૂર્વક આપી તેમજ હર્ષિત બનેલ જયસુંદરી તેઓને પિતાના આવાસે લઈ ગઈ, અને પિતાના વિગજન્ય તાપનું નિવારણ કરવામાં ઔષધ સમાન અને કર્ણને અમૃત સમાન કુમાર સંબંધી વૃત્તાંત પૂછયું. પછી પિતાથી રજા અપાયેલી, અશ્વ તેમજ હસ્તી વિગેરેથી યુક્ત, અને પિતાના સ્વરૂપથી દેવીઓને પણ પરાભવ પમાડતી તેણી અપરાજિત કુમારના નગરે આવી પહોંચી. રતિ તેમજ પ્રીતિ, સરખી બને પત્નીએથી યુક્ત કુમાર કામદેવ કરતાં પણ ચઢિયાત બન્યો. કોઈ એક દિવસે અપરાજિતની માતા ગુણસુંદરીને દાહજવર ઉત્પન્ન થયે એટલે જયશેખર રાજાએ દરેક કાર્યોનો ત્યાગ કરીને તેની ચિકિત્સા શરૂ કરાવી. તે જવરને કોઈપણ પ્રકારે પ્રતીકાર ન થાય ત્યારે વૈદ્યરાજે કહ્યું કે- “આપણી નગરીની બહાર દષ્ટિવિષસપંવાળા ઉધાનમાં એક વાવડી છે તેમાં રહેલા કમ ની જે શય્યા કરવામાં આવે તો દાહજવરની ઉપશાંતિ થાય. “તે સાંભળીને રાજા ચિંતાતુર બન્યા. તે ઉધાનમાં પ્રવેશ કણ કરે ? અને પ્રવેશ કર્યા બાદ જીવતો પણ કેવી રીતે નીકળી શકે ? આ કાર્ય મારાથી કે અન્યથી પણ સાધી શકાવું મુશ્કેલ છે. તે સમયે આવી પહોંચેલા કુમારે પિતાને નમસ્કાર કર્યો અને પિતાને કાંતિહીન મુખવાળા જોઈને તેનું કારણ પૂછ્યું. રાજાએ સઘળી હકીકત જણાવી એટલે અપરાજિત કુમારે કહ્યું કે “હું તે કમળ લાવી ન આપું તો આપને પુત્ર શાનો?” જયશેખર રાજાએ જણાવ્યું કે-“મારા દુઃખરૂપી અગ્નિને તું વધુ સતેજ ન કર, અને રાજ્યલક્ષમીને સ્વામીરહિત ન બનાવ.” કુમારે કહ્યું કે-“ હે પૂજ્ય ! માતાના કષ્ટને દૂર કરવામાં હું મારી જાતને જીવતી જ માનું છું. હે પિતા ! પ્રાણે તે પ્રત્યેક ભવમાં મળવાના છે, પણ આ સમય ફરી ફરી મળતો નથી. વિચક્ષણ પુરુષોએ, જે દુર્લભ વસ્તુઓ હોય તેમાં અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. મારી માતાએ મને પ્રાણ આપ્યા છે એટલે જ હું આ પ્રાણે તેને અર્પણ કરું તે કંઈક કૃતકૃત્ય બન્યો ગણાઉં.” રાજાએ વિચાર્યું કે-“ કુમારનું કથન કઈ રીતે યોગ્ય નથી.” આ પ્રમાણે માનસિક વિચાર કરીને તેના ચોકીપહેરા માટે પાંચ સુભટ રેયા. કુમારે પણ તે સર્વ સુભટને ઘેબર વિગેરેનું માદક ભોજન કરાવ્યું અને તેઓ સર્વ ગાઢ નિદ્રામાં પડ્યા ત્યારે પોતે પાછલા બારણાથી ચાલ્યો ગયો. વિજળીની માફક કૂદકો મારીને, કિલ્લાને ઓળંગીને તે ઉદ્યાનની નજીક ગયો અને વિચાર્યું કે-“હું સૂર્યોદય સુધી રાહ જોઉં.” જાણે કુમારના સાહસને જોવાને જ ઈચ્છતા હોય તેમ સૂર્યોદય થયે ત્યારે પંચપરમેષ્ઠી નવકાર મંત્રનું સ્મરણ કરીને કુમારે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. કુમારના પુણ્યપ્રભાવને લીધે દષ્ટિવિષ સ૫ વિષ રહિત બની ગયે, અને જાણે વનદેવીના કેશપાશ સરખો હોય તેમ કુમારના જોવામાં આવ્યો. પછી વાવમાંથી કમળો લઈને, તે સર્ષની પુજા કરીને કુમારે પ્રાર્થના કરી કે-“હે પજ્ય! મારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy