SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ ] શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૨ બે કે-“ હે મહારાજ ! પરાક્રમથી પ્રાપ્ત કરેલ સ્ત્રી, લક્ષ્મી અને વિદ્યા પાછળથી કદી પણ ભય આપનાર બનતી નથી, તે આપ આ ભાનુશ્રીને અર્પણ કરીને અને અમારા સ્વામી શ્રીકંઠની સેવા સ્વીકારીને, નિર્ભય બનીને તમારા નગરે જાએ. આ પ્રમાણે શ્રી કંઠનો આદેશ છે.” ભૃકુટીને કારણે ભયંકર મુખવાળા અને પ્રલયકાળના સૂર્યની માફક મુશ્કેલીથી જોઈ શકાય તેવા ભુવનભાનુ રાજાએ મેઘગર્જના સરખી વાણીથી કહ્યું કે-“ અરે ! યમરાજ ખરે ખર ક્રોધે ભરાયા જણાય છે. મારા કાપરૂપી અગ્નિમાં ઝપાપાત કરવાને કયુ' પતંગીયુ ઈચ્છે છે ? સિહુને આલિંગન કરવાને અથવા તા સની ફેણ પરથી મણિને ગ્રહણ કરવાને કેણુ ઈચ્છે છે ? અગ્નિમાં હાથને કણ ફેંકી રહ્યો છે ? વિષ ખાવાને કાણુ ઈચ્છે છે? કઈ વ્યક્તિ, ભુલાઈ ગયેલી પાતાની જાતને યમરાજને યાદ કરાવી રહી છે ? હે દૂત! આ કાણુ દુઃશિક્ષિત ખેચરાધિપતિ છે ? કે જે મૂર્ખ શિષ્યની માફક મારાથી અપાતા શિક્ષા-દડને ઈચ્છી રહ્યો છે ? શું તે બ્ય તરગ્રસ્ત છે ? શુ તે વાતગ્રસ્ત ( વાયડા ) છે ? અથવા તે શું તેણે મદિરાપાન કરેલ છે ? કે જેણે તને મેકલીને અયેાગ્ય વચને કહેવરાવ્યા. અરે ! તેનું નિંજજ પણું', અનાચારીપણું, અમર્યાદપણું અને વિવેકરહિતપણું કેવું છે ? હું માનું છું કે તેનું પુણ્ય નષ્ટ થઇ ગયું છે, તા તું જઈ ને તે દુબુદ્ધિને કહે કેહું આવી રહ્યો છું. યુધ્ધને માટે તૈયાર થા. ” તે શ્રીકંઠને ભુવનભાનુના જવાબ જણાવ્યા બાદ અધિક ક્રોધી અનેલ તેણે સંગ્રામ ને માટે ભેરી વગડાવી, જેથી તેનું અગણિત સૈન્ય એકત્ર થઈ ગયું. ભુવનભાનુએ પણ પેાતાની ચતુરંગી સેના ઉત્ક’ડાપૂર્વક તૈયાર કરી, અને ગરુડબ્લ્યૂહ રચીને તેના સૈન્યની સામે ઊભા રહ્યો. શૌય પૂર્વક યુધ્ધ કરવા માટે અને સૈન્યા એકત્ર થયા અને રણવાદ્યોથી આકાશ ચેાતરફ ભરાઈ ગયું. ખાણસમૂહથી સૂર્ય ને ઢાંકી દેતું, હસ્તીસમૂહના આટોપવાળું, પરાક્રમી સુભટસમૂહવાળુ, અરસ્પરસ અવેા ભેગા કરી દેતું, રથસમૂહને પરસ્પર અથડાતું,દંડ કપાઈ જવાથી નીચે પડેલા છત્ર સમૂહવાળુ, મહાવતા હણાઈ જવાથી હસ્તીસમૂહદ્વારા પાયદળને આગળ વધવું અશકય બનાવતું, પ્રચંડ ગદાના પ્રહારથી રથાને ચૂર્ણ બનાવતું, સૂંઢરૂપી દંડ કપાવાને કારણે ગજના કરતા હસ્તીઓવાળુ, સુભટો અને દેવાંગનાએદ્વારા મહારથીઓને સત્કાર કરતું, શિયાળના ધ્વનિથી સ્ફુરાયમાન થયેલ સંગીતને કારણે નૃત્ય કરતાં ધડવાળુ, તાલીએ પડતાં વેતાલસમૂહવાળુ પ્રચંડ યુદ્ધ થવા લાગ્યુ. શ્રીકંઠ વિદ્યાધરે, રાજવીએ, સામતા, હસ્તીઓ અને અવાનો નાશ થવાથી નિખળ અનેલા પેતાના સૈન્યને જોઇને ભુવનભાનુ રાજવી પાસે પેાતાનો દૂત મેકલીને કહેરાવ્યુ` કે–“ શા માટે આપણે ફાગઢ જનતાનો સંહાર કરવા જોઇએ ? આપણે બંને યુધ્ધ કરીએ.” એટલે ભુવનભાનુએ જણાવ્યુ કે હું દૂત ! તું તારા સ્વામીને જણાવ કે પેાતાના સૈન્યનો નાશ અટકાવે અને જો જીવવાની ઇચ્છા હોય તા મારી આજ્ઞા માને. ખરેખર જેનું મૃત્યુ નજીક આવ્યુ` હાય તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. કીડીઓને મૃત્યુકાળે પાંખા આવે છે. જો કેઈપણ પ્રકારની તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035266
Book TitleShreyansnath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorMantungasuri
PublisherJain Atmanand Sabha
Publication Year1953
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy