________________
જયશેખર રાજાને ત્યાં થયેલ પુત્ર જન્મ
પછી નિત્ય કર્મ કરીને, સ્વપ્નપાઠકોને લાવ્યા. બહુમાનપૂર્વક તે સ્વપ્ન પાઠકનું સન્માન કરીને સ્વપ્ન સંબંધી હકીકત જણાવી ત્યારે તેઓએ જણાવ્યું કે-“હે રાજન ! આપને દાનવીર, ક્રીડાસક્ત, ગંભીર, વિનયશાલી, ન્યાયી, શુરવીર, પરાક્રમી, મહાધર્મિક અને પરોપકારપરાયણ આ પ્રમાણે સર્વગુણસંપન્ન પુત્ર થશે.” પછી પ્રસન્ન થયેલા રાજાએ તે સ્વપ્નપાઠકેને કહ્યું કે-“એક રાત્રિ દિવસમાં તમે હાથી, અશ્વ, વસ્ત્ર અને ધન-જે જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં લઈ જાવ.” તેઓએ જવાબમાં જણાવ્યું કે “હે સ્વામિન ! આપ જે આટલું બધું દાન આપી રહ્યા છે તે ભવિષ્યમાં થનારા પુત્રના પ્રભાવના કારણે જ આપને આવી સબુદ્ધિ થઈ છે.” પૃથ્વીની માફક ગુણસુંદરી ગર્ભરૂપી રત્નનું રક્ષણ કરવા લાગી અને તે ગર્ભના પ્રભાવથી રાજાને વિશેષ પ્રીતિપાત્ર બની. રાજાએ હપૂર્વક તેણીના દેહદે પરિ. પૂર્ણ કર્યા. યોગ્ય સમયે ગુણસુંદરીએ પુત્રને જન્મ આપ્યો.
નૃત્ય કરતી વારાંગનાઓના તુટી જતાં મોતી સમૂહવાળું અને આનંદના અંકુરાઓને પ્રગટાવતું વધામણું થયું. આ પુત્ર કેઈપણથી પરાભવ પામશે નહીં એમ હૃદયમાં વિચારતાં રાજાએ એક મહિના બાદ તેનું અપરાજિત એવું નામ રાખ્યું. પાંચ ધાવમાતાએથી લાલના પાલન કરાતો કુમાર ક્રમશઃ વૃદ્ધિ પામવા લાગ્યો અને કલાચાર્ય પાસેથી સમસ્ત કલાઓ શીખી લીધી. યુવાવસ્થામાં આવેલા તેની દષ્ટિ બંને પ્રકારે વિશાળ બની અને પરાક્રમની સાથે સાથે તેની છાતી પણ વિશાળ બની. ઉત્સાહની સાથે સાથે તેના બંને બાહુનું બળ વૃદ્ધિ પામ્યું અને વાકચાતુર્યની સાથોસાથ તેના દરેક અંગો સુંદર બન્યા. લોકેના નેહની સાથે સાથે તેના બંને હસ્ત (હથેલી) રક્ત બન્યા અને વિવેકની સાથોસાથ દેહકાંતિ પણ શોભી ઉઠી. કલાવાન, સૌંદર્યશાળી, વિનયી તે અપરાજિત માતાપિતાની માફક લોકેના સ્નેહનું ભાજન બન્યો. તેને વિવાહ ચગ્ય જાણીને જયશેખર રાજાએ પોતાના પ્રધાન પુરુષને રાજકન્યાઓ જોવા માટે દરેક દેશમાં મોકલ્યા. આજ્ઞાને માથે સ્વીકારનાર સેવકવર્ગ હાજર હોવા છતાં વિનયી અપરાજિત માતા-પિતાની આજ્ઞાનું શીધ્ર પાલન કરતો હતો.
કેઈએક દિવસ અશ્વકીડા કરવા ગયેલ તે કુમારે અશ્વકીડા કરવાથી, થાકી જવાથી અશોકવૃક્ષની નીચે આશ્રય લીધો. તે સ્થળે કુમાર બેઠો હતો તેવામાં ધૂળનો સમહ નજરે પડશે. તે જોઈને એવામાં તે સંભ્રમ પામે છે તેવામાં તેણે વાજિંત્રોને ધ્વનિ સાંભળ્યા. “શત્રુસૈન્ય આવી રહ્યું જણાય છે.” એમ વિચારીને બહાર રહેનારી જનતા જયંતિ નગરીમાં પ્રવેશ કરતાં વિશાળ દરવાજાઓમાં પણ સમાઈ શકી નહીં. રાજાએ પણ કેળાહળ સાંભળીને નજીકમાં રહેલા પુરુષને પૂછ્યું. તેઓ દ્વારા શત્રુસંબંધી વૃત્તાંત જાણીને તેમણે યુદ્ધભેરી વગડાવી અને હુકમ કર્યો કે “જહદી ચતુરંગી સેના સજજ કરો, તેમજ અધિક્રીડા માટે ગયેલા કુમારને શીધ્ર બેલા તેને રાજ્યમાં સ્થાપન કરીને હું શત્રુને જીતવા માટે જઈશ.” સૈન્ય તૈયાર થઈ ગયું અને પ્રધાન કુમારને બોલાવવા માટે ગયો. પ્રધાને કુમારને જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com