________________
[ ૨]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧લો
કલ્યાણને વિસ્તારે. આ ગ્રંથનું સંશોધન કરનાર શ્રી દેવાનંદના શિષ્ય શ્રી કનકપ્રભ મુનિના શિષ્ય પ્રદ્યુમ્નસૂરિ સદાને માટે જયવંત વર્તે. શ્રી જિનેશ્વરસૂરિના શિષ્ય શ્રી રત્નપ્રભના શિષ્ય શ્રી માનતુંગાચા આ શ્રી શ્રેયાંસનાથ ચરિત્રનું વર્ણન કરે છે. વિદ્વાનોથી વખાણવા લાયક સજન પુરુષને અમે સેવીએ છીએ કે જે અલંકારયુક્ત અને સારા વર્ણોની ઘટનાપૂર્વક કાવ્યની રચના કરે છે. ગુણોને ભસ્મીભૂત કરતો, નિર્મળ કાવ્યરૂપ ભીંતને અશુદ્ધ-મલિન બનાવતે દુર્જન પુરુષ, રાત્રિનો આશ્રય કરવાથી દીવો જેમ કાંતિથી પ્રકાશે છે તેમ, દોષને આશ્રય કરવાથી દુર્જન પ્રકાશે છે. શ્રી દેવભદ્રગુરુના ઉધાનસમા આ શ્રી શ્રેયાંસનાથ ભગવંતના ચરિત્રમાં હું તેમની પટ્ટપરંપરામાં આવેલ હોવાથી પદરૂપી પુષ્પ અને અર્થરૂપી ફલેકારા ભાગ લઈ રહ્યો છું થત આ શ્રી શ્રેયાંસનાથ ચરિત્રની રચના કરું છું,
સર્વે પુષ્કરાવત દ્વીપના પૂર્વ મહાવિદેહમાં શુભ નામની નગરી હતી, જેમાં યશ અને લક્ષ્મીના મંદિર સમાન નલિની ગુમ નામના રાજા રાજ્ય કરતો હતો. તે રાજા મૃત્યુ પામીને સાતમા શુક્ર નામના દેવલોકમાં ગયો હતો, ત્યાંથી ચવીને શ્રી જંબૂદીપના ભરતક્ષેત્રના મંડનરૂપ સ હપુર નગરમાં શ્રી વિષ્ણુ રાજાની રાણીની કુક્ષીમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયા. તે શ્રી શ્રેયાંસનાથ નામના તીર્થકર થશે તેના મૃતરૂપી મહાસાગરમાં વર્ણવાયેલ ત્રણ ભવો હું (કવિ-શ્રી માનતુંગરિ ) કહું છું.
પુષ્કરદ્વીપ ના નેનો કીપ છે, જેનો અર્ધ ભાગ માનુષોત્તર પર્વતે વહેંચીને જાણે મનુભ્યોને આપે છે, જ્યારે બાકીનો અડધે ભાગ પશુ–સમૂહને અર્પણ કર્યો છે. જે પુષ્કરદ્વીપના મદય ભાગમાં રહેલ કમળ, ભમરાના ગુંજારવના બહાનાથી જાણે સ્વર્ગની કમીને તિરસ્કારી કાઢતું હોય તેમ પોતાની કાંતિવડે વિકસિત બની રહ્યું છે. મધ્ય ભાગમાં રહેલ માનુછેત્તર પર્વત પર રહેલ સિદ્ધાયતનેની શ્રેણિ શોભી રહી છે તે જાણે કે તે દ્વીપમાં વસનારા લોકોની કીતિ હોય તેમ જણાય છે. તે દ્વીપના પૂર્વાર્ધમાં આવેલ પૂર્વ મહાવિદેહ, શંકસમૂહને નષ્ટ કરનારા લોકોથી વ્યાપ્ત હોવાને કારણે ધર્મશ્રદ્ધાળુ અને આસ્તિક છે. તે પૂર્વ વિદેહમાં મેરુપર્વતના સમીપપણાને લીધે જ જાણે હોય તેમ અકાળે પણ કલ્યાણની શ્રેણિ વિસ્તરી રહે છે. તે પૂર્વ વિદેહમાં “રમણ્ય' નામની વિજય છે કે જે તેમાં વસનારા લોકેના ધર્માચરણથી સ્વર્ગલોકના વિજયથી શ્રેષ્ઠ–ઉન્નત બનેલ છે. તે વિજયના રમણીયપણને, મેરુપર્વત પિતાના શિખરના બહાનાથી ઊંચી ડોક કરીને જેતે હોય તેમ ચંદ્ર અને સુર્યરૂપી નેત્રના બહાનાથી જોઈ રહેલ છે.
તે વિજયમાં પિતાને વિષે રહેલા મંદિરની દવજારૂપી ભુજાઓથી જાણે અમંગળને દૂર કરી નાખતી હોય તેવી અને સર્જન પુરુથી પૃથ્વીને વિષે પ્રખ્યાતિ પામેલી શુભા નામની નગરી રહેલી છે, તે નગરીના ચૈત્યની વિજાના છેડાથી ખળભળાયેલા સ્વગગંગાના નીચે પડતા પાણીથી તુષ્ટ બનેલા ચાતક પક્ષીઓ આકાશ તરફ ઊંચું મુખ રાખીને રહે છે. તે નગરીને વિષે અનેક રાણીઓવાળા અને પિતાના ઊંચા પ્રાસાદ( મહેલ )ને વિષે ગયેલા રાજાના વેત છત્રની શેભાને ભૂમિપ્રદેશ પર રહેલ ચંદ્ર ધારણ કરી રહ્યો છે. તે નગરીની કરતી રહેલી કમળરૂપી મુખવાળી ખાઈ નગરસ્ત્રીઓના નેત્રના બાનાથી પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com