________________
[ ૧૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧ લો
કે-“તારે વિચાર બરાબર છે, કારણ કે તું કુમાર છે અને તે કન્યા છે. જેણે સ્ત્રીનું મુખરૂપી કમળ જોયું નથી એવા તને ભય શા માટે?” ત્યારે ચંદ્ર બોલ્યો કે-“હે માતા ! ભયનું કારણ સાંભળો. પિતા મને સમુદ્રયાત્રા માટે મેકલવાના છે, અને પ્રાતઃકાળે પ્રસ્થાન છે. વહાણમાં અનેક પ્રકારનાં કરીયાણું ભરી દેવાયા છે, અને લોકસમૂહ તૈયાર થઈ ગયો છે.
નેહાળ તે મૃગનયનીને મેં ઉદ્યાનમાં જોઈ, તેથી હું ચિતારૂપી સમુદ્રમાં પડે. પિતાનું વહાણ કરિયાણાથી પરિપૂર્ણ બન્યું છે, જ્યારે મારું વહાણ સંકલ્પવિક૯પેથી પરિપૂર્ણ બન્યું છે. એક બાજુ પિતાની આજ્ઞા છે જ્યારે બીજી બાજુ તેણી છે. પિતાની આજ્ઞાથી કરાતા કાર્યને ધિક્કાર હો ! ખરેખર પ્રાણીએ પોતાને સ્વાર્થ સાધવો જોઈએ. પિતાને પ્રતિકાર કરે દુષ્કર છે અને દેવની માફક આરાધવા લાયક છે. તેમની આજ્ઞાનું પાલન કરતા એવી મારી તે મૃગાક્ષી મૃત્યુ પામશે. જીવવા છતાં પણ મારા દર્શન વિના તે નેહ વિનાની બનશે. વળી પિતાની આજ્ઞાથી તે અન્ય વરને વરશે. આના કરતાં તે તે મૃગાક્ષીનું મને દર્શન ન થયું હોત તો ઘણું જ સારું હતું. પિતાની ઇછિત વસ્તઓને નેત્રોથી જોયા બાદ અંધ બનવું તે ખરેખર અસહ્ય છે; માટે હું ધાવમાતા ! હાર દેવાના બહાનાથી ત્યાં જઈને મારું વૃત્તાંત તું તેને જણાવ. તેમજ તારે તેના ચિત્તરૂપી મશકનું રક્ષણ કરવું. વળી “હું નેહરહિત, પ્રેમ વગરને, દયા વિનાનો, કૃતઘી અને સ્વાર્થ પરાયણ છું એમ જાણ નહીં, તેમજ પિતાના આદેશથી દૂર જતાં મારા હૃદયને વિષે રત્નના હારની માફક તું હંમેશા રહેશે. ” એ પ્રમાણે તારે જઈને તેણીને કહેવું. આ પ્રમાણેનું તે ધાવમાતાનું વચન સાંભળ્યા બાદ મે પત્થરની રેખા સદશ( સ્થિર )વાણીથી કહ્યું કે-“આવી સ્થિતિ માં પડેલી મને જોઈને તે જાય તે ભલે વિનય ગુણને લીધે તેમ કરે.” આ પ્રમાણે અશ્ર સારતી તેમજ નિઃસાસાપૂર્વક ઉપરનું વૃત્તાંત જણાવીને મેં તેનું સન્માન કરીને સંદેશે કહેવરાવે કે-“તમારા નજીકપણાને લીધે પવિત્ર બનેલા વૃક્ષને પણ હું ત્યાગ કરી શકતી નથી, જ્યારે તમારાથી સર્વ વસ્તુ સહેલાઈથી છોડવા લાયક બની છે, માટે તમે ખરેખર વીરપુરુષ છો! હું પાપી એવા મારા અંગોને નિદુ છું કે જે અંગે તમારા પ્રસ્થાન સમયે મારા ચિત્ત
માફક તમારી નજરે ન પડે, હે ભુવનભાનુ રાજવી! આ પ્રમાણે સંદેશો કહેવરાવીને તેણીને વિદાય કરી ત્યારે સખીએ આવીને મને જણાવ્યું કે-“ અર્ધ રાત્રિ વ્યતીત થઈ ગઈ છે.” ત્યારે મેં પણ સખીઓને જણાવ્યું કે-“તમે સર્વ તમારા સ્થાને જાવ. રાત્રિ ઘણી વ્યતીત થઈ ગઈ છે. મને ઊંઘ આવે છે.” આ પ્રમાણે કહીને મેં સખીવર્ગને રજા આપી પણ તે ધાવમાતા સાથેના વાર્તાલાપથી શંકાયુક્ત બનેલ મારી ચન્દ્રકાન્તા નામની સખી મારાથી ગુપ્ત રહીને તે સ્થાનમાં જ રહી અને હું પણ નીચે પ્રમાણે વિચારવા લાગી કે
બ્રહ્માએ મારા હૃદયને વજથી બનાવ્યું હોય તેમ જણાય છે, કારણ કે અત્યંત દુઃખથી પરિપૂર્ણ બનવા છતાં તે દી તૂટી જતું નથી. બાળવયમાં વ્રત ગ્રહણ કરતી તાપસી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com