________________
પ્રસ્તાવના
તને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થશે.” (આવા પ્રસંગે જરૂર પુષ્યવંત પુરુષોને જ સાંપડે છે.)) * “ દેવ વિપરીત થાય છે ત્યારે મનુ હિંમત હારી જઈ છેવટે જીવનને પરાણે અંત આણવા માંગે છે, પરંતુ ભાગ્યવાન મનુષ્ય ને અંતિમ વખતે પિતાનું ઈછિદ્ર પ્રાપ્ત કરે છે.” આ સર્વ કર્મની વિચિત્રતા (શુભાશુભ કર્મનું ફલ) છે. પછી મૃત્યુથી વિરામ પામી તાપસ આશ્રમમાં આવતાં મેં એક શાંત મુનિવરને જોયા. તેમને નમસ્કાર કર્યો. તેમણે આ સુવર્ણદ્વીપ છે, એમ મને જણાવ્યું. પછી તેમનાં દર્શાવેલા માર્ગે જતાં પાછલે પહોરે અહિં આવતાં ચંદ્રરેખાનું શું થયું હશે? એમ જે પળે વિચાર કરતે હતું તે જ પળે તારી દીનવાણી સાંભળી કે કોઈ અને મારો સરખા નામવાળા પ્રિયતમને વારંવાર યાદ કરે છે પણ તેનું આગમન અહિં કયાંથી હોય ? " હવે અહિ કામદેવને નમસ્કાર કરી ચંદ્રશ્રી ચાલી અને મને નહિ જેવાથી સમસ્ત પરિવાર અને શોધવા લાગ્યો. જ્યારે હું નજરે ચઢી ત્યારે મેં શરમને ત્યાગ કરી મારો સંર્વ વૃત્તાંત જણાવી દીધે જેથી ચંદ્રથી બોલી કે “લક્ષ્મી અને વિશ્વને સંયોગ ઉચિત જ છે.” પછી ચંદ્રશ્રી અમને બંનેને ઘેર લઈ ગઈ. ચંદ્રશ્રીના જણાવવાથી મારા માતાપિતા પણ અત્યંત સંતુષ્ટ થયા અને ચંદ્રકુમારનું તેઓએ તથા પ્રકારનું સ્વાગત કર્યું, અને શુભ મુહૂર્ત જોવરાવી અમારે લગ્ન મહોત્સવ કર્યો. મારા માતાપિતાએ પતિભક્તિ કરવા શિખામણ આપી. મારા મામા ધનદેવે મારા લગ્ન વખતે આનંદપૂર્વક તે જ રત્નાવલી હાર મને ભેટ આપ્યો, તે રત્નાવલી હાર મેં મારા પતિને આપ્યો. પછી મારા મામાના અતિ આગ્રહને લીધે કેટલાક દિવસો અમો સવં મારા પિતા સાથે ત્યાં રહ્યા.
વિષયસુખ ભોગવતાં કેટલાક દિવસ પસાર થયા પછી પિતાની સમસ્ત વસ્તુના સમર્પણથી મારા પતિ સાથે ક્વટી ધનદે કૃત્રિમ પ્રેમ બાંધ્યું. તે મારી સાથે ઠઠ્ઠા–મશ્કરી કરવા લાગ્યો. વળી ઘરમાં કોઈ ન હોય ત્યારે પ્રેમપૂણું વચનો વગેરે કહેવા લાગ્યો, અને તે અધમ કૃત્ય કરવા મને પ્રેરણું કરવા લાગ્યા, જેથી મેં તેને ઘરમાં આવતો બંધ કર્યો જેથી તે મારા સ્વામીના છિદ્રો જોવા લાગ્યો. એક દિવસે ધનસાર શ્રેણીએ પોતાના પુત્ર ચંદ્રકુમારને બોલાવવા એક દૂતને મણિપુર મોકલ્યો. તેણે આવી ચંદ્રકુમારેને જણાવ્યું કે–તમારાં માતાપિતાના નેત્રોમાંથી અશ્રુધારા વહી રહી છે જેથી હવે ત્યાં ચાલો. મારે પિતા પણ મારા મામાની રજ લઈ સાથે આવ્યા પછી પ્રયાણ કરવાને સર્વ સામગ્રી તૈયાર થતાં, કપટી ધનદે મારા સ્વામીને કહ્યું કે- તમારો વિયોગ હું સહન નહિ કરી શકું.” એમ કહેવાથી ધનને સાથે લીધે જગતમાં સતપુરુષો દુર્જન જનેને પણ પિતાના આત્મા જેવા જ માને છે.) ધનદ પણ પિતાના અલ્પ પરિવાર સાથે અમારા વહાણુમાં આ દાનાદિક ક્રિયા વડે અમારા સર્વે પરિજનને વશ કરી લીધો. પછી માર્ગોમાં ધનદે સ્પંડિલ માટે ગયેલા પ્રથમ મારા પિતા અને પછી મારા સ્વામીને સમુદ્રમાં પાડયા અને શેક કરવા લાગ્યો. સાથેના માણસોએ પણ તેનું દુષ્કૃત્ય જાણ્યું કારણ કે “જગતમાં પાપ છુપું રહેતું નથી. ” આ રીતે મારા સ્વામી તથા પિતાનું મૃત્યુ જાણુ હું મૂચ્છ પામી અને તે દુ:ખને લીધે મારા દુર્ભાગ્ય અને પાપના ઉદયે શ્વાસોશ્વાસ વધવા લાગ્યા, દેડકાંતિ નષ્ટ થઈ ગઈ. મારા સ્વામી અને પિતાનું હું વારંવાર સ્મરણ કરવા લાગી. વહાણુ સાથેના લેકે ચાલ્યા ગયા અને સમુદ્રમાં પડી મરવાની ઈચ્છાવાળાનું ધનદ રક્ષણ કરવા લાગ્યા, અને હું “મારા સ્વામી, મારા પિતા મને છોડીને તમે કેમ ચાલ્યા ગયા ? મારે અપરાધ ક્ષમા કરે ! હે સમુદ્રદેવ! મારા પિતા તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com