SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૩ જો પાછળથી જે ઘણા પ્રકારના મહેાત્સવા થયા તેનુ વર્ણન કયુ". વળી સુબુદ્ધિ મંત્રીએ પોતાનું કરેલ સન્માન વિગેરે હકીકત પણ ભુવનભાનુ ચક્રવતી ને જેવી રીતે બની હતી તેવી કહી સંભળાવી. વિશેષમાં જણાવ્યુ કે-“હે સ્વામિન્ ! વધારે શું કહું? સમસ્ત પ્રજા આપને જોવાને ઉત્કંઠિત તા હતી જ પરન્તુ જયારે આપનુ` સમસ્ત વૃત્તાંત મેં જણાવ્યુ ત્યારે તે આતુરતા બમણી બની ગઇ. વળી, તમારું આશ્ચર્યકારક ચરિત્ર જણાવવા છતાં નાગ રિક સાથે। પૈકી કાઇપણ વ્યક્તિ, શપથ ( સેગન ).લેવા છતાં, શ્રદ્ધા કરતી નથી—તે લેાકા સાચુ' માનતા નથી. કેટલાક લેાકેા એમ કહે છે કે-માવા પ્રકારનો મહાન્ પ્રસિદ્ધિને આપનારી શ્રેષ્ઠ ઋષ્ઠિ મનુષ્યને હાઇ શકે ખરી ? જ્યારે કેટલાક તે કહે છે કે-અમે તે વસ્તુ નજરે જોઈશું ત્યારે જ સાચી માનશું. કેટલાક જણાવે છે કે આ તા મંત્રીની કલ્પના માત્ર છે, જ્યારે કેટલાક દુશ્મન રાજાએ તમારા અપકાર કરવાને ઇચ્છી રહ્યા છે. વિદ્યાધર પુરુષ દ્વારા તમારું અપહેરણુ જાણીને કેટલાક મનસ્વી રાજાએ મંત્રીથી માકલાવાયેલ ખડણી ઉધરાવનારાઓને, માગવા છતાં પણ વિલ`ખથી કર( ખડણી ) આપી રહ્યા છે. વળી તમારા ગાત્રમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયકુમાર પાસેથી કેટલાક રાજાએ કેઈપણુ ઉપાયદ્વારા રાજ્ય હરી લેવાની ચેષ્ટા કરી રહ્યાં છે પરન્તુ સુબુધ્ધિ મંત્રીના ભયને કારણે કોઇપણ રાજા ખુલ્લી રીતે પ્રગટ થઈ શકતા નથી, તે હું સ્વામિન્ ! આપને હવે શુભા નગરીએ પધારવું ઉચિત છે. આદ રાજાએ વિચાયું કે આ વિચક્ષણ મ ંત્રી ઠીક કહી રહ્યા છે. મારે હવે જવું જોઈએ, જેથી સજ્જનો તેમજ દુર્જનો મારી સ ંપત્તિ જોઇ શકે. વળી સજ્જનોના મનને શાંતિ મળે અને વિવિધ પ્રકારની કલ્પના કરવાવાળા દુર્જનોને સંતાપ પ્રગટે. પછી પોતાના સાસરા કનકરથ રાજવીને ખેલાવીને કાર્ય કુશળ રાજવીએ, સમગ્ર હકીકત જણાવીને રાજ્યની ખાજે તેમને સોંપીને, શ્રીપુરવાસી નગરજનોને શિખામણ આપીને, પોતપોતાનું રાજ્ય સંભાળવા માટે વિદ્યાધરાને સૂચના આપીને, સમસ્ત લેાકેથી પૂજાયેલ, હજારા વિમાન સહિત જીવન– ભાનુ મહાઋદ્ધિ સાથે શ્રીપુર નગરથી ચાલી નીકળ્યા. શત્રુસમૂહને પેાતાની સ'પત્તિ દેખાડવાને માટે, સમસ્ત લેાકેાના હર્ષોંની સાથેાસાથ આકાશમાં ગમન કરતાં, ગીષ્ઠ રાજાઓના અભિમાનને નષ્ટ કરતાં, તેઓને આશ્ચય પમાડતાં, યાચકવગ ને તુષ્ટ કરતાં, રાજાએથી થતાં સત્કારને ઝીલતાં, અભિમાની પુરુષના ગવનું ખ’ડન કરતાં, સ્નેહી રાજાઓને સ ંતાય પમાડતાં “ હે દેવી ભાનુશ્રી ! આ અમુક દેશ છે, આ અમુક નગર છે,” એમ પાતે જ તેણીને જણાવતાં, વગાડાતા ડંકાના વિસ્તરતા ધ્વનિથી સૂચના સાત અવેાને ભય ઉપજવાથી અરુણ સારથિને ખેદ પમાડતાં, ચંદ્ર સરખા: કિરાને પ્રસરાવતાં, કેટલાક વિમાનેદ્વાશં દિવસે પણ આકાશને સેંકડા ચંદ્રવાળું બનાવતાં, ગાઢ અંધકારવાળી રાત્રિઓને વિષે સૂચ ષિ અને જીતી લેનાર વિમાનોદ્વારા;દિવસની:શેાભાને દર્શાવતાં, “ આ શેષનાગ મારા સૈન્યનો ભાર કઈ રીતે ઝીલી શકશે ? '' ૐમ વિચારીને જ હાય તેમ વિમાનદ્વારા આકાશને ભરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy